SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशबैकालिकसूत्र भाषांतर - भाग ३ પાંચમું અધ્યયન ગૃહસ્થની સ્નાન (નાહવાની જગ્યા) તથા જાજરૂ (પેશાબની) જગ્યા તરફ ન જાવે, કારણ કે ત્યાં સ્ત્રી વિગેરે ઉઘાડાં બેઠાં હોય તો તેને દુ:ખ થાય, ઘરવાળાં માણસોને પણ શંકા થાય, અથવા પોતાને પણ મોહ થાય, વિચક્ષણ શબ્દથી જાણવું, કે ગોચરીમાં વિદ્વાન સાધુએ જવું, અને તેથી અગીતાર્થનો નિષેધ કર્યો ॥૨૫॥ ગમટ્ટિયગાથાને, રીયાળિ હરિયાળિ ગ । વિન્ગેતો વિદે(ટ્ટિ)ન્ગા, વ્યિવિસમાહિ! ॥૨૬॥ પાણી કે માટીને લાવવાનો રસ્તો હોય, તથા વચમાં બીજ કે વનસ્પતિ પડ્યાં હોય તો તે જોઈને તેને પીડા ન થાય તેમ પોતાની બધી ઇન્દ્રિયો કબજે રાખીને ઉભો રહે. ૨૬ तत्थ से चिट्टमाणस्स आहरे पाणभोयणं । अकप्पियं न गेण्हेज्जा, पडिगाहेज्ज कप्पिअं ॥ २७॥ ત્યાં ઉભો રહેલો સાધુ પાણી અને ભોજન લે, પણ સાધુને ન કલ્પે તેવું ન લે; અને જે કલ્પે તેજ લે, તેમાં આ વિધિ છે, ॥૨૭॥ आहरती सिया तत्थ, परिसाडेज्जं भोयणं । देंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ॥२८॥ ન વહોરાવનારી બાઈ સાધુને દાન આપતાં માર્ગમાં છાંટા પાડતી વહોરાવે તો સાધુ એની પાસે દાન ન લે, અને કહે કે અમને તેવું દાન ન કલ્પે, છતાં તે પૂછે કે તેમાં શું દોષ છે, તો મધુબિંદુનું દૃષ્ટાંત કહેવું, (ટીપ્પણમાં લખ્યું છે કે મધુ શબ્દ ક્ષીર, જળ અને મધના અર્થમાં વપરાય છે, એવું હેમચંદ્રાચાર્ય કોષમાં કહેલ છે, તેથી ખીરનું દૃષ્ટાંત જાણવું તે આ પ્રમાણે છે, ખીરનું ટીપું નીચે પડયું, ત્યાં માખી આવી. તેના પછવાડે ઘરોળી આવી, ત્યાં બિલાડી આવી, ત્યાં કુતરૂં આવ્યું, બિલાડી પાળેલી હોવાથી માલિકે કુતરાને માર્યું, તેથી કુતરાના માલિકની સાથે લડાઈ થઈ, આ એક ટીપાના કારણે બન્ને માલિકો વચ્ચે લડાઈ થઈ, માટે જો છાંટા પાડતી બાઈ વહોરાવે તો સાધુએ લેવું નહિ) વળી સૂત્રમાં બાઈ શબ્દ લેવાનું કારણ એ છે કે પ્રાયઃ, ઘરમાં દાન આપનાર બાઈ જ હોય છે. પણ તેથી પુરુષ પણ દાન આપતાં નીચે છાંટા પાડે તો તેની પાસેથી પણ આહાર ન લેવો, અને તેને પણ દોષ સમજાવવો. ૨૮॥ संमदमाणी पाणाणि, बीयाणि हरियाणि य । असंजमकरिं नच्चा, तारिसं परिवज्जए ॥ २९॥ દાન આપનારી બાઈ ચાલતાં જો વચમાં કીડી, મંકોડી વિગેરે પ્રાણી હોય તેને દુઃખ દેતી ચાલે, અથવા વચમાં દાણા કે વનસ્પતિ પડેલાં હોય તેને દાબતી ચાલે તો તેને સાધુના કારણે અસંયમકારી એટલે જીવોને પીડનારી સમજી તેની પાસેથી આહાર ન લે, અને કહે કે આવી રીતે દાન આપનાર પાસેથી અમોને લેવું ન કલ્પે. ૨૯॥ સાદુ નિષ્કિવિતાળ, સબિ(વિ)ત્ત ટ્ટિયાળ(નિ) ૧ । તહેવ સમગદા, નવાં સંપળો()ત્તિયા ૫૦ના કોઈ બાઈ એક વાસણમાંથી લઈ બીજા વાસણમાં નાખીને વહોરાવે તો ન લેવું, તેના નિચે મુજબ ભેદ છે. 'तफासुगमवि वज्जए, तत्थ फासुए फासूयं साहरइ फासुए अफासुअं साहरइ अफासुए फासूयं साहरइ अफासुए अफासअं साहरइ, तत्थ जं फासूअं फासुए साहरइ तत्थवि थेवे थेवं साहरड़ थेवे बहुअं साहरइ, बहुए थेवं साहरइ बहुए बहुअं साहरड़, एवमादि यथा पिण्ड निर्युक्तौ । તેમાં પ્રાસક (અચિત્તમાં) પ્રાણુક નાંખે, પ્રાસકમાં અપ્રાસુક નાંખે, અપ્રાસકમાં પ્રાસુક નાંખે, તથા અપ્રાસકમાં અપ્રાસુક નાંખે તેમાં પણ થોડામાં થોડું, થોડામાં ઘણું, ઘણામાં થોડું, અને ઘણામાં ઘણું નાંખે, આ વાતને પિંડ નિર્યુક્તિમાંથી જાણવી. (આમાં એમ કહેવાનું છે કે, સાધુ નિમિત્તે જો બીજાં વાસણ બગાડે, તો કાચા પાણીએ ૧ પિંડ નિ. ગા. ૬૨૮ ૨ પિં.નિ. ૫૫૮ ८
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy