SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન 'श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ થી સાધુને દોષ લાગે, તેમ એકમાં બીજી વસ્તુ નાંખવાથી જે ક્રિયા થાય તેનો દોષ સાધુને લાગે) તથા ન દેવા લાયક વાસણમાં મૂકેલી વસ્તુ સચિત્ત વસ્તુમાં મૂકીને આપે, અથવા સચિત્ત વસ્તુને અડકીને આપે, અથવા સાધુને માટે કાચા પાણીને આમ તેમ હલાવીને આપે તેથી તે જીવોને દુઃખ થવાથી સાધુ તેવી ગોચરી ન લે. ૩૦ आ(ओ)गाहइत्ता चलइता, आहरे पाण-भोयणं । देतियं पडियाइक्वे, न मे कप्पइ तारिस ॥३१॥ વર્ષા ઋતુમાં ઘરના આંગણામાં ભરાએલા સચિત્ત પાણીને ડોળીને અથવા પાણીને બહાર કાઢીને પછી ગૃહસ્થ પોતે સાધુને વહોરાવે તો સાધુ એમ કહે કે મને તેવી વસ્તુ લેવી ન કલ્પ. સૂત્રમાં એકવાર સચિત્ત કહ્યું છતાં ફરીથી ઉદક (પાણી) ફરી કેમ લીધું? તેનો ઉત્તર આચાર્ય કહે છે કે પાણીમાં અનંતકાય વનસ્પતિ રહે છે તે બતાવવા માટે જુદો ભેદ કહ્યો. લૌકિકમાં પણ સામાન્ય વાત કહીને તેમાં વિશેષ બતાવવું હોય તો ફરી જુદું નામ કહે જેમ કે બ્રાહ્મણો આવ્યા પણ તેમાં પ્રખ્યાત વિશિષ્ઠ હોય તો પછી કહે કે વશિષ્ઠ પણ આવ્યા છે એમ કહેવાય છે એટલે વહોરાવનાર પાણીને દુઃખ દઈને ભાત ઓસામણ વિગેરે વહોરાવે તો લેવું નહિ અને કહેવું કે મને તે ન કલ્પ. li૩૧/l पुरेकम्मेण हत्येण, दबीए भायणेण वा । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥३२॥ દાન આપનાર આપતાં પહેલાં સાધુ માટે કાચા પાણીથી હાથ ધોવે અથવા ડોઈ, કડછો અથવા તપેલી વિગેરે કાચા પાણીથી ધોઈને વહોરાવે તો કહે કે અમને તેવું ન કલ્પ. ૩૨|| एवं उदओल्ले ससिणिद्धे, ससरक्खे मट्टियाऊसे । हरियाले हिंगुलुए, मणोसिला अंजणे लोणे ॥३३॥ એજ પ્રમાણે કાચા પાણીથી હાથ ભીના હોય અથવા કાચા પાણીનાં ટીપાં પડતાં હોય તેવા ભીના હાથે વહોરાવે તો ન લેવું (સસ્નિગ્ધ એટલે થોડા પાણી વાલો હોય તો પણ ન લેવ) તથા રેતીથી તથા ગારાથી તથા ઉસથી એટલે કોઈપણ ખારથી અથવા હડતાલ, હિંગલોક તથા મણશીલ વિગેરે પૃથ્વીકાયની કોઈપણ ચીજથી હાથ ખરડેલો હોય તો ન લેવું અથવા અંજન, ધાતુ તથા નમક (મીઠું) વિગેરેથી હાથ ખરડાયેલા હોય તો તેના હાથનું પણ લેવું ન કલ્પે. (આ પ્રાય: સચિત્ત વસ્તુ છે) II૩૭ll. गेल्यवण्णियसेढियसोरट्ठियपिट्ठकुक्कुसकर य । उक्किट्ठमसंसट्टे, संसट्टे. चेव बोद्धव्वे ॥३४॥ પીળી માટી, ધોળી માટી, સચિત્ત ફટકડી, સોનાગેરૂ ફટકડી, ચોખાનો આટો તથા કુસકી તથા કાલિંગડ (તડબુચ), તુંબડું વિગેરે મોટા ફલનું શાક કરતાં અથવા ચટણી બનાવતાં ખરડાયેલા હાથે અથવા ન ખરડાયેલા હાથે વહોરાવે તો સાધુએ લેવું કે નહિ (સૂત્રમાં ઉત્કૃષ્ટ શબ્દ છે તે મોટા ફલના માટે છે) તેની વિધિ આગળ કહે છે, li૩૪| __ असंसद्वेण हत्येण, दबीए भायणेण वा । दिउजमाणं न इच्छेज्जा, पच्छाकाम जहिं भवे ॥३५॥ હવે ગૃહસ્થના હાથ પૂર્વે ન ખરડેલા હોય અથવા ડોઈ વિગેરે વાસણ પૂર્વે ન ખરડેલાં હોય તો સાધુ એ ન લેવું કારણ કે ગૃહસ્થ સાધુના માટે હાથ ખરડીને કાચા પાણીએ ધોશે તેથી ન લેવું (માટે બને ત્યાં સુધી ગૃહસ્થ જમવા બેઠા હોય તેવા સમયે જવું અથવા ગૃહસ્થ સાધુ નિમિત્તે કાચા પાણીથી હાથ ન ધોવે તેવું હોય તો લેવું.) Iકપી संसटेण हत्येण, दबीए भाषण । दिज्जमाण पडिच्छेज्जा, जंतत्थेसणियं भवे ॥३६॥ પણ હાથ અચિત્ત વસ્તુથી ખરડેલા હોય અને તે નિંદનિક પદાર્થ ન હોય તો દાન આપવાની વસ્તુ અચિત હોય તો સાધુએ લેવી આ બાબતમાં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે કે ખરડાએલા હાથ, ખરડાએલું વાસણ, ૧ નિ.ભા. ગા. ૧૮૫૨ ૨ ઉત્ત, શાંત્યા, વૃત્તિ ૬૦૭ ૩ પિંડ નિ. ગા. ૫૬૫ થી ૫૭૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy