SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ वान ss लिहेज्जा न विलिहेज्जा न घट्टेजा न भिदेज्जा अन्नं नाऽऽ लिहावेज्जा न विलिहावेज्जा न घट्टावेज्जा न भिदावेज्जा अन्नं 'आलिहंतं वा 'विलितं वा घट्टतं वा भिदंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि १ ।। (सू० १०) ‘સે’ ઇતિ નિર્દેશમાં છે એટલે જે આ મહાવ્રતથી યુક્ત છે, તે જ ભિક્ષુ (સાધુ) અથવા ભિક્ષુણી (સાધ્વી) છે, તે આરંભના પરિત્યાગથી તેની કાયા ધર્મકાય છે. તે પાળવાને માટે ભિક્ષાના આચારવાળો ભિક્ષુક છે. તે પ્રમાણે ભિક્ષુણી પણ છે. છતાં ધર્મ છે તે પુરૂષવડે ઉત્તમ છે. માટે ભિખ્ખુને વિશેષપણે બતાવેલ છે તો પણ તે વિશેષણો સાધ્વીને પણ લગાવવાં. કહે છે - સંયત, વિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાત, પાપકર્મવાળો, તેમાં બધી રીતે યતના કરનારો તે સંયત છે. તે સત્તર પ્રકારના સંયમે કરીને યુક્ત છે. તથા વિવિધ (અનેક પ્રકારે) બાર પ્રકારના તપમાં રક્ત છે. તે વિરત જાણવો અને પ્રતિહત પ્રત્યાખ્યાત, પાપ કર્મવાળો એટલે સ્થિતિને ઓછી કરવાથી તથા ગ્રંથિભેદ વડે પચ્ચક્ખાણ કર્યું છે. તથા હેતુના અભાવથી ફરીંથી પાપકર્મ જે જ્ઞાનાવરણીય વિગેરે કર્મ જેણે વૃદ્ધિના અભાવથી જેણે હણ્યાં છે તેવો સાધુ, અથવા સાધ્વી શું કરે ? તે કહે છે. દિવસે અથવા રાત્રે એકલો અથવા સભામાં રહેલો, સૂતો હોય, યા તો જાગતો હોય, એટલે રાતના સૂવે, તથા દિવસે જાગે, અને કારણ પડે, એકલો હોય, નહિ તો શેષકાળમાં સમુદાયમાં રહેલો હોય છે. તે હવે પછી કહેવાતા દોષ ન લગાડે. તે આ પ્રમાણે પૃથ્વી, અથવા ભિત્તિ; અથવા શિલા, અથવા લોષ્ટ, તેમાં પૃથ્વી તે લોષ્ટ વિગેરેથી રહિત છે. ભિત્તિ તે નદીનો કીનારો છે તથા શિલા તે મોટો પથરોછે, તથા લોષ્ટ તે માટીનું ઢેકું જાણવું. તે તથા ૨જ એટલે જંગલની ધૂળ, તેની સાથે વર્તે તે સરજસ્ક કહેવાય. તે ધુળવાળી કાયા હોય - અથવા વસ્ત્ર જે ચોલપટ્ટો વિગેરે છે અને તે લેવાથી તેની સાથેનાં પાત્ર વિગેરે પણ સમજવાં, એટલે ધૂળથી ખરડાએલાં હોય તો શું કરવું, તે કહે છે. હાથ વડે, પગ વડે; લાકડા વડે, લાકડાના છેડા વડે, અથવા આંગળી વડે, અથવા સળી વડે, અથવા લોઢાના સળીઆ વર્ડ, અથવા સળીઓના સમુદાય વડે, ન આલેખે, ન વિલેખે, ન ઘટ્ટન કરે, ન ભેદે આમાં આલેખવું એટલે એકવાર અથવા થોડીવાર ખોતરવું અને વિલેખે એટલે વારંવાર ખોતરે, ઘટ્ટન એટલે ચાલવું, તથા ભેદવું, એટલે વિદા૨ણ કરવું, તે ફાડવું આ બધું પૃથ્વીકાયને દુઃખરૂપ હોવાથી પોતે ન કરે, બીજા પાસે ન કરાવે, તેમ બીજા કોઈ ખોતરતા હોય, તથા છેદનભેદન કરતા હોય, તો તેનું પોતે અનુમોદન ન કરે, વિગેરે બધું પૂર્વ માફક જાણી લેવું. ॥ સૂ. ૧૦ || તે भिक्खू वा भिक्खुणी वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वाओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदओल्लं वा कार्य उदओल्लं वा वत्थं ससिणिद्धं वा कायं, ससिणिद्धं वा वत्थं नाss मुसेज्जा न संफुसेज्जा न आवीलेज्जा न पवीलेज्जा न अक्खोडेज्जा न पक्खोडेज्जा न आया वेज्जा न पयावेज्जा अन्नं ना SSमुसावेज्जा न संफुसावेज्जा न आवीलावेज्जा न पवीलावेज्जा न अक्खोडावेज्जा ૧. પ્રથમ અધ્યયન ગાથા ૪૬ જોવી. ૨. નિશીથચૂર્ણી ૪/૧૦૭ [89]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy