SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ જળને વિઘ્ન રૂપ થાય અને તે સાધુ દાંત એટલે ઇન્દ્રિયને વશ કરનાર હોય તો પણ તે ભૂલી જાય. IIT अणायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । हो ( हु )ज्ज वयाणं पीला, सामण्णम्मि य संसओ ॥१०॥ પૂર્વની ગાથામાં વેશ્યાના મોહલ્લામાં જતાં દોષ બતાવ્યા હવે આ ગાથામાં વારંવાર ચારિત્રને શાથી દોષ લાગે છે તે બતાવે છે. 'અનાયત એટલે વેશ્યા અથવા દુરાચારીનું સ્થાન ત્યાં વારંવાર જતાં ત્યાંના સંસર્ગથી પ્રાણાતિપાતવિરતિ વિગેરે મહાવ્રતોને દૂષણ લાગે છે. તથા તે દુષ્ટોના કુવચનથી ચિત્તમાં વિક્ષેપ થવાથી ઉત્તમ ભાવો બદલાઈ જાય છે. અને સાધુપણું મૂકી દેવાના તે વખતે ભાવ થાય છે, તથા સાધુ ધર્મનું ભવિષ્યમાં ફળ મળશે. તેમાં પણ સંશય થાય છે. આ સંબંધમાં પૂર્વાચાર્યો આ પ્રમાણે કહે છે. વેશ્યા વિગેરે સ્ત્રીને દેખવાથી બ્રહ્મચર્ય નું ખંડન કરવાનું મન થાય છે. તથા તેને સુંદર દેખીને તેમાં ચિત્ત લીન થતાં શુદ્ધ ગોચરી લેવાનું ભૂલતાં સચિત્ત લેતાં હિંસાનો દોષ આવે છે. તથા વાતચિતમાં બીજી વાત કરતાં જુઠ બોલવાનો દોષ લાગે છે, તથા જિનેશ્વરે વેશ્યાના દર્શનનો નિષેધ કરેલો હોવાથી તેને દેખતાં અદત્તાદાન (ચોરી)નો દોષ લાગે છે. તેના રૂપથી પ્રેમ થતાં પરિગ્રહનો દોષ લાગે છે. આ પ્રમાણે વેશ્યા અથવા ખરાબ સ્ત્રીના ઘરમાં ગોચરી વાસ્તે જતાં સાધુના પાંચે . મહાવ્રતોનો ભંગ થાય છે. (સ્ત્રીને વિકારથી જોવામાં પણ પાંચે મહાવ્રતોનો ભંગ થાય છે.) II૧૦ तम्हा एवं विआणित्ता, दोसं दो (दु) ग्गइवडणं । वज्जए वेससामंत, मुणी एगतमस्सिए ॥ ११ ॥ હવે ઊપરની બે ગાથામાં જે કહ્યું તેનું નિગમન (સાર) બતાવે છે કે આ પ્રમાણે દુર્ગતિના દોષોને વધારનાર વેશ્યા વિગેરેના સ્થાનને જાણીને એકાન્ત જે મોક્ષ છે તેનો આશ્રય કરીને એ દુરાચાર (વેશ્યા વિગેરે) ના સ્થાનને ત્યાગે. વાદીની શંકા=પહેલા વ્રતની વિરાધના બતાવ્યા પછી એકદમ ચોથા વ્રતની વિરાધના શા માટે બતાવી? આચાર્યનો ઉત્તર. તેનું પ્રધાનપણું બતાવવાને માટે, કારણ કે ચોથા વ્રતની વિરાધના બીજા વ્રતોની વિરાધના કરતાં વધારે દુઃખદાયી છે. તે થોડામાં બતાવ્યું છે. હવે બીજાં વિશેષ કહે છે. II૧૧॥ સાળ સૂપ (મૂળ) નાવિ, વિત્ત નોન વું નવું । હિમ્ન સ્તä બુદ્ધ, સૂત્રો વિન્ગE KRI સાધુ ગોચરી જાય, ત્યારે સંભાળ રાખવી કે, રસ્તામાં કુતરૂં, નવી વિયાએલી ગાય તથા મદોન્મત આખલો તથા ઘોડો કે હાથી ઉભાં હોય, અથવા સંડિતા એટલે બાળકોને રમવાનું સ્થાન તથા (કલહ) કજીઆનું સ્થાન તથા લશ્કરને લડવાનું સ્થાન આ બધી જગ્યાઓ તથા પૂર્વે કહેલાં પશુઓ વગેરેનું સ્થાન સાધુની સમાધિમાં વિઘ કરે છે. માટે તેનાથી સાધુએ ચાલતાં દૂર રહેવું. ૧૨॥ અનુ(દુ)ન્ન! નાવાણ, અવ્યહિકે ગળાને 1 ફેંટિગાડું(fr) બહામાન, મત્તા મુળી જે ૧૫ હવે ચાલવાની વિધિ કહે છે. અનુન્નત-એટલે દ્રવ્યથી આકાશમાં દેખતો ન ચાલે, તેમ ભાવથી ઊંચ કુલનો ગર્વ કરતો ન ચાલે, તેમ અનવનત એટલે દ્રવ્યથી નીચું દેખતો ન ચાલે, અને ભાવથી લબ્ધિ વિનાનો હોવાથી દીનપણું બતાવતો ન ચાલે, અપ્રક્રૃષ્ટ એટલે હસવું નહિ, તથા અનાકુલ એટલે ક્રોધાદિ રહિત તથા ઇન્દ્રિયોને ‘જહા ભાગ’ એટલે યથાયોગ્ય બને તેટલી દમન કરીને મુનિ ચાલે, આ પ્રમાણે ન ચાલે તો ઘણા દોષો લાગે છે. તે બતાવે છે. જેમ કે આકાશમાં જોતો ચાલે તો લોકો તેની હાંસી કરે, કે ત્યાગી થઈને ઊંચે શું જોતો હશે? તથા અભિમાન કરવાથી ઈર્યાસમિતિ ન પાળે તથા ઘણુ નીચું જોઈને ચાલે તો લોકો કહેશે કે આ કોઈ બગલાની માફક ઠગ છે અને દીનપણું બતાવે તો તેને લોકો ક્ષુદ્ર સત્ત્વ (રાંકડો) ગણી લે. હસતો ચાલે તો કોઈ બાઈના સગાં વહાલાંને શક આવે કે તેને જોઈને હસે છે, તથા આકુળ ચાલે તો તેમાં પણ તેજ દોષ આવે, અને ઇન્દ્રિયોનું દમન ન કરે, તો તે દીક્ષાને અયોગ્ય છે. ૧૩|| ૧ ઓઘ.નિ. ગા.૭૬૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy