SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ છઠું અધ્યયન હવે સૂત્ર સ્પર્શ કરનાર નિયુક્તિ વડે સ્પષ્ટ કરે છે. કા. "અકા કાના માવતરુલઉં (T) ગા મળવાઈ તેહિંમત્રતા, સેવંત ન હોદ જો અમનો ર૬ળા અઢાર સ્થાનોને આ આચાર કથામાં તીર્થકરે કહ્યાં છે. તેમાંનું એક પણ અસંયમસ્થાન સાધુ અંગીકાર કરે તો તે સાધુપણામાં રહી શકે નહિ. હવે તે સ્થાન ક્યા છે?તે નિયુક્તિકાર કહે છે. ર૬૭ वयछक्कं कायछक्क, अकुप्पो गिहिभायणं । पलियंकनिसेज्जा य, सिणाण सोहवजणं ॥२६८॥ . જીવ હિંસાથી દૂર રહેવું, વિગેરે પંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રી ભોજન ન કરવું. એ છ વ્રતો છે, તથા પૃથ્વીકાયથી ત્રસકાય સુધી છ કાયની રક્ષા કરવી. તથા નવા શિષ્યને વડી દીક્ષા આપતાં જે કહ્યું છે તે હવે પછીથી કહેશે. તથા કાંસા વિગેરેનું ગુહસ્થનું વાસણ વાપરવું. પલંગ તે સવામાં વાપરે, તથા ગૃહસ્થના ઘરે નિષ્કારણ બેસવું (ગૃહસ્થની માફક ઘરબાર કરીને રહેવું) તથા સ્નાન તે શરીરના થોડા ભાગમાં અથવા આખું શરીર ધોવું. તે તથા શરીરને શોભાયમાન કરવું, આ બધાનો પરમાર્થ એ છે કે સાધુપણામાં રહેવા માટે છ વ્રત પાળવાં છ કાયની રક્ષા કરવી. સાધુને યોગ્ય આહાર, વસ્ત્ર વિગેરે લેવાં, તથા ગૃહસ્થનાં વાસણ ન વાપરવાં. ગૃહસ્થના ઘરે ન બેસવું, તથા સ્નાન કરવું નહિ, તથા વાળ ઓળવા વિગેરે શરીરની શોભા ન કરવી. આ અઢાર બાબતો જો ન પાળે તો સાધુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. ર૬૮. तथिम पढम ठाण, महावीरेण देसियं । अहिंसा निउणा दिट्ठा, सबभूएसु संजमो ॥८॥ પ્રથમ હિંસાનું સ્વરૂપ બતાવે છે. પૂર્વે કહેલા અઢાર ગુણો ન પાળે તો ભ્રષ્ટ થાય છે. એવું જિનેશ્વરે કહ્યું તેમાં હિંસાથી દૂર રહેવું, તે અહિંસા છે. સાધુએ આધાકદિ આહાર પણ ન લેવો. તેમાં પણ સૂક્ષ્મ હિંસા લાગે છે. તેથી પોતે આધાકર્મી આહાર ન ખાય, ન ખવડાવે અને ખાનારને ભલો જાણે નહિ તો તે અહિંસા કહેવાય. તે પ્રમાણે પાળે તે સંયમ કહેવાય. તેવું જિનેશ્વરે કહ્યું છે. સર્વ ભૂતોની રક્ષા કરવાનું જૈન ધર્મમાં છે. પણ બીજે તેવું જીવ રક્ષાનું કર્તવ્ય નથી. કારણ કે તેઓ તેમના માટે રાંધેલું ખાય છે. આ અહિંસા નિપુણ છે. કારણ કે સાધુ આધાકર્મ આહારને ત્યાગે છે. આ શાસ્ત્રમાં જ છે. એમ નહિ પણ સર્વજ્ઞ ભગવાન સાક્ષાત્ દેખે છે. હવે વધારે ખુલાસાથી કહે છે. II૮|| जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि पायए ॥९॥ જગતમાં જેટલા જીવો છે, તેમાં ત્રસ અને સ્થાવર એવા બે ભેદ છે. તે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે માનવા, અને એમને જાણીને રાગદ્વેષથી અથવા અજાણપણામાં પ્રમાદથી હણે નહિ. બીજા પાસે હણાવે નહિ તથા બીજો કોઈ હણતો હોય તો તેની પ્રશંસા ન કરે. એટલા માટે અહિંસાને નિપુણ (સુંદર) જિનેશ્વરે સાક્ષાત્ દેખી છે. આ અહિંસા સુંદર શા માટે છે તે બતાવે છે.all सब(सब्बे)जीवा वि इच्छति, जीविउ । मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गथा वज्जयति " ॥१०॥ ૧ અઢાર સ્થાન (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (૬) રાત્રિભોજન ત્યાગ (૭) પૃથ્વીકાય રક્ષા (૮) અપૂકાય રક્ષા (૯) તેઉકાય રક્ષા (૧૦) વાયુકાય રક્ષા (૧૧) વનસ્પતિકાય રક્ષા (૧૨) ત્રસકાય.રક્ષા (૧૩) અકથ્યનો ત્યાગ (૧૪) ગૃહસ્થના ભાજનનો ત્યાગ (૧૫) પત્યેક આદિનો ત્યાગ (૧૬) ગૃહસ્થના ઘરે નિષ્કારણ બેસવાનો ત્યાગ (ઘર આદિનો ત્યાગ) (૧૭) સ્નાન ન કરવું (૧૮) વિભૂષા ન કરવી A સમવાયાંગ ૧૮ B અ.રા.કોષ ભાગ-૧, પૃ. ૨૫૦; ૨'શ્રમણ પાક્ષિક અતિચાર ૩૦.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy