SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટૂરવૈવાન્નિવસ્થૂત્ર પાંત૨ - માગ 3 છઠું અધ્યયન આશ્રયે રહેલા નાના મોટા અનેક જીવોને દુઃખ થતું જાણીને સાધુ ભગવંતો મન, વચન, કાયાથી અને ત્રણ કરણથી અંકાયની હિંસા આખી જિંદગી સુધી ત્યાગે છે. આ આઠમું સ્થાન થયું. ૨૯-૩૦-૩૧// जायतेयं न इच्छति, पावगं जलइत्तए । तिक्वमन्नयर सत्थं, सबओ वि दुरासयं ॥३२॥ હવે નવમું સ્થાન કહે છે. પૃથ્વી માફક અગ્નિમાં પણ આવો જાણીને તેની રક્ષા કરવી તે કહે છે. જેનાથી તેજ (બળતો પ્રકાશ) થાય તે અગ્નિ છે. તે અગ્નિને મન, વચન, કાયાથી સાધુ બાળે નહિ કારણ કે તે અગ્નિ પોતે બળીને અનેક જીવોને બાળવાનું પાપ કરે છે. તે તીક્ષ્ણ સર્વથી વધારે ભયંકર શસ્ત્ર છે. તે છએ કાયને બધી દિશામાં તીક્ષ્ણ ધારની માફક દુઃખ દે છે. पाईण पडिण वावि, उहुं अणुदिसामवि । अहे दाहिणाओ वा वि, दहे उत्तरओ वि य ॥३३॥ भूयाण एसमाधाओ, हव्ववाहो न संसओ। त पईव-पयावट्ठा, संजया किचि नाउरभे ॥३४॥ પૂર્વમાં પશ્ચિમમાં અથવા ઊંચી નીચી તથા ખુણામાં અથવા ઉત્તર દક્ષિણમાં પણ બધા જીવોનો તે હવ્યવાહ (અગ્નિ) ઘાતક છે એટલા માટે સાધુઓ દીવો અથવા રાંધવાના કંઈપણ કામનો આરંભ ન કરે. ૩૩-૩૪ો. तम्हा एवं वियाणित्ता, दोस दोग्गड़बड्डण । तेउकायसमारंभ, जावज्जीवाए वज्जए ॥३५॥ એટલા માટે દુર્ગતિ આપનાર દોષોને જાણીને સાધુએ આખી જિંદગી સુધી અગ્નિકાયનો આરંભ છોડવો. રૂપી अनिलस्स समारंभ, बुद्धा मन्नति तारिस । सावज्जबहुलं चेय, नेयं ताईहि सेवियं ॥३६॥ હવે દસમું સ્થાન કહે છે. વાયુમાં પણ અસંખ્યાત જીવો છે. તેથી પંખા વડે કે કપડાના છેડા વડે તેનો સમારંભ કરવા ઇચ્છતા નથી. કારણ કે તીર્થકરો એવું કેવળજ્ઞાનથી જાણે છે કે અગ્નિ માફક વાયુનો સમારંભ પણ જીવોનો ઘાતક છે. તેથી તેનું સેવન કરવું યોગ્ય નથી. માટે સાધુએ પણ વાયુનો સમારંભ ન કરવો. ૩૬/ तालियंटेण पत्तेण, साहाविहुयणेण वा । न ते वीइउमिच्छंति, वीआवेऊण वा परं ॥३७॥ તે પવનનો આરંભ તાડના પંખાથી તથા પાંદડાથી જેનું સ્વરૂપ ચોથા અધ્યયનમાં બતાવ્યું છે. તે પ્રમાણે પોતે પંખા વિગેરેથી હવા ખાતા નથી, તેમ બીજાની પાસે પંખો નંખાવતા નથી. તેમ હવા ખાનારની પણ અનુમોદના કરતા નથી. ll૩૭ી ___ज पि वत्थं व पायं वा, कंबलं पायपुछण । न ते वायमुईरति, जयं परिहरंति य ॥३८॥ પોતાના ઉપકરણથી પણ વિરાધના ન કરે તે બતાવે છે. વસ્ત્ર પાત્ર કાંબળ(કામળ) રજોહરણ વિગેરે જે ધર્મોપકરણ છે તેના વડે પણ હવા ખાતા નથી એટલું જ નહિ પણ જો જોરથી પવન ચાલતાં વસ્ત્રનો છેડો વિગેરે હાલતાં હોય તો તેની પણ યતના કરે, બરોબર બાંધી રાખે એટલે વાયુની પોતે ઉદીરણા ન કરે તેમ વસ્ત્રથી પણ વાયુને દુઃખ થવા ન દે. ll૩૮ तम्हा ए यं वियाणित्ता, दोस दोग्गइवड्डण । वाउकायसमारंभ, जावज्जीवाए वज्जए ॥३९॥ ઊપર મુજબ વાયુના સમારંભમાં પણ દોષો જાણીને આખી જિંદગી સુધી સાધુ તેનો સમારંભ તજે. ૩૯ वणस्सई न हिंसति, मणसा वयस कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥४०॥ वणस्सइं विहिसतो, हिंसई उ तदस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥४१॥ तम्हा एवं वियाणिता, दोस दोग्गइवड्डण । वणस्सइसमारंभ, जावज्जीवाए वज्जए ॥४२॥ . હવે અગીઆરમા સ્થાનમાં વનસ્પતિકાયનો આરંભ તજવા કહે છે. પૂર્વ માફક તેમાં દોષો જાણીને સાંધુએ વનસ્પતિકાયનો આરંભ ન કરવો. ટીકા વિશેષ નથી પણ સાદો અર્થ પૂર્વ માફક છે. કે સાધુ ત્રણ કરણ ત્રણ ૩૪ –
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy