SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ હાથ પગ વિગેરેને ખુબ સ્વચ્છ રાખે, તેવા સાધુને દુઃખે ક૨ીને સિદ્ધિ સ્થાનરૂપ સુગતિ પ્રાપ્ત થાય અર્થાત્ વીતરાગની આજ્ઞા ઉલ્લંઘન કરનારા તે સાધુને મોક્ષ મળવો દુર્લભ છે. ॥ ૨૬ | જેને ધર્મફળ સુલભ છે તે બતાવે છે. તવોનુળ છઠ્ઠ, અઠ્ઠમ, વિગેરે તપમાં પ્રધાન હોય, ઋજુ મતિ એટલે સીધે માર્ગે ચાલવાની બુદ્ધિવાળો તથા ક્ષાંતિથી પ્રધાન એવા સંયમને તથા ભુખ તરસ વિગેરે ૨૨ પરિષહને સહે. તેને મોક્ષ નામની સુગતિ મળવી સુલભ છે. II ૨૭ | મહાન અર્થવાળી આ “છ જીવનિકાયિકા” છે. તેનો વિધિપૂર્વક ઉપસંહાર કરે. આ “છ જીવણીયા” નામનું જે ચોથું અધ્યયન છે, તેમાં બતાવેલ છ જીવનિકાયનું સ્વરૂપ વિગેરેસમજીને સમ્યગ્દષ્ટિ જીવ એટલે તત્ત્વમાં શ્રદ્ધાવાળો મુનિ સર્વદા પ્રયત્ન કરનારો, દુર્લભ એવું સાધુપણું પામીને જેમાં છ કાયનું રક્ષણ કરવાનું છે તેને મન વચન કાયાની ક્રિયા જે કર્મરૂપે છે.તેનાથી એટલે પ્રમાદ ક૨વાથી જીવોને દુઃખ ન દે, ન સંયમનું ખંડન કરે, કદાચ શાસ્ત્ર પ્રમાણે અપ્રમાદપણે વર્તતા છતાં જીવઘાત થાય, તો તે દ્રવ્યવિરાધના થાય પણ તે અવિરાધના સમાન જાણવી. अध्ययन ४ जले जीवाः स्थले जीवा, आकाशे जीवमालिनि । जीवमालाकुले लोके, कथं भिक्षुरहिंसकः ? ।। १ ।। આ ગાથાથી જ઼ળમાં સ્થળમાં જીવો છે તથા જીવયુક્ત આકાશ છે તથા જીવ સમુદાયથી ભરેલું લોક છે. તેમાં ભિક્ષુક કેવી રીતે અહિંસક છે ? એ પ્રમાણે બોલનારાનું ખંડન કર્યું તથા સૂક્ષ્મ જીવોની હિંસા થતી નથી. તેથી અપ્રમાદી સાધુને જ્ઞાનપૂર્વક ક્રિયા કરતાં સંયમ પાળી શકે છે.આ પ્રમાણે હું કહું છે. વિગેરેપૂર્વ માફક જાણવું. આ ચોથા અધ્યયનના હવે પર્યાય શબ્દો બતાવવા નિર્યુક્તિકાર કહે છે. जीवाजीवाभिगमो आयारो चेव धम्मपन्नत्ती । तत्तो चरित्तधम्मो चरणे धम्मे अ एगट्ठा ।। २३३ ।। જીવ અજીવનું સ્વરૂપબતાવ્યું છે તેથી જીવા જીવાભિગમ છે. તથા બરોબર ધર્મનું સ્વરૂપ બતાવ્યાથી ધર્મ પ્રજ્ઞપ્તિ છે તથા ચારિત્રના નિમિત્તપણાથી તે ચારિત્રધર્મ છે. તથા ચરણના વિષયથી તે ચરણ છે અને શ્રુત ધર્મનો સાર હોવાથી તે શ્રુત ધર્મ છે. આ બધા શબ્દો એક અર્થવાળા છે. કેટલાક આચાર્યો હમણાં કહેલ સૂત્રના નીચે એનું વ્યાખ્યાન કરે છે. આ પણ અવિરુદ્ધ છે. અનુગમ કહ્યો. હવે નયનો સ્વરૂપ જોઈએ, તે પૂર્વ માફક જાણવું. ॥ ૨૮ ॥ મૂળ સૂત્રમાં પચ્છાવિ ઇત્યાદિ ગાથા વચમાં છે. તેની સુગમતા વિગેરેના કારણથી તેની ટીકા નથી. છતાં દીપિકામાં અર્થ છે. માટે લખીએ છીએ. કોઈ વૃદ્ધ અવસ્થામાં પણ તત્ત્વ સમજીને દીક્ષા લે અને જેઓને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્યપ્રિય હોય તો તેઓ મોક્ષમાં ન જાય તો પણ થોડા કાળમાં સંયમ પાળીને દેવલોકમાં જાય છે. (અને પછી એક બે ભવ કરી મોક્ષમાં જાય.) ચોથું અધ્યયન સમાપ્ત * * [98] *
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy