SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું અધ્યયન “શ્રી દ્રવાત્મિસૂત્ર પાંતર - માગ ૨ जिणवयणमि परिणए, अवत्यविहिआणुठाणओ धम्मो । सच्छासयप्पयोगा, अत्यो वीसंमओ कामो ॥२६४॥ જિનવચન, હૃદયમાં યોગ્ય રીતે સચવાથી, અવસ્થાને યોગ્ય કર્મ કરવાથી, પોતાની યોગ્યતાને આશ્રયીને દર્શન વિગેરે શ્રાવકની પ્રતિમા અંગીકાર કરવાથી દોષ રહિત વર્તન કરવાથી ધર્મ થાય છે. નિર્મળ વિચારના પ્રયોગથી વિશિષ્ટ લોકથી અને પશ્યના બળથી અર્થ પ્રાપ્તિ થાય છે. તથા યોગ્ય પત્નિના સ્વીકારથી વિચારના મળતાપણાથી કામ, ભોગનું સુખ મળે છે. (વીતરાગના વચનથી સંસારની અસારતા જાણ્યા પછી ચારિત્ર લેવામાં વિઘ્ન આવતું હોય તો ગૃહસ્થ યોગ્ય રીતે ન્યાયથી ધન મેળવે અને સાદાઈથી જિંદગી ગુજારે. ધન મળતાં કે ન મળતાં હર્ષ, શોક ન કરે, તથા ધર્મના સમયમાં ધર્મ કરે તો ધર્મ ને અર્થ બંને અવિરોધીપણે પળાય, તથા સંસારથી ન છૂટવાથી, લુખ્ખા પરિણામે સ્ત્રી સંબંધ કરે તેમાં પણ પર્વ તિથિએ પૌષધ (એક દિવસનું ચારિત્ર) સામાયિક (બે ઘડીનું ચારિત્ર) પ્રતિક્રમણ (દોષોની શુદ્ધિ) કરે તો કામ અને ચારિત્રમાં પણ વિરોધ ન આવે.) પર ૬૪ll धम्मस्स फलं मोक्खो सासयमउलं सिवं अणाबाहं । तमभिप्पेया साहू तम्हा धम्मत्यकाम ति ॥२५॥ હવે નિશ્ચયથી અવિરોધ બતાવે છે. નિર્મળ મનથી ધર્મ સાધનારને મોક્ષ મળે છે. તે મોક્ષ નિત્ય છે, અતુલ્ય છે, પવિત્ર છે, બાધા વિનાનો છે, તે ધર્મ રૂપી અર્થને કામ એટલે ઇચ્છનારા સાધુઓ છે. (ધર્મને ઉત્તમ ધન માનીને તેની જ ઈચ્છા કરવી, તેમાં જ મન, વચન, કાયાને રોકવી તેથી મોક્ષ મેળવે તે સાધુઓ જાણવા.) ર૬પી परलोगु मुत्तिमग्गो, नत्यि हु मोक्खो ति विति अविहिन्लू । सो अत्थि अवितहो, जिणमयंमि पवरो न अन्नत्य ॥२६६॥ | ઊપરની વાતને દૃઢ કરવા કહે છે. કેટલાક અન્ન પુરુષો વિધિને ન જાણતાં કહે છે કે, બીજા જન્મમાં જવાનું નથી. અર્થાત્ પરલોક નથી, તથા મોક્ષનો માર્ગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ નથી, તથા બધાં કર્મથી મૂકાઈ મોક્ષ મેળવવો. તે પણ નથી. આવું જે નાસ્તિકો કહે છે તેમને જૈનાચાર્ય ઉત્તર આપે છે કે વીતરાગના વચનમાં પહેલાં અને પછી કોઈ પણ જાતનો વિરોધ નથી. તેમાં જ પરલોક, મોક્ષનાં સાધન, અને મોક્ષ, એ બધાં સિદ્ધ થાય છે. પણ જેઓ ધર્મના નામે હિંસા કરે છે, અથવા નિત્ય અથવા અનિત્ય એકાંત માની બેઠા છે, તેમને ત્યાં ઊપરની ત્રણ વાતો ઘટતી નથી. આ પ્રમાણે સૂત્રને સ્પર્શ કરનારી કેટલીક નિર્યુક્તિની ગાથાઓ કહી, હવે સૂત્રનો અવસર છે. તેનો આ પ્રમાણે સંબંધ છે, ગયા સૂત્રમાં સાધુઓના આચારના વિષયનું કથન બતાવ્યું, અને હવે તેની મહત્ત્વતા બતાવે છે કે જેવો ચારિત્રનો શુદ્ધાચાર જેને માર્ગમાં બતાવ્યો છે. તેવો જેન સિવાયના કપિલ વિગેરે મતમાં બતાવ્યો નથી, તેથી બીજાને તેવી યોગ્યતા વિના આચરવો બહુ મુશ્કેલ છે. તેથી આ ઉત્તમ સંયમ સ્થાનને વિપુલ સ્થાન ભજનારા ઉત્તમ મુનિને આ જિન મતમાં કહેલો આચાર હોય છે અને તે પ્રમાણે પાળે છે, પણ બીજે તેવાં વચન નથી અને પાળતા પણ નથી. તે સૂત્ર ગાથા ૬ માં નીચે બતાવેલ છે. IFર ૬૬/ सखुडग-वियत्ताणं, वाहियाणं च जे गुणा । अखंड-फुडिआ कायव्वा, तं सुणेह जहा तहा ॥६॥ ક્ષુલ્લક એટલે દ્રવ્ય અને ભાવથી બાળક જેવા તથા વ્યક્ત એટલે દ્રવ્ય ભાવથી વૃદ્ધ પુરુષો બુદ્ધિમાં મંદ તથા વર્તનમાં પણ મંદ તે બાળક કહેવા અને બુદ્ધિમાં નિપુણ અને વર્તનમાં પણ યોગ્યતાવાળા તે વૃદ્ધ કહેવાય) તે બાળ અને વૃદ્ધ, બને તથા રોગી અને નીરોગી બને એ પ્રમાણે ચારેમાં જે ગુણો અખંડ અને અસ્ફટિત છે. અર્થાત જરા પણ દોષ ન લગાડે તો તે અખંડ કહેવાય. અને સર્વ પ્રકારે વિરાધનાને ત્યાગે તો તે અસ્ફટિત કહેવાય, તેને હું કહું છું તે જેમ તમારે કરવાનું છે, તેમ તમે સાંભળો. |૬|| दस अट्ठ य ठाणाई, जाई बालोऽवरज्झई । तत्थ अन्नयरे ठाणे, निग्गथत्ताओ-भस्सई ॥७॥ તે સાધુ જો થોડા અથવા ઘણા દોષો લગાડે તો અગુણ કહેવાય. તે અગુણ દશ અને આઠ મળી કુલ અઢાર છે, તે અસંયમ સ્થાનને સાધુ બાળક બુદ્ધિએ કોઈપણ સેવે તો ભ્રષ્ટ થાય છે. એટલે સાધુપણાથી દૂર થાય છે. તે વાત ૨૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy