SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દ્રાવત્નિસૂત્ર મFIC૨ - મારૂ સાતમું અધ્યયન પણ મિશ્ર શુદ્ધિ થાય છે, એટલે એ સંબંધી તથા તે વિના અન્ય સંબંધી તેથી કહ્યું છે કે આદેશ ભાવ શુદ્ધિ બે પ્રકારની છે, એક તો અન્ય પણે, બીજી અનન્ય છે. જેમ કે શુદ્ધ ભાવવાળા સાધુને ગુરુ છે. તે અન્યપણામાં છે, એટલે ગુરુ જુદા છતાં તેના ઊપર ચેલાનો શુદ્ધ ભાવ છે તથા એકપણામાં “શુદ્ધભાવ” પોતે જ છે, એટલે તેમાં શુદ્ધભાવ એ આત્માથી જુદો નથી પણ એક જ છે. હવે પ્રધાન ભાવ શુદ્ધિ કહે છે. l૨૮૬ો. दसणनाणचरिते तवोविसुद्धी पहाणमाएसो । जम्हा उ विसुद्धमलो तेण विसुद्धो हवइ सुद्धो ॥२८७॥ , દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી તથા તપ સંબંધી જે વિશુદ્ધિ છે, તે પ્રાધાન્ય આદેશ છે. તેમાં દર્શન વિગેરેનું વર્ણન ચાલતાં જે પ્રધાનપણું છે, તે પ્રધાન ભાવ શુદ્ધિ છે, તે દૃષ્ટાંત બતાવે છે. જેમ કે સમ્યક્ દર્શન વિગેરેમાં સાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. તે પ્રમાણે તપ પ્રધાન ભાવ શુદ્ધિ તે આંતર તપ છે. એટલે પ્રભુએ કહેલી આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાનની આરાધના કરવી. આ કેવી રીતે પ્રધાન ભાવ શુદ્ધિ છે? આચાર્ય ઉત્તર આપે છે કે આ ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરેથી શુદ્ધ થાય છે, એટલે સાધુ કર્મ મળથી રહિત બની મળથી મુક્ત થતાં સિદ્ધ સ્વરૂપે થાય છે. તેથી જ આ પ્રધાન ભાવ શુદ્ધિ છે. ઊપર કહ્યા પ્રમાણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે બતાવ્યાં. અને ઊપર કહેલી બધી શુદ્ધિઓમાં અહીં ભાવ શુદ્ધિ વડે આપણને પ્રયોજન છે. તે વાક્ય શુદ્ધિથી થાય તેથી કહે છે. ll૨૮૭ll जं वक्कं वयमाणस्स संजमो सुज्झई न पुण हिंसा । न य अत्तकलुसभावो तेण इहं वक्कसुद्धित्ति ॥२८॥ - જેનાથી વાક્ય શુદ્ધ બોલાય તેનાથી સંયમની શુદ્ધિ થાય છેઅહીંયાં શુદ્ધિ એટલે નિર્મળ થવું પણ કૌશિક વિગેરેથી હિંસા થાય છે. તે અહીંયાં ન લેવી. આત્મામાં કલુષભાવ (ખરાબભાવ) જે દુષ્ટ અભિસંધિ રૂપ ભાવ થાય છે. તે ન લેવો પણ તેને ત્યાગવો તે કારણ વડે આ પ્રવચનમાં ભાવ શુદ્ધિનું નિમિત્ત વાક્ય શુદ્ધિ છે તેથી તેમાં પ્રવર્તન કરવું તે જ કહે છે. ll૨૮૮ll. . वयणविभतीकुसलस्स संजममी समुज्जुयमइस्स । दुब्भासिएण हुज्जा हु विराहणा तत्य जइअव्वं ॥२८९॥ - વચનની વિભક્તિમાં કુશળ એટલે બોલવા જોગ, ન બોલવા જોગ, એ બે પ્રકારને જાણનાર એટલું જ નહિ પણ તે પ્રમાણે બોલીને સંયમમાં વર્તનારો એટલે અહિંસામાં જેનું ચિત્ત લાગેલું છે તેવા સાધુને પણ કોઈ વખત (અજાણથી) ખરાબ વચન બોલવા વડે વિરાધના થાય તેથી પરલોકમાં પીડા થાય તેથી ખરાબ વાક્યનું પણ જ્ઞાન જાણવા પ્રયત્ન કરવો. (આ બોલવાથી નુકશાન થાય તે પણ સાધુએ જાણવું જોઈએ.). " વાદી ની શકે-જો બોલવામાં વખતે ભૂલ થાય તો પરલોકમાં પીડા ન થાય તો ન બોલવું તેજ સારૂં છે. ઉત્તર-ન બોલનાર જો મૂર્ખ હોય તો તેને પણ દોષ લાગે છે. કહ્યું છે કે, ર૮૯ वयणविभत्तिअकुसलो वओगयं बहुविहं अयाणतो । जइवि न भासइ किंची न चेव वयगुत्तयं पत्तो ॥२९०॥ વચન વિભક્તિમાં અકુશળ (મૂર્ખ) એટલે આ બોલવું કે આ ન બોલવું એવો વિવેક જેને નથી તે ઉત્સર્ગ વિગેરે જૈન સિદ્ધાંતના ભેદથી અજાણ્યો જો બોલવામાં દોષ માનીને ન બોલે અને મૌન બેસી રહે તો પણ તેને વચન ગમિનો લાભ ન મળે, તેથી તે દોષિત જાણવો. (ચેલો દોષિત આહાર લાવ્યો હોય અને ગુરુ ઉત્સર્ગ અપવાદ ન જાણતો હોય તેથી ન બોલી શકે. તો ચેલો એ દોષિત આહાર ખાવાથી અને નિષેધ ન કરવાથી ગુરુ પણ દોષનો ભાગીદાર છે.) હવે તેથી ઉલટું કહે છે. ર૯૦ वयणविभत्तीकुसलो वओगयं बहुविह वियाणतो । दिवसपि भासमाणो तहावि वयगुत्तयं पत्तो ॥२९१॥ વચન વિભક્તિને જાણનારો શાસ્ત્રમાં કહેલા ઉત્સર્ગ વિગેરે ભેદોવાળા વચનને જાણનારો દિવસ માત્ર (આખો દિવસ) બોલનારો સિદ્ધાંત વિધિએ બોલતો હોવાથી તે વચન ગુમિ વાળો છે. અર્થાત્ તે દોષનો અધિકારી નથી. હવે વચન વિભક્તિમાં જે કુશળ છે તેની ઓઘથી વચન વિધિ કહે છે. ૨૯૧ ૪૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy