SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दंशवैकालिकसूत्र भाषांतर - भाग ३ પાંચમું અધ્યયન दवदवस्स न गच्छेज्जा, भासमाणो य गोअरे । हसतो नाभिगच्छेज्जा, कुलं उच्चावयं सया ॥ १४ ॥ સાધુ જોરથી દોડતો ન ચાલે, તથા વાતો કરતો ન ચાલે, તથા હસતો પણ ન ચાલે, તથા ઊંચનીચના ઘર આવે તો તેમાં ગોચરી જાય, હવે ઊંચ ઘર બે પ્રકારે છે (૧) દ્રવ્યથી ઊંચ તે ઘણા માળનાં ઊંચાં તથા ધોળેલાં (રંગેલા) તથા ભાવથી ઊંચ તે જાતિઓ કરીને ઊંચ જાણવાં. તે પ્રમાણે નીચ પણ બે પ્રકારનાં છે. દ્રવ્યથી નીચ. તે ઝુંપડામાં રહેનાર અને ભાવથી નીચ તે હલકી જાતિના છે, તેમાં ગોચરી જાય. આ વિધિ ન પાળે, તો દોડતો જતાં પડવાથી, પોતાને નુકસાન તથા રસ્તામાં બીજાને લાગતાં, પ૨ને દુઃખ માટે સાધુએ બન્નેને બચાવવા ઉપયોગથી ચાલવું, તથા નીચ ઊંચનો ભેદ રાખે તો ગૃહસ્થને સાધુ ઊપર રાગદ્વેષ થાય, ॥૧૪॥ आलोयं विग्गलं दार, संधि दगभवणाणि य । चरतो न विणि (नि) ज्झाए, संकट्ठाणं विवज्जए ॥१५॥ ગોચરી જતાં સાધુએ આલોક (ઝરૂખા ગોખ) થીંગલ (ચણી નાખેલી બારી) બારણું સંધિ (ઘર ના સાંધા) તથા પાણીઆરૂ વિગેરે શંકાના સ્થાન છે ત્યાં ન જોવું. કારણ કે ઘરમાં કંઈ નુકશાન થાય તો સાધુ ઊંપર શક આવે એ બધાં પ્રાયે શંકાના સ્થાન છે તેથી સાધુએ તજવાં. ॥૧૫॥ रण्णो गहवईणं च, रहस्सारक्खियाणि य । संकिलेसकरं ठाणं, दूरओ परिवज्जए ॥ १६ ॥ ચક્રવર્તી વિગેરે મોટો રાજા હોય તથા મોટો શેઠીયો હોય તેનાં વાતચીત કરવાના ગુપ્ત સ્થાન હોય તથા કોટવાલનાં સ્થાન હોય અથવા સંક્લેશનાં સ્થાન હોય તેને સાધુ દૂરથી તજે કારણ કે, મોટા પુરુષોના ઘરમાં, અનેક પ્રકારની છાની વાત હોય તે જાહેર ન થવા દેવા માટે તેઓ બંદોબસ્ત રાખે છે. તેમાંની વાત બહાર પડે તો સાધુ ઊપર શક આવે છે. અને તેથી સાધુને પીડા પણ કરે. ॥૧૬॥ पडिकुट्ठकुलं न पविसे, मामगं परिवज्जए । अचियत्तकुलं न पविसे, चियत्तं पविसे कुलं ॥१७॥ જે ઘરો નિષેધ કરવા યોગ્ય હોય તે કહે છે. થોડા કાળ માટેનાં તે સુતકવાળાં ઘરો તથા ઘણા કાળ માટેનાં તે જે ઘરવાળે અનાચાર કરવાથી લોકોએ તજેલાં હોય તે ઘરમાં સાધુ ગોચરી ન જાય, જાય તો જૈન ધર્મની લોકો નિંદા કરે તથા કોઈ ગૃહસ્થ એમ કહે કે મારા ઘરમાં ન આવવું, તો ત્યાં ન જાય. તેમ જેને દેખવાથી, સાધુ ઊપર અપ્રીતિ થાય એટલે જો કે તેઓ મોંઢે કાંઈ કારણને લઈને ના ન કહે પણ મન મેલું કરે તો ત્યાં સાધુએ ગોચરી ન જવું, પણ ચિયત્ત એટલે જેમને દાન આપતાં ધર્મ ભાવના વધે ત્યાં ગોચરી જતાં તેથી દાન દેનારને પણ મહાન પુન્ય બંધાય છે. ૧૭।। સાળી પાવા વિહિત, અળગા નાવપમુદ્દે ! વાડ નો વનોત્તે(ત્તિ)ળા, ગો(૩)ાહં સિ ઞગાવવાŔ૮) સાણી ટાટનો અથવા કપડાનો પડદો હોય અથવા પ્રાવાર એટલે કામળ વિગેરેના પડદાથી બારણું ઢાંકેલું હોય તો સાધુ પોતાના હાથે ન ઉઘાડે કારણ કે પડદો કરીને ગૃહસ્થ લોક કંઈપણ કાર્ય કરતા હોય અથવા ખાતા હોય તો તે ખુલ્લું થવાથી તેમને અપ્રીતિ થાય તેમ કમાડ ઢાંકેલું હોય તો પણ પૂર્વના દોષ હોવાથી સાધુએ ન ઉઘાડવું. ખાસ જરૂર પડે તો જોરથી ધર્મલાભ એવો ઉચ્ચાર કરી ઉઘડાવવું પણ તેને જાણ કર્યા વિના એકદમ ઉઘાડીને ન જવું. એનો ભાવાર્થ આ રીતે છે કે, પડદો ઉઘાડવો નહિ, બારણુ ધકેલવું નહિ, તેમ આજ્ઞા વિના ઘરમાં દાખલ થવું નહિ, ( આ અજાણ્યા ઘરોમાં અપ્રીતિ ન થાય તેને માટે વિધિ છે, જાણીતા ઘરોમાં પણ વિવેક રાખી જવું,)॥૧૮॥ गोयरग्गपविट्ठो उ, वच्च - मुत्तं न धारए । ओगासं फासूयं नच्चा, अणुन्नविअ वोसिरे ॥१९॥ ૧ A આચારાંગ સૂ. ૧-૨૩૩ નિશીથ ૧૬-૨૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy