SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન શ્રી દ્રાવાનિસૂત્ર ભાષાંતT - માગ રૂ सालुयं वा विरालियं, कुमुउप्पलनालियं । मुणालियं सासवनालियं, उच्छुखंड अनिवुडं ॥१८॥ શાલુક (કમળ નું કંદ) તથા વિરાલિકા (પર્વવલ્લિ પ્રતિપર્વવલ્લિ પ્રતિપર્વ કંદ પલાશના કંદ) તથા કુમુદની તથા બીજા કમળની નાળ તથા પદ્મનો કંદ તથા સરસવની નાળ (ડાંડલી) અથવા શેરડીનો ટુકડો આ બધા રાંધ્યા વિનાનાં અથવા અચિત્ત ન થયાં હોય, તે સાધુને લેવું ન કલ્પે. ૧૮॥ तरुणगं वा पवालं, रुक्खस्स तणगस्स वा । अन्नस्स वा वि हरियस्स, आमगं परिवज्जए | ॥१९॥ ઉગતા ફળની કુંપળ–પ્રવાલ (કોમળ ડાખળી) શીંગ વિગેરે અથવા ઘાસનાં મીઠાં રાડાં (સાંઠા) અથવા લીલી વનસ્પતિ (મોગરી ડાંડી વિગેરે) જે કંઈ કાચું હોય તે સાધુએ ન લેવું. ૧૯ तरुणियं वा छेवाडिं, आमियं भज्जियं सई । देतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ॥२०॥ તેવી કુમળી શીંગો અથવા મગફળી કાચી રાંધ્યા કે શેક્યા વિનાની હોય અથવા પૂરી શેકી ન હોય અને આપે તો સાધુએ કહેવું કે અમને તેવું લેવું ન ઘટે. II૨૦II तहा कोलमणस्सिन्नं, वेलुयं कासवनालियं । तिलपप्पडगं नीमं, आमगं परिवज्जए ॥२१॥ વંશ બોર કારેલાં (વાંસ અથવા કે૨) શ્રીપરનીનું ફળ (કાશ્યપ નાલિકા) તલપાપડી અથવા વાલની પાપડી અથવા પાકી લીમડાની લીંબોળી આ બધી ચીજો રાંધ્યા અથવા અચિત્ત થયા વિનાની હોય તો લેવી ન કલ્પે॥૨૧॥ तव चालं पिट्ठ, विडं वा तत्तनिव्वुडं । तिलपिट्ठ पूइपिन्नागं, आमगं परिवज्जए ॥२२॥ તેવી રીતે ચોખાનો આટો અથવા કાચું અથવા અર્ધ કાચું પાણી ત્રણવાર ઉકાળ્યા વિનાનું હોય તથા તલનો કૂટેલો ભૂકો હોય અથવા સરસવનો ખોળ આ બધી ચીજો રાંધ્યા વિનાની હોય તો સાધુએ ઉપયોગમાં લેવી નહિ. ।।૨૨।। कविट्ठ माउलिंगं च मूलगं मूलगत्तियं । आमं असत्यपरिणयं, मणसा वि न पत्थए || २३ ॥ કોઠું, બીજોરૂં, મૂળો પાંદડાવાળો તથા એકલું કંદ કાચું હોય અથવા પુરૂં રાંધેલું ન હોય તે મનથી પણ ન ઇચ્છે (અનંતકાય હોવાથી મૂળા વિગેરે સર્વથા છોડવા જોગ છે.)॥૨૩॥ તહેવ તમળિ, લીયમમૂનિ ગાળિયા । વિહેતાં જિયાત ચ, આમાં વિન્ગ! ॥૨૪॥ બોરનું ચુરણ, જવનું ચુરણ તથા હરડાં બેડાંનું ફળ વિગેરે કાચાં હોય અથવા ઠલીઆ સહિત હોય, રાંધ્યા વિનાના હોય તો સાધુએ ન લેવાં. ॥૨૪॥ समुदाणं चरे भिक्खू, कुलं उच्चावयं सया । नीयं कुलमइक्कम्म, ऊसढं नाभिधाए ॥ २५ ॥ સાધુ ઊંચ નીચ ઘરનો તફાવત ન રાખતાં. સમાન પણે રાગદ્વેષ રહિત ગોચરી લે, (દારૂ-માંસવાપરનારા અધમ ઘરોને છોડી) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વિગેરેની ગોચરી સાધુ લે પણ ગરીબ ઘરોને છોડી, શ્રીમંતોના ઘરો શોધતો ન ફરે. ક્યારેક જાય તો પણ તેમાં અપમાન થાય. લોક નિંદા કરે. ॥૨૫॥ अदीणो वित्तिमेसेज्जा, न विसीएज्ज पंडिए । अमुच्छिओ भोयर्णमि, मायण्णे एसणारए ॥२६॥ ગોચરી ફરતાં ન મળે તો ખેદ ન કરે, કદાચ સારૂં ભોજન મળે તો લોભીઓ થઈ વધારે ન લે, પણ ખાવા જેટલું લે. તેમાં સાધુ ઉદ્દગમ ઉત્પાદનાનો પક્ષપાતી હોય અને ગૃહસ્થોને ફરી બનાવવું ન પડે, તેનું ધ્યાન સખે. (એ પ્રમાણે વહોરે.) ૨૬॥ ૧ A સ્થાનાંગ : ૩/૩૪૯ વૃત્તિ B સૂત્ર કૃત. : ૨-૬-૨૬ ૨૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy