SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ યોગ વડે વનસ્પતિકાયની હિંસા ન કરે કારણ કે વનસ્પતિકાયમાં, અનેક જીવો રહે છે. તેથી તે બધાની હિંસા થાય છે, જેમાંના કેટલાક આંખે દેખાય અને કેટલાક દેખાતા નથી, તેટલા માટે આખી જિંદગી સુધી વનસ્પતિકાયનો સમારંભ સાધુ ન કરે. I૪૦-૪૧-૪૨॥ तसकायं न हिंसंति, मणसा वयस कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥ ४३ ॥ तसकायं विहिंसंतो, हिंसई उ तदस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खु ॥ ४४ ॥ तम्हा एवं वियाणित्ता, दोसं दोग्गइवडणं । तसकायसमारंभ, जावज्जीवाए वज्जए ॥ ४५ ॥ બારમું સ્થાન ત્રસકાયની રક્ષા કરવાનું છે, તે કહે છે, ત્રસ (હાલતા ચાલતા) જીવોનો આરંભ કરતાં તેને આશ્રયે રહેલા બીજા અનેક જીવોને આંખે દેખાય અથવા ન દેખાય, તેની હિંસા થાય છે, માટે તેવા દોષો જાણીને સમાધિવાળા સાધુઓ ત્રસકાયનો સમારંભ આખી જિંદગી સુધી ન કરે. ૪૩-૪૪-૪૫|| जाई चत्तारिऽभोज्जाई, इसिणाऽऽहारमाइणि । ताइं तु विवज्र्ज्जतो, संजम अणुपालए ॥४६॥ હવે તેરમું સ્થાન અકલ્પ્ય કહે છે, છ કાયનું રક્ષણ બતાવ્યાથી મૂળ ગુણો કહ્યા, હવે એને સહાયતા કરનારા ઉત્તર ગુણો કહે છે. શિક્ષક સ્થાપના કલ્પ, અકલ્પ સ્થાપના કલ્પ, તેમાં પ્રથમનો કહે છે. જે શિષ્ય પિંડ નિર્યુક્તિ વિગેરે સૂત્ર ન ભણ્યો હોય તો તેના હાથની આણેલી ગોચરી વિગેરે ન કલ્પે. કહ્યું છે કે, " अणहीआ खलु जेणं पिंडेसणसेज्जवत्थपाएसा । तेणाणियाणि जतिणो कप्पंति ण पिंडमाईणि ॥१॥ उउबर्द्धमि न अणला वासावासे उ दोऽवि णो सेहा । दिक्खिज्जंती पायं ठवणाकप्पो इमो होइ ॥२॥" જે સાધુ પિંડૈષણા તથા શય્યા વસ્ત્ર પાત્રની એષણાનું વર્ણન ન ભણ્યો હોય તો તેના હાથનો પિંડ વિગેરે સાધુને કલ્પતો નથી બીજી ગાથાનો પરમાર્થ ગીતાર્થથી જાણવો, અકલ્પ સ્થાપના કલ્પ કહે છે.II૪૬॥ पिंड सिज्जं च वत्थं च चउत्थं पायमेव य । अकप्पियं न इच्छेज्जा, पडिगाहेज्ज कप्पियं ॥ ४७॥ આહાર, શય્યા, વસ્ત્ર, પાત્ર એ ચારે જો સાધુને અયોગ્ય હોય તો સંયમને ઇચ્છનારો સાધુ ન વાપરે, જો તે અયોગ્યને ન ત્યાગે તો સત્તર પ્રકારનું સંયમ પળે નહિ ઊપર કહેલા ચાર આહાર, શય્યા, વસ્ત્ર, અને પાત્ર અયોગ્યને ત્યાગી સાધુને યોગ્ય હોય તે ગ્રહણ કરે. II૪૭ जे नियागं ममायंति, कीयमुद्देसियाऽऽहडं । वह ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ॥ ४८ ॥ અકલ્પનીયના દોષ બતાવે છે. જે સાધુઓ વેષ માત્ર ધારીને રોજનો એક જ જગ્યાએ પિંડ લે છે. અર્થાત્ ગૃહસ્થ આમંત્રણ કરી જાય અને પોતે રોજ તેને ત્યાંથી લે તો મમત્વ બંધાય એવી જ રીતે સાધુ માટે વેચાતું આણેલું, તથા સાધુ માટે બનાવેલું. તથા સાધુ માટે દૂરથી લાવેલું. તે સાધુઓ લે તો તેમાં થયેલા આરંભને સાધુઓ અનુમોદે છે. એવું મહાવીર પ્રભુ કહે છે. (ત્રીજા અધ્યયનમાં આનું વર્ણન છે.) I૪૮॥ तम्हा असण-पाणाई, कीयमुद्देसियाऽऽहडं । वज्जयंति ठियप्पाणो, निग्गंथा धम्मजीविणो ॥ ४९ ॥ એટલા માટે સાધુઓ ઊપર કહેલ ચારે પ્રકારનો આહાર વસ્ત્ર વિગેરે ખરીદેલ વિગેરે દોષોવાળો હોય તો લેતા નથી તે સાધુઓ સ્થિર આત્માવાળા નિગ્રંથ તથા ધર્મજીવિતવાળા છે. ૪૯॥ कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुजतो असण-पाणाई, आयारा परिभस्सई ॥५०॥ સ્થાન ચૌદમામાં ગૃહસ્થના વાસણો ન વાપરવાનું કહે છે. કાંસાના થાળ, વાટકા, કુંડી વિગેરે અથવા માટીનું વાસણ હાથીના પગના આકારનું ફુંદમોદ નામનું (કુંડું) વિગેરે વાસણમાં સાધુ ખાય અને તે નિર્દોષ ગોચરી હોય તો પણ સાધુતાથી સાધુ ભ્રષ્ટ થાય છે. II૫૦ા ૩૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy