SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વનિક્રૂત્ર મyતજ - મન રૂ પાંચમું અધ્યયન તે વિધિએ પ્રાપ્ત થાય તો તેને ત૭ ભોજન સમજી આપનારની અથવા ભોજનની નિંદા ન કરે, અથવા એમ ન ચિંતવે કે આટલા થોડાથી મારું પેટ શું ભરાશે, અથવા ઘણું છે. પણ ફેંકી દેવા જેવું છે તે ખાધેથી શું? ત્યારે કેવી રીતે ચિંતવે તે કહે છે કે આ લોકોનો મેં કંઈપણ ઉપકાર કર્યો નથી. છતાં મને આપે છે તે સારું છે. તે પ્રમાણે કંઈપણ ગૃહસ્થને ઉપકાર કર્યા વિનાનું જે ભોજન મળે તેવા ભોજનથી જીવવાનું છે, તેથી તે દોષથી રહિત એટલે ભોજન કરતાં જે પાંચ દોષ લાગે છે તે "સંયોજના વિગેરે ન કરતાં રાગદ્વેષ રહિત ખાય. બીજા આચાર્ય એમ કહે છે કે મૂલમાં મુધા જીવી શબ્દ છે. તેનો અર્થ આ છે કે સાધુએ પોતાની ઉત્તમ જાતિ વિગેરે બતાવી ભોજન ન લેવું. ૯૯ll दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोविगच्छति सो(सु)ग्गई ॥१०॥ ति बेमि। पिडेसणाए पढमो उद्देसो समत्तो ॥१॥ શાસ્ત્રકાર મહારાજ કહે છે કે આ પ્રમાણે કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના દાન આપનારા વિરલા હોય છે. તેમજ કોઈપણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના ગોચરી લેનારા પણ વિરલા હોય છે. આ બન્ને મોક્ષમાં જાય છે. કોઈ વખત તે ભવમાં મોક્ષમાં ન જાય તો એક ભવ દેવતાનો કરી મોક્ષમાં જાય છે. અહીં ભાગવતની કથા કહે છે. એક પરિવ્રાજક હતો, તે એક ભગતને ઘેર ગયો, અને કહ્યું કે હું તારે આશરે ચોમાસું રહીશ. પણ રાખનારે કહ્યું કે મારું તમારે કંઈપણ કાર્ય ન કરવું. આ શરતે રહો, પેલાએ તે કબુલ રાખ્યું. ભક્ત પણ તેને ઉચિત થયા ભોજન પાણી વિગેરે આપે છે. એક વખત ભક્તનો ઘોડો ચોરો ચોરી ગયા, પણ દહાડો ઉગી જવાથી તેમણે કાંટાની જાળોમાં મૂકી દીધો. સવારમાં તે પરિવ્રાજક તળાવમાં સ્નાન કરવા ગયો. તેણે ઘોડો દેખ્યો. અને તેણે આવીને ભગતને કહ્યું કે ઘોડો અમુક જગ્યાએ છે. ત્યારે ભગતે કહ્યું કે હવે તારી સેવા કરવાનું ફળ મને અલ્પ મળશે, માટે તું ચાલ્યો જા. (ગૃહસ્થની પીડામાં ત્યાગીને પડવું ઉચિત નથી. તેમણે તો ઈશ્વરના ધ્યાનમાં જ લક્ષ રાખવાનું છે) આ પ્રમાણે વિના લોભે દાન આપનાર થોડા છે. હવે બીજાં દષ્ટાંત કહે છે. એક રાજા ધર્મની પરીક્ષા કરે છે, અને કહે છે કે એવો કયો ધર્મ છે જે સ્વાર્થ વિના ભોજન લે. તેની પરીક્ષા માટે લાડવાનું દાન આપવા નોકરોથી કહેવડાવ્યું. તેથી ઘણા બાવા વિગેરે આવ્યા, ત્યારે રાજાએ પૂછ્યું કે તમે શાથી ખાઓ છો. કોઈએ કહ્યું કે મોટેથી ખાઉં છું, બીજાએ કહ્યું કે પગોથી ખાઉં છું. ત્રીજાએ કહ્યું કે હાથથી ખાઉં છું. ચોથો કહે હું લોકોના ઊપર ઉપકાર કરીને ખાઉં છું. રાજાએ કહ્યું કેવી રીતે? ત્યારે અનુક્રમે બોલ્યા હું કથા કરું છું. હું સંદેશો લઈ જાઉં . હું લેખ લખું છું, હું ભીખ માંગી ખાઉં છું. આ પ્રમાણે બધાના ખુલાસા થયા. છેવટે ક્ષુલ્લકે કહ્યું કે હું તો સંસારનો વૈરાગ્ય થવાથી પરમાત્માનું ધ્યાન કરું છું, પણ કોઈનું કશું કામ કરતો નથી. રાજાએ તેનો ધર્મ સાચો માનીને તેના ગુરુ જે આચાર્ય હતા તેમની પાસે આવીને ધર્મ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આવા વૈરાગ્ય ધારી ભોજન કરનારા જગતમાં વિરલા છે. પિંડેષણા અધ્યયનનો પહેલો ઉદેશ સમાપ્ત થયો.II૧૦૦ રીનો રો – બીજો ઉદ્દેશો पडिग्गहं संलिहिताण, लेवमायाए संजए । दुगंध वा सुगंध वा, सव्वं भुजे न छहए ॥१॥ પહેલા ઉદેશામાં જે વાત ઉપયોગી કહેવાની રહી છે. તે બીજામાં કહે છે. ગોચરી કરતાં પાતરાને બરોબર ભોજન રહિત કરવું, એટલે સુગંધિ હોય, અગર દુર્ગધ હોય તો પણ લેપ રહિત કરવું, તેમાં જરા પણ છાંડવું નહિ. જો છાંડે તો કીડી વિગેરે તેના ઊપર આવી મરી જાય, તેથી સંયમનો ઘાત થાય માટે સાધુએ લેપ મર્યાદા વડે પાતરાને ચાટીને કે અંગુઠાથી ઘસીને સાફ કરવાં. I/II. ૧ પિ.નિ. : ૬૩૮-૬૫૫ ૨A ઓ.ભા. : ૨૮૪-૨૮૯ 3 પિ.નિ. : ૬૪૯ ૧૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy