SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું અધ્યયન श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ अथ महाचारकथाख्य षष्ठमध्ययनम् । (ધર્મ-ત્ય-શ્રામ કથા ) અથ છઠું અધ્યયન “મહાચાર કથા નામનું છઠ્ઠું અધ્યયન” હવે કહે છે. તેનો પૂર્વના અધ્યયન સાથે આ સંબંધ છે કે ગયા અધ્યયનમાં સાધુની ભિક્ષાની વિશુદ્ધિ બતાવી અને અહીંયાં ગોચરીમાં ગએલા સાધુએ પોતાનો આચાર મોટા માણસોએ પૂછયું હોય. અને પોતે જાણતો હોય તો પણ ત્યાં વિસ્તારથી કહેવું નહિ. પણ કહેવું કે ગુરુ મહારાજ ઉપાશ્રયમાં કહેશે. તેજ અહીં કહે છે કે ગોચરીમાં ગએલો સાધુ ક્યાંય પણ બેસે નહિ. તેમ બેસીને કથા પણ સાધુ વિસ્તારથી ન કહે. તેથી પાંચમા છઠ્ઠા અધ્યયનનો આ સંબંધ થયો તેના અનુયોગ દ્વારનો ઉપચાસ વર્ણન) પૂર્વ માફક જાણવો તથા નામ નિષ્પન્ન નિક્ષેપો આવે ત્યાં મહાચાર કથા નામ જાણવું અને પૂર્વે તે તત્ત્વથી બતાવ્યું છે તેથી અહીં ટૂંકાણમાં કહે છે. ' जो पुब्बिं उदिट्ठो, आयारो सो अहीणमइरित्तो । सच्चेव य होइ कहा, आयारकहाए महईए ॥२४५॥ પૂર્વે ત્રીજા અધ્યયનમાં આચારનું વર્ણન કહેલું છે તે જ્ઞાનાચાર વિગેરે પાંચ પ્રકારના છે. તે સર્વ અહીં વિસ્તારથી કહેવું, અને તે ત્રીજા અધ્યયનમાં ક્ષુલ્લક આચાર કથા હતી અને અત્રે મહાચાર કથા છે. તેથી કથાનું વર્ણન પણ આક્ષેપણી વિગેરે છે. તે કહેવું અને પૂર્વે ક્ષુલ્લક (નાનો) તેનાથી ઉલટો મહત્ (મોટો) તેનું વર્ણન કરવું. એટલે ત્યાં નાની આચાર કથા અને અહીં મોટી આચાર કથા જાણવી, નામ નિષ્પન્ન નિક્ષેપાનું વર્ણન કર્યું. બીજો વિસ્તાર પૂર્વ માફક જાણવો હવે સૂત્ર અનુગમમાં અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર બોલવું તે આ પ્રમાણે, ર૪પી ___ नाणदसणसंपन्नं, संजमे य तवे रयं । गणिमागमसंपन्न, उज्जाणम्मि समोसढ॥१॥ જ્ઞાન તે શ્રત જ્ઞાન વિગેરે છે. દર્શન તે ક્ષાયોપશમિકાદિ એ બંનેથી યુક્ત તથા પાંચ આશ્રવથી રહિત સંયમમાં તથા તપસ્યામાં લીન એવા તથા સાધુ સમુદાયથી યુક્ત તે ગણી આચાર્ય હોય. વળી તે વિશિષ્ટ સત્ર ભણેલા હોય, એવા સદાચારી પંડિત આચાર્ય ઉદ્યાનમાં આવેલા હોય, તે ધર્મ ઉપદેશ આપતા હોય (મૂળસૂત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી આગમ કહ્યું એ બન્ને એક છે. છતાં જુદા જુદા એટલા માટે મૂક્યા છે કે તેમનું જ્ઞાન વધારે આગમો ભણવાથી નિપુણ બુદ્ધિવાળું છે. અને ઉદ્યાન કહેવાનું કારણ એ છે કે શહેર કરતાં ઉદ્યાનમાં સાધુને વધારે નિવૃત્તિ રહે છે. પણ તે સાધુને ઉચિત હોવું જોઈએ.) II૧/l. रायाणो रायमच्या य, माहणा अदुव खत्तिया । पुच्छति निहुयंडप्पाणो, कह भे आयारगोयरो? ॥२॥ ‘તેવા ઉત્તમ ગુરુને આવેલા સાંભળીને, તેમની પાસે રાજાઓ, રાજ્યના પ્રધાનો, બ્રાહ્મણો, ક્ષત્રિયો અથવા શેઠીયાઓ આત્માને સ્થિર કરી હાથ જોડીને પૂછે કે હે ગુરુવર! ક્રિયાકલાપ (આચાર) શું છે? તે કહો. III तेसिं सो निहुओ दंतो, सव्वभूयसुहावहो । सिक्खाए सुसमाउत्तो, आयक्खड़ वियक्वणो ॥३॥ તે સમયે તે આવેલા ભક્તો આગળ ધર્મકાયને સ્થિર કરી નિશ્ચલ રહી. ઇન્દ્રિયો તથા મનને દમન કરીને સર્વ જીવોને સુખ આપનાર ગ્રહણ અને આસેવન એટલે ગુરુ પાસે પ્રથમ આચાર સાંભળવા. અને પછી વર્તનમાં ૧ A જીવાભિ-સૂ. ૨૫૮ B સમવાયાંગ - ૧૧૭ વૃ. ૨ સ્થા. ૮-૩/૬૫૧ ૩ A સૂત્ર કુ. શ્રત – ૧ B આવ. ચૂ, ભાગ-૨, પૃ. ૧૫૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy