SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું અધ્યયન શ્રી વ૨ાવાનિસૂત્ર ભાષાંતર - ભાગ રૂ ત્રણ પ્રકારે સ્થાવર અર્થ અને બે પ્રકારે પદાર્થ તથા દશ પ્રકારે ચોપગાં અર્થ તથા અનેક પ્રકારે કુષ્ય અર્થ છે. આ બધાને ખુલાસાથી હવે કહેશે. II૨૫૧ धन्नाई चउव्वीसं जव १ गोहुम २ सालि २ वीहि ४ सट्ठीआ ५ । कोद्दव ६ अणुया ७ कंगू ८ रालग ९ तिल १० मुग्ग ११ मासा १२ य ॥ २५२॥ अयसि १३ हरिमन्थ १४ तिउडग १५ निप्फाव १६ सिलिंद १७ रायमासा १८ अ । इक्यू १९ मसूर २० तुवरी २१ कुलत्थ २२ तह २३ धन्नगकलाया २४ ॥२५३॥ ચોવીસ પ્રકારનાં ધાન્ય (૧) જવ (૨) ઘઉં (૩) ચોખા (શાલિ) (૪) ડાંગર (વ્રીહિ) (૫) સાઠી ચોખા (૬) કોદરા (૭) અણુંકા (બાવટો) (૮) કાંગ (૯) રાલગ (કાંગની એક જાત) (૧૦) તલ (૧૧) મગ (૧૨) અડદ (૧૩) અળસી (૧૪) કાળા ચણા (૧૫) ત્રિપુટક (તિઉણ/ખેસારી) (૧૬) નિષ્પાવ (વાલ) (૧૭) શિલિંદ (મઠ) (૧૮) રાજ માષા (ચોળા) (૧૯) ઈક્ષુ (શેરડી) (૨૦) મસુર (૨૧) તુવે૨ (૨૨) કુલથી (૨૩) ધાણા (૨૪) કલાયક (વટાણા) એ પ્રમાણે ચોવીસ પ્રકારના અનાજ છે. II૨૫૨-૨૫૩॥ रयणाणि चउव्वीसं सुवण्णतउतंबरययलोहाई । सीसगहिरण्णपासाणवइरमणिमोत्ति अपवालं ॥ २५४ ॥ संखो तिणिसागुरुचंदणाणि वत्थामिलाणि कट्ठाणि । तह चम्मदंतवाला गंधा दव्वोसहाई च ॥२५५॥ ચોવીસ પ્રકારના રત્નો તે નીચે મુજબ છે. (૧) સોનું (૨) તરવું (૩) તાંબુ (૪) ચાંદી (૫) લોઢું (૬) સીસું (૭) હિરણ્ય (રૂપિયો વિગેરે) (૮) પાષાણ (પન્ના માણેક) (૯) હીરો (૧૦) ચંદન (૧૧) મણી (૧૨) મોતી (૧૩) પરવાળાં (૧૪) શંખ (૧૫) તિનિસ (એકજાતનું વૃક્ષ) (૧૬) અગરૂ વિગેરે (૧૭) વસ્ત્ર (૧૮) અમિલ (ઊનનાં વસ્ત્રો) (૧૯) કાષ્ઠ (ઉત્તમ જાતનું લાકડું) (૨૦) ચર્મ (તે સિંહ વિગેરેનાં ચામડાં) (૨૧) હાથી વિગેરેના દાંત (૨૨) ચમરી ગાય વિગેરેના બાલ (૨૩) સુગંધ (૨૪) પી૫૨ વિગેરે દ્રવ્ય ઔષધ છે (અગરૂ તથા ચંદન જુદાં છે તેથી ૧૦ નંબરમાં બતાવ્યું છે.) II૨૫૪-૨૫૫॥ भुमी घरा य तरुगण, तिविहं पुण थावरं मुणेअव्वं । चक्कारबद्धमाणुस, दुविहं पुण होइ दुपयं तु ॥ २५६ ॥ સ્થાવર આદિ વિભાગ કહે છે. જમીન, ઘર, ઝાડ એમ ત્રણ પ્રકારે છે. (મૂળમાં પુન: શબ્દ છે. તેથી એમ જાણવું કે તે દરેકમાં ઘણા ભેદ રહેલા છે.) જેમ કે જમીનમાં ખેતરો છે. અને તે ખેતર સેતુ તે વરસાદથી ખેડાય અને કેતુ તે પાણી પાઈને ખેડાય તથા સેતુ કેતુ તે બંને રીતે પાણી લે તથા ઘર તે ત્રણ પ્રકારનાં છે. જેમ કે જમીનમાં ખોદેલાં (ભોંયરાં) તથા જમીન ઊપર તે માળ વાળાં અને તે બંને જાતનાં નીચે ભોંયરૂં અને ઊપર માળ તથા ઝાડમાં પણ અનેક પ્રકારના ભેદો છે. જેમ કે નાળિયેર, આંબા વિગેરેના બગીચા છે. તથા ચક્રઆરાથી બાંધેલું તે (પૈડાવાળુ) ગાડાં વિગેરે તથા મનુષ્ય તે દાસ દાસી વિગેરે એ બે પગવાળાં જાણવાં ૨૫૬॥ તે गावी महिसी उट्ठा, अयएलग आस आसतरगा अ । घोडग गद्दह हत्थी, चउप्पयं होड़ दसहा उ ॥ २५७॥ ગાય, ભેંસ, ઉંટ, બકરી, ઘેટું (વાલહીક દેસના જાતવાન ઘોડા) તે અશ્વ કહેવાય તથા ઘણા જોરથી દોડે તે અશ્વતર (ખચ્ચર) કહેવાય અને બાકી બધા ઘોડા કહેવાય ગધેડા, અને હાથી એમ દસ પ્રકારે ચોપગાં જાણવાં. ૨૫૭ના 'नाणाविहोवगरणं, णेगविहं कुप्पलक्खणं होइ । एसो अत्यो भणिओ, छव्विह चउसट्टिभेओ उ ॥२५८॥ જુદી જુદી જાતના ઉપકરણ જેમ કે તાંબાનો કળશ કડીલ (દીવો) વિગેરે ઉપકરણ છે. તે કુખ્ય છે. આ પ્રમાણે ધાન્ય, રત્ન, સ્થાવર, બે પગાં, ચોપગાં અને કુષ્ય તેના અનુક્રમે ભેદ આ પ્રમાણે છે. ધાન્યના ચોવીસ ભેદ છે. રત્નના ચોવીસ ભેદ છે. સ્થાવરના ત્રણ ભેદ છે. તથા બેપૈડાંવાળાનો એક ભેદ અને બે પગવાળાંનો એક ભેદ ૧ આવ. ચૂ. ભા-૨, પૃ. ૨૯૨ ૨૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy