SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ પાંચમું અધ્યયન કે પોતાને ખાવા જેટલું રાખી બાકી દેવા યોગ્ય જ પૂજાથે કાઢી મૂક્યું હોય તે આપે તો તે ન લેવું પણ પોતાના નોકરોને ખાવા જોગ તથા ઉચિત પ્રમાણ કરી બીજાઓને પણ ઇચ્છાનુસાર આપે એવી સુબુદ્ધિથી ગૃહસ્થ લોક વધારે રાંધે (પાંચ પરોણા આવે તો પણ નભે) તેવા માંથી સાધુને લેવાનો નિષેધ નથી; આ વચનથી ન દેવા જોગ દાનનો અભાવ છે ઉલટું દેવા યોગ્ય કાઢી લીધેલામાં ઈચ્છાનુસાર દાનનો સ્વીકાર થાય નહિ કોઈ પણ દાનમાં ઇચ્છા પ્રમાણે દાનનો સ્વીકાર છે તેવો વહેવાર દેખાય છે અને આવું ન દેખાય તેનો જ નિષેધ છે કારણ કે આરંભનો દોષ તેમાં લાગે છે પણ ઇચ્છાનુસાર દાન આપવામાં પણ તેના અભાવમાં આરંભની પ્રવૃત્તિ થાય પણ તેના માટે સાધુને આરંભનો દોષ ન લાગે અને તે પ્રમાણે સુતક વિગેરેમાં તેની માફક બધાને દાન આપતા નથી તો પણ ઉત્તમ પુરુષો ઉદાર અભિપ્રાયથી વધારે રસોઈ બનાવે છે, કરવા યોગ્ય અનુષ્ઠાન કરવાથી અને તે પ્રમાણે ગ્રહણ કરવાથી સાધુને દોષ નથી (આ બધાનો સાર એ છે કે ગૃહસ્થો ઘરવાળા માટે, નોકરી માટે કે પરોણા માટે ચાહે તેટલી રસોઈ ઉદાર વૃત્તિથી બનાવે તેમાંથી સાધુ લે તો દોષ નથી, પણ પુણ્ય નિમિત્તે જુદું બનાવે તો તેમાંથી લેવાનો સાધુને દોષ છે.) આ અક્ષર ગમનિકા માત્ર પ્રયાસનું ફળ છે (જેનો જે અભિપ્રાય છે તે પ્રમાણે કૃત્યનું ફળ છે). I૪૯. तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्वे, न मे कप्पड़ तारिस ॥५०॥ પુણ્યાર્થે ઊપર બતાવેલો આહાર કોઈ આપે તો કહેવું કે અમને તે લેવો ઉચિત નથી. ૫oll असणं पाणगं वांवि, खाइम साइम तहा । जं जाणेज्ज सुणेज्जा वा, वणिमट्ठा पगड इम॥५१॥ આ ગાથામાં વનપક એટલે કૃપણ (યાચક) તેના માટે બનાવ્યું હોય,l/પ૧//. तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । बेतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिस ॥५२॥ તો સાધુએ કહેવું કે અમોને લેવું ઉચિત નથી. પરા असणं पाणगं वावि, खाइम साइम तहा । जं.जाणेज्ज सुणेज्जा वा, समणट्ठा पगड इमं ॥५३॥ तं भवे भत्त-पाण तु, संजयाण अकप्पियं । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥५४॥ તે પ્રમાણે એમ જાણે કે સાંભળે કે બૌદ્ધના સાધુઓના માટે જ રસોઈ બનાવેલી છે તે આપે તો પણ કહેવું કે અમને લેવું ઉચિત નથી (જો સાધુ લે તો બૌદ્ધના સાધુઓને ઈર્ષા ઉત્પન્ન થાય તથા શ્રાવકોને કહે કે તમારા સાધુઓને શા માટે તમો આપતા નથી એમ કહી અપમાન કરે.) I/પ૩-૫૪|| उद्देसियं कीयगड, पूईकम्म च आहडं । अज्झोयर पामिच्यं, मीसजायं च वज्जए ॥५५॥ હવે ખાસ સાધુઓના માટે જ બનાવ્યું હોય તે ઔદેશિક લેવું ન ઘટે, તથા સાધુના માટે વેચાતું લાવીને આપે તો તે ન કલ્પે તથા પોતાના માટે ગૃહસ્થ બનાવ્યું હોય તેમાં સાધુ નિમિત્તે બનાવેલો આહાર ભેળવે તો તે પૂતિ કર્મ દોષ કહેવાય તે લેવું ન ઘટે, તથા બહારગામથી અથવા પરામાંથી સાધુ નિમિત્તે સામે લાવીને આપે તો તે આહૃત દોષ છે, તથા પોતાના માટે રસોઈ કરી હોય તેમાં સાધુ આવેલા જાણીને સાધુ માટે થોડું વધારે રાંધે તો અધ્યવપૂરક દોષ લાગે, તથા પ્રામિત્વ એટલે સાધુ માટે બીજાનું લુંટીને આપે તે છે, અને સાધુ તથા ગૃહસ્થ એ બન્નેનું પહેલેથી જ રંધાય તે મિશ્ર દોષ આ પ્રમાણે જે દોષિત આહાર હોય તે સાધુને લેવો ન કહ્યું. પપા ૩+ રે (૫) ઉશ્કેળા, ચુસૂઠ્ઠા? ન વા ૪? सो(सु)च्या निस्संकिय सुद्धं, पडिगाहेज्ज संजए ॥५६॥ હવે સંશય દૂર કરવા કહે છે. ગૃહસ્થને ત્યાં આહાર લેતાં શંકા પડે કે આ સાધુના માટે બનાવ્યું છે તો તેના માલીકને અથવા નોકરને પૂછવું કે આ કોના માટે બનાવ્યું છે અને પૂછવાથી ખાત્રી થાય કે સાધુ માટે ૧૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy