SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ ૩૩૩ ૨૨૨ ૧૧૧ ૩૨૧ ૩૨૧ ૩૨૧ એની ભાવના શું છે તે બતાવે છે. ૧૩૩ ૩૯૯ ૩૯૯ ન કરૂં, ન કરાવું, ન કર્તાને ભલો જાણું. તે મન વચન કાયાથી એક ભેદ થયો. હવે બીજો મૂળભેદ કહે છે. ન કરે, ન કરાવે, ન કર્તાને ભલો જાણે મન વચન કાયાથી એક ભાંગો થાય,તથા મન કાયાથી બીજો થાય. તથા વચન કાયાથી ત્રીજો થાય એમ બીજો મૂળભેદ કહ્યો. હવે ત્રીજો કહે છે, ન કરે, ન કરાવે, ન કર્તાને ભલો જાણે, તે મનથી એક વચનથી બીજો કાયાથી ત્રીજો એમ ત્રીજો મૂળભેદ પુરો થયો. હવે ચોથો કહે છે; ન કરે, ન કરાવે, મન, વચન, કાયાથી પહેલો ભાંગો તથા ન કરે, ન કર્ઝાને ભલો જાણે, એ બીજો ભાંગો છે, તથા ન કરાવે, ન અનુમોદે, એ ત્રીજો ભાંગો થાય, ચોથો મૂળભેદ કહ્યો. હવે પાંચમો ભેદ કહે છે, ન કરે, ન કરાવે, મન, વચનથી તે એક, ન કરે, ન કર્તાને ભલો જાણે, એ બીજો. તથા ન કરાવે, ન કર્તાને ભલો જાણે, એ ત્રીજો, એમ ત્રણ ત્રણ ભાંગા મન વચનથી લીધા. એ પ્રમાણે ત્રણ ભાંગા મન કાયાથી લીધા, તથા તે જ પ્રમાણે વચન કાયાથી ત્રણ લીધા, સર્વે મળીને નવ થયા. પાંચમો મૂળભેદ કહ્યો. હવે છઠ્ઠો કહે છે. ન કરે, ન કરાવે મનથી એક, તથા ન કરે, ન કર્તાને અનુમોદે, આ મનથી બીજો. તથા ન કરાવે, ન કર્તાને, અનુમોદે, આ મનથી ત્રીજો થયો. એ પ્રમાણે વચન કાયાથી દરેકના ત્રણ ત્રણ ભાંગા મળી કુલ્લે નવ થયા. આ છઠ્ઠો મૂળભેદ થયો. હવે સાતમો કહે છે. ન કરે મનથી, વચનથી, કાયાથી, આ એક છે; એ પ્રમાણે ન કરાવે, મન.વિગેરેથી-બીજો ન કર્તાને અનુમોદે, તે મન વચન અને કાયાથી એમ ત્રીજો થયો. આસાતમો મૂળ ભેદ કહ્યો. હવે આઠમો કહે છે, ન કરે મન વચનથી એક, તથા મન કાયાથી બીજો અને વચન કાયાથી ત્રીજો એમ ન કરાવે એ ત્રણ ભાંગા જાણવા તથા ન કર્તાને અનુમોદે તે પણ ત્રણ થયા. તે બધા મળી નવ થયા એ આઠમો મૂળ ભેદ થયો. હવે નવમો મૂળ ભેદ કહે છે. ન કરે મનથી એક ન કરાવે બીજો ન કર્તાને અનુમોદે તે ત્રીજો, એ પ્રમાણે વચનમાં બીજો અને કાયાથી ત્રીજો થાય. એ પણ બધા મળીને ત્રણ ત્રણ ગણતાં નવ થાય. આ પ્રમાણે નવમો મૂળ ભેદ કહ્યો. હવે એ બધાનો સરવાળો કહે છે. બધા મળીને એ ૪૯ ભાંગા થાય છે. ‘लद्धफलमाणमेयं भंगा उ हवंति अउणपन्नासं । तीयाणागयसंपतिगुणियं कालेण होइ इमं ।। १ ।। सीयालं भंगसयं, कह ? कालतिएण होति गुणणा उ तीतस्स पडिक्कमणं पच्चुप्पन्नस्स संवरणं ।। २ ॥ पच्चक्खाणं च तहा, होइ य एसस्स एस गुणणा उ । कालतिएणं भणियं जिणगणधरवायएहिं च ।। ३ ।।' આનું ફળ (સરવાળો) ૪૯ થયું તેને અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) તથા વર્તમાન કાળ એમ ત્રણ વડે ગુણતાં ૧૪૭ થાય; તેમાં અતીતનું પ્રતિક્રમણ થાય, વર્તમાનનું સંવરણ થાય, અને ભવિષ્યનું પચ્ચક્ખાણ થાય. આ ત્રણ કાળનું ગણવું તે જિનેશ્વર ગણધર, અને વાચકોએ કહ્યું છે. ગાથા અર્થ ચારિત્રધર્મ કહ્યો, હવે યતનાનો અવસર છે તે કહે છે. अध्ययन ४ सेभिक्खूं वा भिक्खुणी वा संजय - विरय - पडिहय-पच्चक्खायपावकम्मे दिया वा ओवा वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से पुढवि वा भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कार्य ससरक्खं वा वत्थं हत्थेण वा पाएण वा कट्टेण वा कलिंचेण वा अगुंलियाए वा सलागाए वा सलागहत्थे [88]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy