SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ ગોચરીમાં ગએલો સાધુ ઝાડા પેશાબને ન રોકે (એટલે રોગાદી કારણે અથવા ઉપયોગ શૂન્ય રહેવાથી)કારણ કે તે વખતે ગોચરીમાં શંકા થાય તો બીજા સાધુને પાતરાં સોંપી ગૃહસ્થના ઘરમાં જ્યાં નિરવદ્ય વાડો વિગેરે હોય ત્યાં દેખીને આજ્ઞા લઈને ઝાડો પેશાબ કરે આ સંબંધમાં વૃદ્ધ પુરુષો આ પ્રમાણે કહે છે સાધુએ ગોચરી જતાં પહેલાં ઝાડા પેશાબનો ખુલાસો કરીને જવું છતાં પાછળથી શંકા થાય તો તેને રોકવો નહિ. જો પેશાબ કર્તા રોકે તો આંખને નુકશાન થાય અને ઝાડો રોકે તો ભયંકર રોગથી જીવ ઘાત થાય. આ બન્ને શરીરને નુકશાન છે. માટે સોબતી હોય તેને પાતરાં વિગેરે સોંપીને યોગ્ય સ્થાનમાં અચિત્ત પાણી લઈ જઈને વિધિએ ઝાડો પેશાબ કરે. આ સંબંધમાં ઓઘ નિર્યુક્તિ નામના સૂત્ર માં વિશેષ ખુલાશો છે ત્યાં જોવો. ।।૧૯।। નીય(નીય)જુવાર તમસ, જોક વિગ્ગા । અચવસુવિનો બત્ય, નાળા ટુડિને(હા)ના ારા નીચો દરવાજો હોય તથા અંધારાવાળો ઓરડો હોય તેમાં સાધુ ગોચરી ન લે કારણ કે તેમાં પડેલી ચીજ અંધારાને લીધે ન દેખાય તેથી ચીજ લેવા જતાં દેખીને ચાલવું કે લેવું તે ન બને, અને તેથી પોતાને કે બીજાને દુઃખ થવાનો પ્રસંગ આવે એ પ્રમાણે જ્યાં પોતાની આંખ કામ ન કરે ત્યાં જીવ રક્ષા ન થાય, માટે તેવા સ્થાનમાં ન જવું. ૨૦ા ગસ્ત્ય મુારૂં શીયાડું, વિબળા(ન્ના)રૂં ો(F)ટ્ટ! ) અહુનોવત્તિત્ત (૩)ાં, દૂળ પરિવળ ારા જ્યાં ફૂલો અનેક જાતનાં જાઈ, ગુલાબ, મોગરો વિગેરે પડેલાં હોય, અથવા બીજ તે ડાંગર, ઘઉં વીખેરેલાં કોઠારમાં અથવા દરવાજામાં પડેલાં હોય, અથવા તુરતનું લીપેલું ભીનું હોય તો, ત્યાં સાધુ તેવું જોઈને તેમાં દાખલ ન થાય, કારણ કે, બીજા જીવની હિંસા થાય તો સંયમનો ઘાત થાય, અને પોતાને, લાગે તો આત્મઘાત થાય, ॥૨૧॥ एलगं दारगं साणं, वच्छगं वावि कोट्ठए । उल्लंघिया न पविसे, विऊहित्ताण व संजए ॥ २२ ॥ પેસતાં મેષ (બકરો) બેઠેલો હોય, નાનું બાળક હોય, કુતરૂં હોય, વાછરડો હોય અને તે વચમાં બેઠેલા હોય, તો તેને ઓળંગીને સાધુ ન જાય, તથા પ્રેરણાથી ઉઠાડીને પણ ન જાય, કારણ કે તેમાં બેસનાર જનાવર વિગેરેને તથા પોતાને પડી જવાનો ભય રહે, ૨૨॥ ગલત પતો(ફ)બ્બા, નાલૢાવતોષ! । ૩ાં ન વિભિન્ના, નિષ્લે(ટ્ટિ)ળ અત્તેિ ॥૨॥ ગૃહસ્થના ઘ૨માં સ્ત્રીની સાથે દૃષ્ટિ મેલાપ ન કરે, કરવાથી રાગનું કારણ થાય, લોક નિંદા કરે, તેમ ઘરમાં પેસી લાંબી દૃષ્ટિ ન કરે કારણ કે, ચોર વિગેરેની શંકા થાય, તેથી આપનાર જ્યાંથી વસ્તુ લઈને આપે તેટલે દૂર દેખે, તથા ઘરના માણસો જેઓ આનંદમાં બેઠા હોય; તેમને પણ ન દેખે, કારણ કે સાધુના મલીન વેષથી તેને અપ્રીતિ થાય. તેથી જૈન ધર્મની નિંદા કરે, અને આહાર ન મળે તો આપનારની નિંદા કર્યા વિના સાધુ પાછો વળે, ૨૩ अइभूमिं न गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमिं जाणित्ता, मियं भूमिं परक्कमे ॥ २४ ॥ ગોચરીમાં ગએલો સાધુ ગૃહસ્થના ઘરમાં જેટલી મર્યાદા બાંધી હોય, તેનાથી અધિક દૂર ન જાય, તેથી તેના ઘરની મર્યાદા જાણીને તે માપવાળી ભૂમિ સુધી જાય, જેથી દાન દેનારને અપ્રીતિ ન થાય, I॥૨૪॥ तत्थेव पडिलेहेज्जा, भूमिभागं वियक्खणो । सिणाणस्स य वच्यस्स, संलोगं परिवज्जए ॥ २५ ॥ ત્યાં ઉભા રહેવાની જગ્યામાં શાસ્ત્રમાં બતાવેલી વિધિએ વિચક્ષણ સાધુ જમીનને દેખીને ઉભો રહે, પણ ૧ ઓ.નિ. ગા. ૧૯૭ ૨ ઓ.નિ. ૪૭૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy