SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अजयं सयमाणो उ, पाण- भूयाई हिंसई । बंधई पावयं कम्मं, तं से होइ कडुयं फलं ।। ४ । ઞનયં મુંનમાળો ૩, પાળ-મૂયારૂં હિંસ बंधई पावयं कम्मं, तं से होड़ कडुयं फलं ।। ५ ।। अजयं भासमाणो उ, पाण- भूयाई हिंसई । (૧) (૨) बंधई पावयं कम्मं, तं से होड़ कडुयं फलं ।। ६ ।। દંરે ? ન્હેં વિકે? તમાસે ? હંસપું ? | कहं भुजंतो भासतो, पावं कम्मं न बंधई ? ।। ७ ।। जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए । जयं भुजंतो भासतो, पावं कम्मं न बंधई ।। ८ ।। सव्वभूयऽप्पभूयस्स, सम्मं भूयाइं पासओ । पिहियासवस्स दंतस्स, पावं कम्मं न बंधई ।। ९ ।। જયણા રાખ્યા વિના ચાલે તો શું થાય, તે બતાવે છે. એટલે ઉપદેશ વિના અથવા સૂત્રની બતાવેલી આજ્ઞા વિના બહુ દોષો લાગે, તે બતાવે છે. પહેલી ગાથામાં ઇર્યાસમિતિને ઉલ્લંઘીને અજયણાથી ચાલે તો, બેઇન્દ્રિય વિગેરે પ્રાણીને, તથા એકેન્દ્રિય વિગેરે ભૂતોને, પોતે પ્રમાદથી, અથવા અજાણથી મારી નાંખે અથવા પીડા કરે, તો તે હિંસા કરતો સાધુ અકુશળ કર્મ પરિણામથી પાપકર્મને બાંધે. એટલે જ્ઞાનાવરણીય વિગેરે અશુભ બાંધે, અને તેનાં કડવાં ફળ ઉદયમાં આવતાં અજયણાવાળો સાધુ દુઃખ ભોગવે (વીછું, સાપ, કરડે) કાંકરો ખુંચે, ઠોકર લાગે, માથુ ફુટે, પ્રત્યક્ષ આલોકનાં દુઃખ છે અને બીજા ભવમાં નીચ ગતિ મળે, તેનાં મહાન દુઃખ જાણીતાં છે. કારણ કે આ પ્રમાદ ક૨ના૨ને મોહ વિગેરે હેતુ થવાથી તેનો વિપાક દારૂણ (ભયંકર) છે. એ પ્રમાણે અયતનાથી નીચે ઉતરતાં અથવા ઉભા રહેતાં હાથ પગ ગમે તેમ મૂકતાં ઉપર માફક દુઃખ પામે. એ બીજી ગાથામાં બતાવ્યું. એ પ્રમાણે ત્રીજી ગાથામાં અજયણાથી બેસતાં તથા પગ લાંબા કરતાં પોતાને તથા ૫૨ને દુ:ખ ઉપજાવે. એ જ પ્રમાણે ચોથી ગાથામાં અજયણાથી સમાધિ વિના રાતના સુતાં, અથવા દિવસે ખૂબ ઉંઘવાથી જીવોને દુ:ખ દે, અને પોતે પણ ઉપર મુજબ આલોક પરલોકનાં દુઃખ ભોગવે. પાંચમી ગાથામાં અજયણાથી ખાતાં એટલે વિના વિચારે ખાતાં, વિના કારણ સ્નિગ્ધ ભોજન ખાતાં અથવા ધ્યાન ન દેતાં ખાય તો અનેક જંતુઓની હાનિ કરે, પોતાને રોગ થાય વિગેરે ઉપર મુજબ છે. તથા કાગડા, શિયાળીઆ વિગેરેથી પોતે દુઃખ પામે. (રસમૃદ્ધ જીવોની અનેક પ્રકારે દુર્દશા થાય છે.) છઠ્ઠી ગાથામાં અજયણાથી બોલતાં ગૃહસ્થની ભાષા વડે કઠોર વચન બોલતાં અથવા ગુરુમહારાજ વિગેરેના વચમાં બોલતાં આલોક પરલોકનાં દુઃખ પામે. આ છ ગાથામાં અજયણાથી છ કામ કરતાં સાધુ પાપ તુલના કરો સમયસારવિકાર-૧૦ ભગવતગીતા ૫/૭ ૪/૩૮. B. ઉત્તરા૦ ૩/૧/૩-૮/૧૦-૧૮ સ્થાનાંગ ૩.૪૧૮ अध्ययन ४ [93]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy