SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફરાવેાનિસૂત્ર ભાષાંતરે - માળ રૂ પાંચમું અધ્યયન માંસનો લોચો જાણી ઉપાડી પણ જાય તો તેનો દોષ સાધુને લાગે, I૪૨ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥४३॥ માટે ઊપર બતાવેલા દોષોને સમજી સાધુએ ત્યાં આહાર પાણી બાઈ આપતી હોય તો પણ બાળકવાળી બાઈ પાસેથી ન લેવું. અને કહેવું કે અમને તેવું ન કલ્પે. I૪૩૫ जं भवे भत्तपाणं तु, कप्पाऽकप्पंमि संकियं । देतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिस ॥ ४४ ॥ 'આ બધી શીખામણ આપીને આચાર્ય મહારાજ કહે છે કે સાધુઓએ વિચાર કરીને કોઈપણ જીવને પીડા ન થાય તેવી રીતે યોગ્ય આહાર હોય તો લેવો, પણ લેવા યોગ્ય હોય તથા આ સાધુના માટે બનાવ્યું છે, એવી શંકા પણ પડે તો કહેવું કે અમને આ લેવું ન કલ્પ. ૪૪૫ ગવારÇળ(રે) વિદિષ્ટ, નીસાર પીપળ્ યા । જોઢેળ વાલિ તેવેન, સિત્તેમેન વ્ હેબર્ફ ॥૪॥ આપવાની વસ્તુ જે વાસણમાં હોય તેના ઊપર કાચા પાણીનો ઘડો મૂક્યો હોય અથવા પીસવાના પથરાથી ઢાંકેલું હોય, અથવા મોટું પાટીયું હોય, અથવા વાટવાનો પથરો હોય, અથવા માટીના લેપ વડે તે વાસણ મજબુત કરેલું હોય અથવા લાખથી અથવા બીજા કોઈપણ પદાર્થથી બંધ કરેલું હોય તો તેમાંથી ન લેવું. I૪૫ तं च उम्मिंदिउ देज्जा, समणट्ठाए व दायए । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥४६॥ તે વાસણને ભેદીને અથવા ઊપર બતાવેલી વસ્તુ મૂકેલી હોય તો તે બાઈ આપે તો પણ લેવું ન કહ્યું. ( તેમાં દોષ આ પ્રમાણે છે. કાચા પાણીના ઘડાથી પાણીના જીવોને દુ:ખ થાય, તથા ભારે વસ્તુ ખસેડતાં બાઈનો હાથ પગ ભાંગે તથા લેપ કરેલી વસ્તુ ઊખેડતાં, પાછી ચોંટાડતાં સાધુને ક્રિયા દોષ લાગે માટે તે ન લે. પણ ગૃહસ્થે પોતાના માટે પૂર્વે વાસણ ઊઘાડ્યું હોય તો લેવું કલ્પ). I૪૬॥ असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा दाणट्ठा पगडं इमं ॥४७॥ અશન (ભાત વિગેરે) પાનક. (પીવાના પદાર્થ) ખાદ્ય (લાડુ વિગેરે) અને સ્વાદ્ય (બાળ હરડે વિગેરે) અથવા ખારો અજમો વિગેરે છે. તે પદાર્થ કોઈ આપે, પણ એમ જાણે કે આ દાન આપવા માટે બનાવ્યાં છે તે ન લે. II૪૭।। તેં નવે (તારિસ) રત્તવાન તુ, મંગયાન અબિય । વેંતિય પડિયાએ, ન મે જબ્બરૂ તારાં ૫૪૮૫ આવું ખાન પાન વિગેરે સાધુઓને લેવું અયોગ્ય છે. માટે આપના૨ બાઈને કહેવું કે અમને તેવું લેવું ન ઘટે. ૪૮॥ असणं पाणगं वावि खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥ ४९ ॥ એજ પ્રમાણે ચારે પ્રકારનો આહાર, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પોતે જાણે અથવા સાંભળે કે, આ પુણ્યના માટે કરેલ છે, તો સાધુઓને તેમાંથી લેવું ન કલ્પે. પ્રશ્ન-જો આમ હોય તો ઉત્તમ કુળોમાં, મોટા ઘરોમાં આહાર લેવા ન જવું, કારણ કે ત્યાં પુણ્યના માટે જ રસોઈ ક૨વામાં આવે છે, કારણ કે મોટા પુરુષો પિતૃકર્મ (શ્રાદ્ધ) વિગેરેની રસોઈ સિવાય તુચ્છ માણસની માફક થોડી રસોઈ બનાવતા નથી પણ સંત પુરુષોને આપવા નિમિત્તે જ વધારે રસોઈ બનાવે છે. આચાર્યનો ઉત્ત૨-અમારો અભિપ્રાય તમે જાણ્યો નથી. અમારૂં કહેવું એમ છે ૧ પિંડ નિ. ગા. ૨૯-૫૩૦ ૨ A પિંડ નિ. ગા. ૩૪૭ ૩ આચા. ચૂલા. ૧૧૯૦-૯૧ ૩ 4 સ્થા. ૫–૨૦૦ વૃત્તિ B ચાર પ્રકારના આહારની વ્યાખ્યા માટે આવ.નિ. ગા. ૧૫૮૭–૮૮ જોવી. ૧૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy