SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ ‘પછી ‘નમો અરિહંતાણં’ પદ કહી જિનેશ્વરનું સ્તવન ‘લોગસ્સઉજ્જોઅ–ગરે' પૂરો પાઠ મોઢેથી ભણે અને જો પૂર્વે સ્વાધ્યાય (સૂત્ર ભણવું) ન કર્યો હોય તો માંડળીની ઇચ્છાવાળો તેજ કરે, અને બીજા સોબતી સાધુ આવે ત્યાં સુધી રાહ જોઈ ભણે. જો કોઈ તપસ્વી વિગેરે આવ્યો હોય તો તે મુનિ પણ વિશ્રાંતિ લે. II૯૩૫ वीसमतो इमं चिंते, हियमट्ठ लाभमट्ठिओ । जइ मे अणुग्गहं कुज्जा, साहू होज्जामि तारिओ ॥ ९४ ॥ વિશ્રાંતિ લેતો મુનિ આ પ્રમાણે ચિંતવે, કલ્યાણને કરનારૂં હિતકારી, મને લાભ આપનારૂં આ કાર્ય છે કે મારા લાવેલા નિર્દોષ આહારમાંથી બીજા સાધુઓ, મારા ઊપર કૃપા કરીને પોતાનું ઇચ્છિત લે તો હું અશુભ કર્મની નિર્જરા વિગેરેથી ભવ સમુદ્રથી તરીશ. I૯૪][ साहवो तो चियत्तेणं, निमंतेज्ज जहक्कमं । जइ तत्थ केड़ इच्छेज्जा, तेहिं सद्धिं तु भुजए ॥ ९५ ॥ એ પ્રમાણે વિચારીને યોગ્ય વખતે પ્રથમ આચાર્યને આમંત્રણ કરે, જો, તેઓ લે તો ઘણું સારૂં, નહિ તો તેમને પ્રાર્થના કરે કે, જેને જોઈએ તેને આપ આપો, જો તેઓ આપે તો ઠીક, અને એમ કહે કે તું આપ, તો અનુક્રમે ઉત્તમ ગુણોવાળા રત્નાધિકને આપે, અથવા પાઠાંતરમાં બીજા આચાર્ય એમ કહે છે કે લેવાની યોગ્યતાવાળાની અપેક્ષાએ આપે, અથવા બાળક, સાધુ વિગેરેને પ્રાર્થના કરે, તેઓની ઇચ્છા પ્રમાણે તેઓ લે, નહિ તો તે ધર્મ બંધુઓ સાથે પોતે ગોચરી કરે.૯૫ अह कोई न इच्छेज्जा, तओ भुजिज्ज एगओ । आलोए भायणे साहू, जयं अपरिसाडियं ॥ ९६ ॥ જો કોઈ ન લે તો રાગદ્વેષ રહિત થઈને પ્રકાશમાં જઈ ખુલ્લા પાતરામાં માખી વિગેરે જોઈને યતનાથી ઉપયોગ રાખી છાંટો ન પડવા દેતાં પોતે ખાય. ૯૬।। तित्तगं व कडुयं व कसायं, अंबिलं व महुरं लवणं वा । एयलद्धमन्नट्टपउत्तं, महु-घयं व भुज्जेज्ज संजए ॥९७॥ ભોજનની વિધિ કહે છે. તીખું, કડવું, કસાએલું, ખાટું, મીઠું, ખારૂં, જેવું ખાન પાન હોય. તે સૂત્રમાં કહ્યા પ્રમાણે વિધિથી ધરિમાં તેલ લગાડે, તે ન્યાયે મોક્ષને માટે, જેમ કોઈ સાકર, ઘી સ્વાદથી જમે, ખાય, તેમ પોતે ગમે તેવું નીરસ ભોજન હોય, તો પણ સ્વાદથી જમે, પણ શરીરનું રૂપ રંગ વધારવા ભોજન ન કરે. એટલે ડાબી દાઢમાંથી જમણી દાઢમાં પણ સ્વાદ લેવા કોલીઓ ન ખસેડે, છ રસની વસ્તુઓ, તીખું એલુંક, વાલુંક વિગેરે. કડવું, આદુ ઓસામણ, કસાએલું વાલ વિગેરે છે, ખાટું, છાશ, મઠો વિગેરે. મીઠું, દૂધ, સાકર છે, ખારૂં તે નમક વિગેરે સાધને યોગ્ય અચિત્ત હોય તે લે, પણ સ્વાદથી ન વાપરે. II૯૭ अरसं विरसं वावि, सूइयं वा असूइयं । ओल्लं वा जड़ वा सुक्कं, मंथु-कुम्मासभोयणं ॥ ९८ ॥ *અરસ એટલે હિંગ વિગેરેથી સ્વાદિષ્ટ ન કર્યું હોય તે, વિરસ એટલે સ્વાદ રહિત થઈ ગએલું. સૂચિત તે શાક યુક્ત, અથવા શાક વિગેરેથી રહિત તે અસૂચિત. અથવા પાઠાંતરમાં બીજા આચાર્ય કહે છે કે કહીને આપે, અથવા કહ્યા વગર આપે, તે સૂચિત, અસૂચિત છે, અથવા ઘણા શાકવાળું ભોજન તે આર્દ્ર છે, અથવા તદ્દન શાક વિનાનું સુકું હોય, અથવા મંથુ એટલે બોરનો ચુરો, અથવા અડદ, અથવા ચોળા બાફેલા હોય.II૯૮॥ उप्पन्नं नाइहीलेज्जा, अप्पं वा बहु फासुयं । मुहालद्धं मुहाजीवी, भुज्जेज्जा दोसवज्जियं ॥ ९९ ॥ ૧ ઓ.નિ. : ૫૨૧ ૨૮ ઓ.નિ. : ગા. ૫૨૩-૫૨૫ ૩ A ભગવતી સૂત્ર : ૭-૧-૨૧/૨૪ ૪ ૮ ઓ.નિ. : ૫૯૩/૫૮૭-૫૮૮ B ઉ. : ૧-૩૫ B ઉત્તરા.અ. : ૨૬/૩૨ ૩ ઓ.નિ. : ૫૭૧-૫૭૨ ૮ ઓ.નિ. : ૧૯૩ c ઉત્તરા. : ૮/૧૨/૨૫ ૧૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy