SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ બાંધે અને કડવાં ફળ ભોગવે, ત્યારે હવે સાધુ કેવી રીતે ચાલે, ઉભો રહે, વિગેરેથી પાપ ન બાંધે, તે બતાવે છે. છ બાબતો આ છે. ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, બોલવું, તે કેમ કરવું કે પાપ ન બંધાય. તે શિષ્યના સાતમી ગાથામાં પૂછવાથી આચાર્ય આઠમી ગાથામાં કહે છે કે જયણાથી ચાલે, ઉભો રહે, બેસે, સુવે, ખાય, બોલે તો પાપ ન બંધાય. તે આ પ્રમાણે સૂત્રમાં બતાવેલી ઇર્યાસમિતિથી ચાલે અને સ્થિરતાથી હાથ પગનો વિક્ષેપ કર્યા વિના ઉભો રહે તથા આકુંચન વિગેરે કર્યા વિના ઉપયોગથી બેસે, જયણાથી રાતના સૂવે પણ ઘણી નિંદ્રા ઘોર ખેંચાવા માફક ન કરે તથા પ્રયોજન વડે સાદો આહાર અમૃદ્ધપણે ખાય તથા સાધુની ભાષાએ કામ પ્રસંગને અનુસરતું થોડું બોલે, તો તે દુષ્ટ કર્મ જ્ઞાનાવરણીયાદિ ન બાંધે. કારણ કે પોતે શાસ્ત્ર મુજબ ઉપયોગથી કાર્ય કરે છે. તેથી તેને નવાં આશ્રવ ન આવે, આઠ ગાંથાનો અર્થ સમાપ્ત થયો. હવે નવમી ગાથાનો અર્થ કહે છે. सव्वभूय इत्यादि સર્વ ભૂત એટલે બધા જીવો ઉપર, આત્મભૂત એટલે પોતાના આત્માની માફક જે જાણે તથા સમ્યગુ એટલે વીતરાગ પ્રભુએ કહેલી વિધિવડે, પૃથ્વી વિગેરે સર્વ જીવોને દેખે, તથા પ્રાણાતિપાત વિગેરે આશ્રવોને રોકે તથા ઇંદ્રિયોને દમન કરે એવા ઉત્તમ સાધુને પાપકર્મ ન બંધાય. / ૯ / ૧ થી ૯ ગાથા || , આ પ્રમાણે સર્વ જીવો ઉપર દયા કરનારાને પાપકર્મનો બંધ ન થાય, એવું જાણીને કોઈ નવા - સાધુને એવો ભ્રમ થાએ કે જ્યારે એમ છે તો સર્વ પ્રકારે જીવદયામાં જ વર્તવું. જ્ઞાન ભણવાની શી જરૂર ? તે ભ્રમને દૂર કરવા કહે છે. पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सब्बसंजए । अन्नाणी किं काही ? किं वा नाहिइ छेय पावगं ? ।। १० ।। सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । . રૂમર્થ જિ. ગાન સોક્યા, ગં છેશું તે સમાયરે ? .. जो जीवे वि न याणति (णेइ), अजीवेवि न याणति । जीवाजीवे अयाणतो. कह सो नाही संजमं ? ।। १२ ।। નો નીતિ વિયાતિ (), ૩નીતિ વિદ્યાપતિ (m) / जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ।। १३ ।। પહેલું જ્ઞાન, એટલે જીવનું સ્વરૂપ ભણીને તેના રક્ષણનો ઉપાય સમજવો તે જ્ઞાન છે. તેવું જ્ઞાન ભણીને દયા (સંયમ) તે એકાંતથી ઉપાદેયપણે હોવાથી ભાવથી તેમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રકારે એટલે પ્રથમ જ્ઞાન ભણીને ક્રિયા કરવા રૂપે જે સાધુ વર્તે તે સર્વથા પ્રવ્રજિત છે, પણ જે અજ્ઞાની છે, એટલે જેને સાધ્ય ઉપાય ફલનું જ્ઞાન નથી તે શું કરે ? જેમ કોઈ અંધ વસ્તુને ન જાણે તો કેવી રીતે ખાડા વગેરેથી બચે. તેવી રીતે આ અજ્ઞાની સાધુને કઈ પ્રવૃત્તિ કરવી, કઈ જગ્યાએ નિવૃત્તિ [4]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy