SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ આદ્ર એટલે નાના ઇંડાં વિગેરે, ઘુણના કીડાના આશરે રહેલ સડેલું લાકડું આ બધાં વનસ્પતિકાયનાં અંગ છે. અથવા જુદી જુદી જાતો છે. તેના ઉપર સાધુ ચાલે નહિ, ઉભો ન રહે, ન બેસે, ન સૂવે, આ પાપ પોતે ન કરે, ન બીજા પાસે કરાવે, તેમ બીજો કોઈ તેવું પાપ કરતો હોય તો તેની પ્રશંસા ન કરે, પ્રતિષ્ઠિતનો દરેક જગ્યાએ એ જ અર્થ કરવો કે, તેમાં બીજું કંઈ સ્થાપ્યું હોય, તો તેના ઉપર પણ સાધુ ન ચાલે, વિગેરે જાણવું. // સૂ. ૧૪ || से भिक्खू वा भिक्खुणी वा संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से कीडं वा पयंगं वा कुंथु वा पिवीलियं वा हत्थंसि वा पायंसि वा बाहुंसि वा ऊरुंसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा कंबलंसि वा पायपुंछणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय પન્નય કાંતીવોના નો સંધાયમાવનેના / (જૂ. ૬) "સે મિજબૂ' વિગેરે પૂર્વ માફક જાણવું. આ સૂત્રમાં ત્રસકાયની રક્ષા કરવાની છે, તે બતાવે છે. કીડો, પતંગ, કુન્થ, કીડી વિગેરે છે. તે હાથમાં, પગમાં, બાહુમાં, સાથળમાં, પેટ ઉપર માથા ઉપર વસ્ત્રમાં, પાત્રમાં-કંબલમાં-દંડાસણમાં રજોહરણમાં ગુચ્છા ઉપર કે ઉંદક (મળ નાંખવાનું સ્થાન) અથવા દાંડી ઉપર, પીઠ ઉપર, પાટી ઉપર શય્યા ઉપર, અથવા સંથારા ઉપર અથવા સાધુને ક્રિયા કરવામાં ઉપયોગી એવા ઉપકરણમાં કીડી વિગેરે. આ ત્રસકાય ચડેલો હોય, તો સાધુ પૈર્યતાથી પ્રયત્ન કરીને તેને વારંવાર જોઈને, પૂંજીને, પ્રમાર્જીને, એકાંતમાં તેને દુઃખ ન થાય, તેવા સ્થાનમાં મૂકે, પણ તે જંતુઓને પરસ્પર પીડા થાય, તેવો સમૂહ એકઠો ન કરે, આ વચનથી બીજા પરિતાપ વિગેરે જીવોને પીડારૂપ છે. તે પણ સાધુએ ત્યાગવાં એમ કહ્યું. અહીંયાં પોતે પાપ ન કરવું, તેમ બીજા પાસે પણ સાધુએ ન કરાવવું, ન કર્તાને ભલો જાણવો, પોતે દરેક રીતે જાતે જ જયણા (સંભાળ)થી મૂકે. . • શયાનો અર્થ અહીં રહેવાનું મકાન જાણવું. અથવા સંસ્તારિકા જાણવી. સૂત્રોમાં યતના (જયણા) બતાવી. એટલે ચોથો અધિકાર કહ્યો. હવે શ્લોકોદ્વારા સાધુને ગુરુ મહારાજ ઉપદેશ આપે છે. તે પાંચમો અધિકાર છે. તે સૂ. ૧૫ / अजयं चरमाणो, पाण-भूयाइं हिंसई । बंधई पावयं कम्मं, तं से होइ कडुयं फलं ।। १ ।। अजयं चिट्ठमाणो उ, पाण-भूयाइं हिंसई । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ।। २ ।। अजयं आसमाणो उ, पाण-भूयाइं हिंसई । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ।। ३ ।। (૧) વિશેષ દીપિકામાં જુઓ. [92]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy