SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અધ્યયન "श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ पुवं बुद्धीड़ पेहिता, पच्छा वयमुयाहरे । अचक्खुओ व नेतार, बुद्धिमन्नेउ ते गिरा ॥२९२॥ પ્રથમ વચનના બોલવાના સમયમાં બુદ્ધિ વડે વિચારીને પછી બોલે એટલે એમ જાણવું કે, મારું વચન કોઈને પણ પીડાકારી ન થાઓ. દૃષ્ટાંત કહે છે જેમ આંધળો દોરનારને આશ્રયીને ચાલે છે, તે પ્રમાણે બુદ્ધિને આગળ કરીને ભાષા બોલો. એટલે બુદ્ધિને અનુસાર વિચારીને બોલે. આ પ્રમાણે વાક્ય શુદ્ધિ નામ નિષ્પન્ન નિક્ષેપો થયો. હવે સૂત્રાલાપક નિષ્પન્નનો અવસર છે. એ બધું પૂર્વ પ્રમાણે જાણવું. હવે સૂત્રાનુગમમાં નિર્દોષ અને અસ્મલિતાદિ ગુણોવાળું સૂત્ર બોલવું તે કહે છે. ll૧૯૨ll चउण्हं खलु भासाणं, परिसखाय पन्नवं । दोण्हं तु विणयं सिक्ने, दो न भासेज्ज सव्वसो ॥१॥ ચાર પ્રકારની ભાષાઓ છે. આ સિવાય પાંચમી નથી. આ ભાષાઓ પૂર્વે સત્યા વિગેરે કહી, તે સર્વે પ્રકારે તેનું સ્વરૂપ જાણીને બુદ્ધિમાન સાધુ સત્ય અને અસત્યામૃષા એવી બે પ્રકારની ભાષાને બોલે અને શુદ્ધ પ્રયોગમાં જેના વડે કર્મ ઓછાં થાય તેજ વિનય છે. એમ માનીને પ્રથમની કહેલી બે ભાષા, પણ અસત્યા અથવા સત્યા મૃષા એ સર્વથા ન બોલે. ||૧ जा य सच्या अवत्तव्वा, सच्यामोसा य जा मुसा । जा य बुद्धेहिडणाइन्ना, न त भासेज पण्णवं ॥२॥ તે વિનયને જ કહે છે. જે સત્ય ભાષા છે, તે પદાર્થના તત્ત્વને અંગીકાર કરીને સાવદ્યપણે હોય તે ન બોલવી જેમ કે આ જગ્યાએ પલ્લી (નિવાસ સ્થાન) છે, આવી કૌશિક ભાષા માફક ન બોલે. (ચોરોની પલ્લી આ જગ્યાએ છે. એવું સત્ય વચન પણ સાધુ બોલે તો ચોરોને જે શિક્ષા થાય તેના દોષનો ભાગીદાર સાધુ થાય. તે વખતે તેમાં ચોર ન હોય તો પણ પકડાતાં નિર્દોષ માર્યો જાય) તેવી જ રીતે સાધુએ મિશ્ર ભાષા પણ ન બોલવી, જેમ કે દસ જ બાળકો જનમ્યા. અને મૃષા (જુઠ) એ તો તદ્ન ખોટું જ બોલવું છે તે સાધુએ ન બોલવું. અહીં પણ સૂત્રમાં ચ” શબ્દ છે, તેનો છૂપો સંબંધ છે, તથા જે ભાષા તીર્થકર, ગણધર એવા પંડિત પુરુષોએ આચરી નથી એવી અસત્યા-મૃષા' આમંત્રણી, આજ્ઞાપની વિગેરે લક્ષણવાળી ભાષા અવિધિ પૂર્વક સ્વર વિગેરે પ્રકાર વડે ન બોલે. અર્થાત્ એવી ભાષા પંડિત સાધુ ન બોલે કે જેમાં દોષ હોય. ર/ असच्चमोस सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिर भासेज्ज पण्णवं ॥३॥ સાધુએ કેવી ભાષા બોલવી તે કહે છે. સાવદ્ય અને કર્કશ જ ન હોય તે પાપ રહિત અને અતિશય ઉક્તિથી મત્સર રહિત, પહેલાં વિચારીને સ્વપરને ઉપકાર કરનારી સંદેહ રહિત તથા વિના વિલંબે બીજો સમજે તેવી ભાષા સાધુએ બોલવી. hall एयं च अट्ठमन्नं वा, जं तु नामेइ सासयं । स भास सच्चमोस पि, तं पि धीरो विवज्जए ॥४॥ હવે સત્યા તથા અસત્યા મૃષાના નિષેધનું વર્ણન કરે છે. જે વચન વડે મોક્ષ જે શાશ્વતું છે, તેને નીચું પાડે એટલે સાધુને મોક્ષ ગુણ પામવા ન દે, (દુર્ગતિમાં ઘસડી જાય) તેવું કર્કશ અને સાવદ્ય વચન જે સત્યામૃષા છે, તે ન બોલે, અને તે વચન સત્ય હોય તો પણ ન બોલે. શંકા-સત્યા મૃષા ભાષાનો સામાન્ય પણે જ નિષેધ કરવાથી તે પ્રમાણે સત્ય ભાષાનું પણ સાવદ્યપણું સમજાઈ જાય છે, તો નવું શા માટે લખવું પડ્યું? ઉત્તર-મોક્ષને વિદ્ધ કરનાર બારીક પણ અર્થને સ્વીકારીને કોઈ પણ ભાષાનું ભાષણ ન કરવું, એવું અતિશય નિષેધ બતાવનાર આ છે, તેથી પુનરૂક્તિનો દોષ જ નથી, (સત્યા વિગેરે ચારે પ્રકારની કોઈ પણ ભાષામાં બોલતાં જો બીજા જીવને પીડારૂપ હોય અથવા આત્માને મલિન કરવા રૂપ હોય તો તે ભાષા ન બોલવી એવું બતાવવા ફરી ખુલાસો કરે, તો મંદ બુદ્ધિવાળાને લાભ જ થાય પણ દોષ નથી. જો ૧ આચા. ચૂલા. – ૪/૧૦ ૪પ
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy