SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अध्ययन ४ ૨જ જે આત્મામાં લાગેલી છે, તેને દૂર કરે છે. આ રજ પૂર્વે જીવે અજ્ઞાન દશામાં સમ્યક્ત્વ ન પામવાથી, મનના પરિણામ દુષ્ટ રાખવાથી, પ્રાપ્ત કરેલી હતી. તેને સાધુ ચારિત્ર પાળીને દૂર કરે છે. ॥ ૨૦ II નયા ઇત્યાદિ જ્યારે કર્મ ૨જ જે મિથ્યાત્વ વિગેરેથી મેળવેલી તે દૂર કરે, ત્યારે સાધુ તમામ જાણવાજોગ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે તથા દેખવા જોગ પદાર્થને દેખે; કારણ કે આત્માની મલિનતા દૂર થવાથી તેનું આવરણ પણ દૂર થાય છે. એથી સંપૂર્ણ જ્ઞાન દર્શન થાય છે. ॥ ૨૧ || ઞયા ઇત્યાદિ. જ્યારે સંપૂર્ણ જ્ઞાન દર્શન થાય છે; ત્યારે ૧૪ રજ્જુ પ્રમાણલોક છે. તથા અનંત અલોક છે. તેને જાણનારો સાધુ કેવલી થાય છે.એટલે લોક અને અલોકમાં બધું સમાઈ જાય. તે સિવાય બીજું કંઈ નથી. અર્થાત્ બધાને જાણે. ॥ ૨૨ | ‘નયા’ ઇત્યાદિ, જ્યારે લોક, અલોક જાણનારો કેવળજ્ઞાની થાય છે, ત્યારે ઉચિત સમયે યોગોને રૂંધીને એટલે ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી, ભવ ઉપગ્રાહી કર્મનો અંશ જે છે, તેને ક્ષય કરે છે. | ૨૩ | નયા ઇત્યાદિ, જ્યારે યોગોને રૂંધીને શૈલીશી પ્રાપ્ત કરીને ભવ ઉપગ્રાહી કર્મ ખપાવીને સિદ્ધિસ્થાન જે લોકાન્તે આવેલું છે, ત્યાં પોતે નીરજ એટલે સકલ કર્મ ૨જ રહિત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. || ૨૪ || નય' ઇત્યાદિ જ્યારે કર્મ ખપાવીને નીર થઈ સિદ્ધિસ્થાનમાં જાય છે, ત્યારે ત્રણ લોકના અગ્રભાગે રહેનારો સિદ્ધ સ્વરૂપે કર્મ બીજના અભાવથી શાશ્વત થાય છે. ॥ ૨૫ | ધર્મ ફળ નામનો છઠ્ઠો અધિકાર કહ્યો. सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । इच्छोलणापहोइस्स, दुलहा सोग्गइ तारिसगस्स ।। २६ ।। तवोगुणपहाणस्स उज्जमड़-खंति - संजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सोग्गइ तारिसग्गस्स ।। २७ ।। [ पच्छा वि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । जेसिं पिओ तवो संजमो य खंती य बंभचेरं च ।। १ ।। ( प्र . ) ] इच्चेयं छज्जीवणियं सम्मद्दिट्ठी सया जए । - પુતરૂં મિત્તું સામળ, મુળા ળ વિરાòગ્નાસિ || ૨૮ ।। त्ति बेमि ।। चउत्थं छज्जीवणियऽज्झयणं समत्तं ।। ४ । આ ધર્મફળ જેને દુર્લભ છે તેનાં લક્ષણ બતાવે છે. સુહ ઇત્યાદિ. સુખ એટલે સંસાર સંબંધી વિષય. તેનો આસ્વાદક (વાંછક) સાધુ હોય. એટલે ફક્ત બહારથી સાધુ બનેલો હોય પણ સાતાકુલ એટલે ભવિષ્યમાં દેવાંગના વિગેરેનો રસિક હોય, તથા અતિશય નિદ્રાળું એટલે સૂત્રાર્થ ભણવાના વખતે મર્યાદા ઉલ્લંઘીને સુતો હોય તથા ઉત્સોલન, તે પાણી વગર વિચારે ઢોળી, (૧) ઉત્તરા ૪. ૩૩/૫૬ [971
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy