SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન શ્રી ૨ાવાનિસૂત્ર માપાંતરે - ભાગ રૂ सेज्जा निसीहियाए, समावन्नो य गोयरे । अयावयट्ठा भोच्या णं, जड़ तेणं न संथरे ॥२॥ શય્યા એટલે સુવાની જગ્યા. તથા નૈષેધિકી એટલે ભણવાની જગ્યા, અથવા બીજો અર્થ આ છે કે શય્યા જ ખરાબ હોય, તો તે તજવાથી શય્યા તે નૈષધિકી કહેવાય છે, તેમાં રહેલા સાધુને ગોચરીમાં પૂરો આહાર ન મળ્યો હોય. અથવા તપસ્વી થોડું થોડું ખાતો હોય તો તેટલાથી તેનો નિર્વાહ ન થાય. અથવા માંદો હોય તો ઓછું ખાય તેથી બીજીવાર ભૂખ લાગે. IIર॥ તો રામુન્ને, મત્ત-નાળ વેસ! । વિધિના પુનવુત્તેન, મેળ ઉત્તરેન ય રૂ૫ 'તો તેવું કારણ આવતાં વેદનાદિ પુષ્ટ આલંબન હોય તો સાધુ બીજીવાર પણ ગોચરી લેવા ચોથી ગાથામાં કહ્યા પ્રમાણે જાય. અન્યથા સાધુને એકવાર જ ગોચરી જવાનું વિધાન છે. II3II कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जेत्ता, काले कालं समायरे ॥४॥ જે કાળમાં ઉચિત હોય, એટલે જે સમયે ગૃહસ્થો જમવા બેઠા હોય, તે સમયે ગોચરી લેવાને માટે સાધુ નીકળે અને ઉચિત કાળમાં ભણવાનું થાય તે સમયમાં પાછો આવી જાય. કહ્યું છે કે – ક્ષેત્ર કાળ અને પાતરા (ગોચરી) ત્રણેને અનુકૂળ ગોચરી જનારને આઠ ભાંગા થાય છે. (એટલે અઢી ગાઉથી દૂર ગોચરી ન જવાય. ખાતાં દિવસ રહે, તેટલો કાળ હોવો જોઈએ. તેવે સમયે તેણે પાછું ફરવું.) અકાળ છોડી દેવો. એટલે જે કાળે ભણવાનું ન થાય, તે અકાળ કહેવાય. તેમાં ગોચરી જવું. બાકી બધું કાર્ય સમયે સમયે ઉચિત કરવાનું છે. અથવાં સર્વ યોગોનો સંગ્રહ કરવા કહે છે, કે ભિક્ષા વખતે ભિક્ષા કરે, અને ભણવાના વખતે ભણવાનું કરે. કહ્યું છે કે, (જોગો જોગો. જિણ સાસણંમિ.) ધર્મના જુદા જુદા વેપારો જિનશાસનમાં કહેલા છે. II૪ अकाले चरसि भिक्खू, कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेस च गरहसि ॥५॥ : અકાળમાં જો ગોચરી જાય તો શું થાય? તે કહે છે. અકાળે ગોચરી જતાં કાળની ખબર ન રાખ્યાથી ગોચરી ન મળતાં પોતે કહેશે કે નિર્ભાગી ગામમાં, જ્યાં ટટી (ઠલ્લે) જવાની જગ્યા છે ત્યાં આહાર ક્યાંથી મળશે? આ પ્રમાણે પોતે ખેદ પામશે. અને ગામની નિંદા કરશે તેથી દીનતા પામીને ભગવાનની આજ્ઞા લોપશે. પ सइ काले चरे भिक्खू, कुज्जा पुरिसकारियं । अलामो ति न सोएज्जा तवो त्ति अहियास ॥ ६ ॥ એટલા માટે અકાળ તજીને કાળમાં ભિક્ષા સમયે સાધુએ ગોચરી જવું. બીજા આચાર્ય કહે છે કે સ્મૃતિકાળ એટલે કે જે સમયમાં ભિક્ષુકોને દેવા લોકો યાદ કરે, તે કાળે સાધુ જાય. જ્યાં સુધી પગમાં શક્તિ હોય ત્યાં સુધી બીજા ઊપર બોજારૂપ ન થતાં પોતે ગોચરી જાય. હવે ગોચરી જતાં ન મળે તો સાધુએ શોક ન કરવો. કારણ કે તેણે તો સુબુદ્ધિએ વીર્યાચારને પાળ્યો છે. તેના માટે ગોચરી જવાનું છે. નહિ કે આહાર લાવવાના માટે, આવું વિચારી શોક ન કરે, પણ આ તપ થયો એમ સમજીને સહન કરે, ઓછું મળે તો ઉત્તોદરી અને ન મળે તો ઉપવાસનો લાભ થયો એમ ચિંતવે. IIF તહેવુબાવવા વાળા, ગત્તકા સમાળવા કે ત(ત) ૩૦ૢય ન ાછેળા, ગવમેવ વચ્ચે ગા હવે ક્ષેત્રની યતના કહે છે. ઊંચા અને નીચા પ્રાણીઓ પશુ પક્ષીઓ બલિ, દાન વિગેરેમાં ભોજન લેવાને માટે આવ્યાં હોય તેની તરફ પોતે ન જાય, કારણ કે તેમને મળતાં અંતરાય થાય અથવા તેમને ભય લાગે માટે પોતે એમને ત્રાસ ન થાય તેવી રીતે યતનાથી ચાલે. I9II गोयरग्गपविट्ठो उ, न निसीएज्ज कत्थई । कहं य न पबंधेज्जा, चिट्ठित्ताण व संजए ॥८॥ ૧ દશા. શુ. : અ. ૮ સૂ. ૨૪૪ ૨ ઓઘનિ.માં જુઓ, અ.રાજેન્દ્ર કોષ ભાગ ૩/૯૭૦ બૃ. ૧૩. ૧૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy