SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ર વિસૂત્ર પtત - ભાગ પાંચમું અધ્યયન - સાધુ પોતે પગ મૂકતાં નીચે જાવે અને બાજુમાં જાવે કે મારાથી એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી કોઈપણ જીવ દુઃખ ન પામે. આ ગાથામાં જે દૃષ્ટિનું માપ બતાવ્યું છે તેનાથી લાંબી દૃષ્ટિએ દેખે તો બરોબર જીવ રક્ષા ન થાય, અને ઘણું નજીક જોવું બનવું અશક્ય છે, માટે ધીમેથી જોઈને ચાલે. llall ओवायं विसम खाणु, विज्जलं परिवज्जए । संक्रमेण न गच्छेउजा, विज्जमाणे परक्कमे ॥४॥ 'ત્રીજી ગાથામાં પરજીવની રક્ષા બતાવી અને આ ગાથામાં સ્વરક્ષા બતાવી કે પોતે અવપાત એટલે ખાડા વિગેરેને ન કુદે તથા વિષમ એટલે ઊંચી નીચી જગ્યા હોય તો દેખીને ચાલે કે ઠોકર ન લાગે, તથા સ્થાણુ સુકા ઝાડને ઠઠ દેખીને ચાલે કે જેથી લાગે નહિ તથા વિજલ એટલે પાણી વિનાનો કાદવ હોય તો તેમાં પણ ન ચાલે. સંક્રમ એટલે પાણી ઓળંગવાના પથરા, લાકડાં લોકોએ ગોઠવ્યાં હોય તો તેના ઉપર પણ ન ચાલે. પડતાં પોતાને લાગે, પાતરાં ફુટે તથા પાણીમાં પડતાં તેમાં રહેલા જીવોની વિરાધના થાય. જો બીજો રસ્તો ન હોય અને ખાસ જવાની જરૂર હોય તો તે માર્ગે સંભાળીને જાય, પણ ચાલવાની શક્તિ હોય, અને બીજો સારો રસ્તો દૂર હોય તો પણ સારે રસ્તે જાય. જો पवडते व से तत्थ, पक्यु(ख)लते व संजए । हिंसेज पाणभूयाई, तसे अदुव थावरे ॥५॥ ખાડા વિગેરેમાં ચાલતાં શું દોષ થાય તે કહે છે. ખાડામાં પડે અથવા ઠોકર ખાય તો પોતાને તથા ખાડામાં રહેલા બે ઈન્દ્રિય વિગેરે જીવોને પીડા કરે તથા એકેન્દ્રિય જીવોને પીડા કરે એટલે ત્રસ અને સ્થાવર એ બન્નેને ખાડામાં ચાલવા જતાં દુઃખ દે, તથા પોતાનાં પણ હાડકાં ભાંગે IIપી. - तम्हा तेण न गच्छिज्जा, संजए सुसमाहिए । सइ अन्नण मग्गेण, जयमेव परक्कमे ॥६॥ તેટલા માટે ભગવાનની આજ્ઞામાં રહેલો સાધુ ઊપર કહેલા ખાડા વિગેરેના માર્ગે બીજો માર્ગ હોય તો તેવા માર્ગે ન જાય, પણ માર્ગના અભાવે અથવા લાંબે દૂર જવાની શક્તિ ન હોય તો તે માર્ગે સંભાળીને ચાલે, પણ 'પોતાને કે બીજા જીવોને પીડા ન થાય, તેમ યત્નાથી ચાલે. lls/ इंगालं छारियं रासिं, तुसरासिं च गोमयं । ससरक्वेहिं पाएहि, संजओ तं न अक्कमे (नइक्कमे) ॥७॥ હવે વિશેષ પ્રકારે પૃથ્વીકાયની યતના કહે છે. કોલસાની રાશિ (સમૂહ) તથા ખારનો તથા ચોખાના 'ફોતરાનો તથા છાણાનો સમૂહ હોય ત્યાં સચિત્ત પૃથ્વીની રજ વિગેરેથી ખરડાયેલા પોતાના પગ હોય તો તેમાં ન ચાલે કે પોતાનાથી તે ઢગલામાં ચાલતાં પૃથ્વીકાયની વિરાધના ન થાય. છી . न थरेज वासे वासते, महियाए वा पडतिए । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥८॥ આ સૂત્રમાં પાણીના જીવોની રક્ષા બતાવે છે. જ્યારે વરસાદ પડે ત્યારે સાધુ બહાર ન નીકળે, અને નીકળ્યો હોય તો ઢાંકેલી જગ્યાએ ઊભો રહે અથવા જીણી ફરફર પડે ત્યારે પણ ન નીકળે, અથવા જોરથી વાયરો વાતો હોય તો સાધુ બહાર ન નીકળે, કારણ કે તેમાં જમીનની સચિત્ત રજ ઉડીને શરીર સાથે અથડાતાં પીડા પામે અથવા ઉડતાં પતંગ વિગેરે આથડી ને મરે, તેથી કોઈપણ વખત અસનિ રૂપે (ઝપાટાબંધ) ન ચાલે, (ટીપ્પણમાં લખ્યું છે. ઇતિરૂપ છે, તે પૂર્વમાં બતાવેલ પતંગ વિગેરે વચમાં આવે છે તેથી એમ જાણવું કે સાધુ એવી રીતે ચાલે કે તેનો ઘાતક ન થાય.) II/II न चरेज्ज वेससामते, बंभचेरवसाणु(ण) ए । बंभयारिस्स दंतस्स, हुज्जा तत्थ विसो(सु)तिआ ॥९॥ પ્રથમ વ્રતની યતના કહી. હવે ચોથા વ્રતની યતના કહે છે, વેશ્યાના ઘર નજદીકમાં સાધુ ગોચરી ન જાય. ત્યાં જવાથી વ્રતનો ભંગ થાય. જે સાધુ બ્રહ્મચર્ય એટલે “મૈથુન-વિરતિરૂપ” પાળવા ચાહે છે. તે જો વેશ્યાના ઘર તરફ જાય તો તેના દર્શનથી ચિત્તમાં વ્યાક્ષેપ થાય અને મલિન ધ્યાનરૂપ કચરાથી જ્ઞાન અને શ્રદ્ધા રૂપ નિર્મળ
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy