SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઢરવિહૂત્ર માંત૨ - ભાગ ૨ પાંચમું અધ્યયન बहुं परपरे अत्थि, विविहं खाइम-साइमं । न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥२७॥ ગૃહસ્થના ઘરમાં ઘણી ચીજો પડેલી હોય છે. અનેક પ્રકારનાં ખાનપાન વિગેરે હોય છે. છતાં ગૃહસ્થ ન આપે અથવા ઓછું આપે તો વિદ્વાન સાધુએ ક્રોધ ન કરવો. કારણ કે, તે આપનારની મરજી ઉપર છે. ર૭ી. सयणाउडसणवत्थं वा, भत्तं-पाणं व संजए । अदंतस्स न कुप्पिज्जा, पच्चक्खे वि य दीसओ ॥२८॥ ગૃહસ્થના ઘરમાં સંથારીઊં (સૂવાનું પાથરણું) આસન વસ્ત્ર અથવા ખાનપાન વિગેરે પ્રત્યક્ષ દેખાતી ચીજો હોય અને તે સાધુ માંગણી કરે છતાં ઘરવાળો ન આપે તો સાધુએ ક્રોધ ન કરવો. ll૨૮ इत्थियं पुरिसं वावि, डहरं वा महल्लगं । वंदमाणं न जाएज्जा, नो य णं फरुसं वए ॥२९॥ સ્ત્રી, પુરુષ, નપુંસક અથવા નાનું મોટું માણસ સાધુને નમસ્કાર કરે તો તેને ભક્ત જાણીને તેની પાસે કોઈપણ વસ્તુની માંગણી ન કરવી કદાચ વસ્તુની જરૂર પડે અને માંગણી કરી હોય, છતાં તે ગૃહસ્થ ન આપે તો તેને કડવાં વચનો ન કહેવાં. //ર૯ . जे न वंदे न से कुप्पे, वंदिओ न समुक्कसे । एवमन्नेसमाणस्स, सामण्णमणुचिट्ठई ॥३०॥ - કોઈ નમસ્કાર ન કરે તો તેના ઉપર ક્રોધ ન કરવો. તથા રાજા વિગેરે મોટો માણસ નમસ્કાર કરે તો - અહંકાર ન કરવો. એવો જે સમપરિણામ રાખે તો તેને ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાથી અખંડ સાધુપણું પ્રાપ્ત થાય. [૩૦]. . सिया एगइओ लद्धं, लोभेण विणिगूहई । मा मेय दाइयं सत, दळूणं सयमायए ॥३१॥ ગોચરમાં ઉત્તમ વસ્તુ આવી હોય તો લોભી થઈને પાતરામાં છુપાવવી નહિ પણ ગુરુના જોવામાં આવે, તેવી રીતે રાખવી કે ગુરુ વિગેરેને લેવી હોય, તો કામ લાગે. ll૩૧// अत्तगुरुओ लुद्धो, बहुं पावं पकुम्बई । दुत्तोसओ य से(सो) होइ, नेवाण च न गच्छई ॥३२॥ જો સાધુ લોભીઓ થઈને પોતાના માટે છુપાવે તો તે પછી ઘણા પાપ કરે છે. અને તેને કોઈ દિવસ સંતોષ ન થાય. અને તેથી ધીરજ ન રહેવાથી તે મોક્ષ પણ પ્રાપ્ત ન કરી શકે. ૩૨ // सिया एगइओ लद्ध, विविहं पाण-भोयणं । भद्दगं भद्दगं भोच्या, विवण्ण विरसमाहरे ॥३३॥ " અથવા ગોચરીથી આવતાં રસ્તામાં સારો સારો આહાર ખાઈ લે. અને પછી બીજાને ખાવા માટે અથવા બીજાને બતાવવા માટે થોડું નીરસ ભોજન લાવે. ૩૭ll जाणतु ता इमे समणा, आययट्ठी अयं मुणी । संतुट्ठो सेवई पंत, लूहवित्ती सुतोसओ ॥३४॥ એથી પોતે એમ સમજે કે મને બીજા સાધુઓ ઉત્તમ માને કે “આ આત્માર્થી સાધુ.” થોડું લખું નીરસ ભોજન ખાઈને સંતોષ માને છે.ll૩૪ો. पूयणट्ठा जसोकामी, माण-सम्माणकामए । बहु पसवई पावं, मायासल्लं च कुव्बई ॥३५॥ આવી રીતે પૂજાવાની ઇચ્છાવાળો ખોટા જસનો ચાહનારો માન સન્માનને ઇચ્છે તે ઘણાં પાપો કરે અને ઘણાં કપટ કરે..૩પી सुरं वा मेरंग वावि, अन्नं वा मज्जग रस । ससक्ख न पिबे भिक्खू, जस सारक्खमप्पणो ॥३६॥ સરા તે જવના આટાનો બનાવેલો દારૂ અથવા મહુડાંનો દારૂ અથવા તેવી બીજી કોઈ નશાવાળી ૧A આચાર ચૂલા ઃ ૧-૬૨ = નિશીથ ઃ ૨-૩૮ ૨'A ચરક પૂ.ભા. સૂત્ર સ્થાન ૩-૧-૨૫ પૃ. ૨૭૩ B સ્થા. ૬-૪૪ ૨૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy