SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ છઠું અધ્યયન सीओदगसमारम्भे, मत्तथोअणछडणे । जाई छण्णति(छिप्पति)भूआई, सो तत्थ दिट्ठो असंजमो ॥५१॥ કારણ કે સાધુએ વાપર્યા પછી તે વાસણોને ગૃહસ્થો સાફ કરતાં કાચું પાણી વિગેરે વાપરે તથા ગૃહસ્થની પેશાબની કુંડી વિગેરે વાપરે તો તેથી પણ કાચાપાણીનો આરંભ થાય એટલા માટે કેવળજ્ઞાનીએ જોયું છે કે ગૃહસ્થનું વાસણ વાપરતાં સાધુને અસંયમનો દોષ લાગે છે. કારણ કે તેમાં ગૃહસ્થ દ્વારા જીવો હણાય છે. પ૧// पच्छाकम्म पुरेकम्म, सिआ तत्थ न कप्पई । एयमटुं न भुजति, निग्गथा गिहिभायणे ॥५२॥ ગૃહસ્થનું વાસણ વાપરતાં પહેલાં અથવા પછી ગૃહસ્થો કાચું પાણી વાપરશે. તેથી સાધુને તેનું વાસણ લેવું ન કલ્પ તથા તેજ કારણે તેવા વાસણમાં ગોચરી ન કરે (કોઈ રોગાદી ખાસ કારણે યોગ્ય વાસણના અભાવે ગૃહસ્થનું વાસણ લેવું પડે તો ગૃહસ્થને પ્રથમ અને પછી ઉપદેશ કરવો કે આ પ્રમાણે કાચા પાણીથી દોષ ન લગાડવો તે ધ્યાન રાખવું પણ અચિત્ત ધૂળ વિગેરેથી સાફ કરવું.) I/પર// आसंदी-पलियकेसु, मच-मासालएसु वा । अणायरियमज्जाणं, आसइत्तु सइत्तु वा ॥५३॥ "સ્થાન પંદરમું બતાવે છે. માંચી, પલંગ, ખાટલો તથા ટેકો દઈ બેસવાના આસન જેમ કે ખુરશી, કોચ વિગેરે સાધુઓને બેસવાનું અથવા સુવાને વાપરવાં કલ્પતાં નથી. તેમાં અપવાદ બતાવે છે. પ૩ नाऽऽसंदी-पलिअंकेसु, न निसेज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, बुद्धवुत्तमहिट्ठगा ॥५४॥ એટલા માટે જ્યાં પોલી વસ્તુ હોય જેમાં જીવ ભરાઈ રહેલા દેખાતા ન હોય તેની પ્રતિલેખના (આંખથી જોવું) થઈ શકે નહિ માટે તેને વાપરે નહિ. આવું પંડિત સાધુઓ જે તીર્થકરની આજ્ઞામાં વર્તનારા છે તેઓ કહે છે. મૂળમાં પીઠક શબ્દ છે તેનો અર્થ નેતરથી ભરેલા આસનો જાણવાં તેમાં પણ સાધુઓ ન બેસે. (જરૂર પડે તો લાકડાના પાટીયાંનાં બનાવેલાં પાટ પાટલા જેમાં માકણ વિગેરે જીવો ન રહે તેવાં વાપરવાં) પણ ધર્મ કથા કરતાં તથા જરૂર પડે ઉપદેશ અર્થે રાજસભામાં જતાં આંખથી દેખાય તેવી પાટ વિગેરે વાપરવાં તે કહે છે. આપજો. गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदी पलिअको य, एअमट्ट विवज्जिया ॥५५॥ અપ્રકાશવાળા સ્થાનમાં ભરાએલા ચાંચડ-માંકડવાળા આસન વિગેરે આંખોથી તેમાંના જીવો ન દેખાવાથી તેને વાપરતાં અંદરના રહેલા જીવો દુઃખ પામે છે, એટલા માટે સાધુઓ એને વાપરતા નથી, પપા गोयरग्गपविट्ठस्स, निसेज्जा जस्स कप्पई । इमेरिसमणायारं, आवज्जड़ अबोहियं ॥५६॥ હવે સોળમું સ્થાન કહે છે, ગોચરીમાં ગયેલો સાધુ જો ગૃહસ્થના ઘરમાં બેસવાનું રાખે તો હવે પછીના કહેવાતા અનાચારના દોષો તથા મિથ્યાત્વના દોષો લાગશે, //પદ// विवत्ती बभचेरस्स, पाणाणं च वहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो य अगारिण ॥५७॥ ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્યનું નુકશાન અને જીવોનો વધ થાય. તેનો દોષ તથા બીજાને ભિક્ષા લેવા આવતાં અટકાવ થાય તેથી તેને ષ થાય તથા ગૃહસ્થને ક્રોધ થાય કે, ઘરની સ્ત્રી સાથે એને શું સંબંધ છે. પછી अगुत्ती बंभचेरस्स, इत्थीओ यावि संकण । कुसीलवड्डणं ठाणं दूरओ परिवज्जए ॥५८॥ બ્રહ્મચર્યનું રક્ષણ નહિ થાય. તથા સ્ત્રીઓને તેના ઉપર દૂરાચારની શંકા (અભિલાષા) તેના વિકસ્વર નેત્રો જોવાથી થશે, તેથી ગૃહસ્થના ઘરમાં બેસવું તે દોષો વધારનારૂં જાણીને સાધુઓ તેને દૂરથી તજે, અર્થાત ગૃહસ્થના ઘરમાં ન બેસે. પ૮ ૧ ઉત્તરા.અ. – ૨૭-૩૦ * ૨ સૂત્ર કૃ. ચૂર્ણિ ગા. ૪૫૫ ૩૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy