SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટ્રાવેત્મિકઝૂત્ર આપત૨ - મન રૂ પાંચમું અધ્યયન તથા વધેલું થોડું દ્રવ્ય હોય એવું સાધુને લેવું ઉત્તમ છે એટલે બાઈ જે આપનાર હોય, તેણે પોતાના ઘર માટે હાથ ખરડ્યા હોય, તથા વાસણ ખરડ્યું હોય અને તે વાસણમાં વહોરાવ્યા પછી થોડી વસ્તુ રહી હોય તેમ વહોરવું પણ તેમ ન હોય તો સાધુએ વહોરાવવાના વાસણમાંથી બધું ન લેવું, થોડું પણ રહેવા દેવું, કે સાધુ માટે વાસણ ધોવાનો દોષ ન લાગે, li૩૬ો. दोह(दुण्ह) तु भुजमाणाणं, एगो तत्थ निमतए । दिज्जमाणं न इच्छेज्जा, छंद से पडिलेहए ॥३॥ બે માણસ રસોઈના માલીક છે તે જમવા બેઠા છે, તેમાં એક માણસ સાધુને આપવા બોલાવે તો સાધુ એ તે વસ્તુ લેવી નહિ પણ બીજાની દૃષ્ટિ તથા શરીરના વિકારથી જાણે કે તે આપવા ઇચ્છે છે કે નહિ જો તેની સ્નેહાલ દૃષ્ટિ હોય તો લેવી. ૩૭ll दोह(दुण्ह)तु भुजमाणाण, दोऽवि तत्थ निमंतए । दिज्जमाण पडिच्छेउजा, जं तत्थेसणियं भवे ॥३८॥ બે માણસ જમવા બેઠા હોય અને બન્ને આમંત્રણ કરે તો અચિત્ત વસ્તુ હોય તો તેવી કલ્પ. ભુજિ ધાતુ ભોગવવાના અને ખાવાના બન્ને અર્થમાં વપરાય છે તે જમતા હોય અથવા બીજાને જમાડતા હોય તો બન્ને માલીક પાસેથી તેમની ઇચ્છા અનુસાર લેવું, ૩૮ गुब्बिणीए उवन्नत्थ, विविहं पाण-भोयणं । भुज्जमाणं विवज्जेज्जा, भुत्तसेस पडिच्छए ॥३९॥ બાઈ ગર્ભવતી હોય તેના માટે બનાવેલું હોય તેવું અનેક પ્રકારનું ખાવાનું પીવાનું હોય તે ન લેવું, પણ તે તેનું વાપરી રહ્યા પછી વહોરાવે તો લેવું કહ્યું, li૩૯ાા . सिया य समणट्ठाए, गुब्विणी कालमासिणी । उट्ठिआ वा निसीएज्जा, निसन्ना वा पुणुट्ठए ॥४०॥ - સાધુના માટે પૂરા માસ થએલી ગર્ભવાલી બાઈ બેઠેલી ઉભી થાય અથવા વહોરાવવા ઇચ્છે અથવા ઉભેલી હોય અને બેસી જાય અથવા બેઠેલી ફરીથી ઉઠે તો તેના હાથનું લેવું ન ખપે. ION - तं भवे भत्तपाणं तु, संजयाणं अकप्पियं । देतियं पडियाइक्ने, न मे कप्पड़ तारिस ॥४१॥ કારણ કે તેનું વહોરાવેલું ખાવાપીવાનું અચિત્ત હોય તે પણ ગર્ભને તથા બાઈને પીડાનું કારણ જાણી સાધુને લેવું ન કલ્પે પણ આટલો ભેદ છે કે દાન આપનાર ઘરમાં બીજા કોઈ ન હોય તો બાઈ હાલ્યા ચાલ્યા વિના ત્યાં બેસીને જ દાન આપે તો સ્થવિર કલ્પીને લેવું ઘટે પણ જિનકલ્પી મનિને જ્યારથી ગર્ભ રહે ત્યારથી તે છેવટ સુધી પણ લેવું ન ઘટે આવો સંપ્રદાય છે, તે કદી ઉઠીને આપે તો બાઈને કહેવું કે અમોને લેવું યોગ્ય નથી, I૪૧// थणगं पज्जेमाणी, दारग वा कुमारियं । तं निखिवित्तु रोयत, आहरे पाण-भोयणं ॥४२॥ બાળક ધાવતું અથવા ખોળામાં રમતું હોય પછી તે બાળક બાલિકા અથવા નપુંસક છોકરું હોય તેને નીચે જમીન ઉપર રોતું મૂકીને વહોરાવવા ઇચ્છે તો તેના હાથનું ખાવાપીવાન લેવું ન કલ્પે. અહીંયાં પૂર્વાચાર્યના આ નિયમો છે. વિકલ્પી સાધુ બાળક ધાવતું હોય તેને બાઈ મૂકી દે બાળક રડે અથવા ન રડે તો પણ લેવું ન કલ્પ પણ તે બાળકને બીજી બાઈ ધવરાવે અથવા મોટું બાળક હોય તેને બીજું ખાવાનું આપે અને ન રડે તો લેવું કહ્યું પણ બાળક રૂવે તો ન કલ્પ, તથા બાળક તે સમયે ધાવતું ન હોય પણ ધાવવા યોગ્ય હોય અને રડે તો લેવું ન કહ્યું, પણ ન રડે તો લેવું કહ્યું, જિનકલ્પી મુનિઓના માટે આ નિયમ છે કે ધાવવા યોગ્ય બાળક ચાહે રડે ચાહે ન રડે ધાવતું હોય અગર ન હોય તો પણ તેના હાથનું લેવું ન કલ્પે. પણ જ્યારે બાળક બીજું દૂધ પીવા ઇચ્છતો હોય તો તે પીતાં રડે અથવા ન રડે તો પણ ન લેવું અથવા ન પીતો હોય ને રડે તો પણ તેને છોડે તો પણ ન લેવું તો લે, આ બધાનું કારણ શિષ્ય પૂછે છે કે શા માટે ન લેવું? ઉત્તર-તે બાળકને જમીન પર મૂકતાં અને ખરડાએલા હાથે પાછો લેતાં અસ્થિરપણાથી લેતાં બાળકને દુઃખ થાય અથવા બિલાડીથી અસમર્થ એવા નાના બાળકને ૧૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy