SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ તે પૂર્વે જે પાપ કરેલાં છે, તે હવે ન કરું. આમાં વર્તમાન, અને ભવિષ્ય, ન આવે. કારણ કે પ્રતિક્રમણ ભૂતકાળનું થાય, વર્તમાન પાપનું સંવરણ (રોકવું) થાય. અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) થાય છે. (ભદંત શબ્દનો અર્થ ભવઅથવા ભય તેનો અંત કરનાર ગુરુ મહારાજ છે.) ભદંત શબ્દ વડે જણાવ્યું, કે ગુરુની સાક્ષીમાં વ્રત લેવા યોગ્ય છે; તથા પ્રતિક્રમામિ શબ્દવડે જણાવ્યું કે, ભૂત (જીવો) ને દંડ (દુઃખ) દેવાથી હું નિવચ્છું છું. આથી નિવૃત્તિ થાય. અને તેથી પાપની અનુમતિથી વિરમણ (પાછું હટવું) થાય. તથા નિંદામિ. ગરામિ; આ બે શબ્દોથી જાણવું કે, પોતાના આત્માની સાક્ષીથી પોતાના પાપોની નિંદા થાય, અને પર (ગુરુ)ની સાક્ષીથી ગર્તા થાય, ગર્તા એટલે જુગુપ્સા (પાપથી મોં વાંકુ કરી તિરસ્કાર બતાવવાનો) છે “આત્માને” અતીત પૂર્વે દંડ કરનારાને નિંદવા યોગ્ય જાણી વિવિધ અર્થવાળાઅથવા વિશેષ અર્થવાળા વિ શબ્દ, તથા ઉત્ અતિશય અર્થવાળા શબ્દવડે. સૃજામિ એટલે છોડું છું. (અર્થાતું મારાં પાપોથી હું સર્વથા છૂટું છું.) વાદીનો પ્રશ્ન – જે આ પ્રમાણે પૂર્વના પાપોના દંડનું પ્રતિક્રમણ માત્ર આ સૂત્રનું તાત્પર્ય હોય; એમ થયું, પણ વર્તમાન પાપોનું સંવરણ (રોકાણ) અને ભવિષ્યના પાપોનું પચ્ચખાણ હવે ન બતાવ્યું તેનું કેમ ? આચાર્યનો ઉત્તર - નકરેમિ (ન કરું) વિગેરે શબ્દવડે વર્તમાન પાપોનું રોકાણ તથા ભવિષ્યનું પચ્ચકખાણ સિદ્ધ થયું; (સૂ. ૨) - पढमे भंते ! महव्वए प्राणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा. थावरं वा, नेव सयं पाणे अइवाएज्जा नेवऽन्नेहिं पाणे अइवायावेज्जा पाणे अइवायंतेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं વોસિરામિ | પઢને મંતે ! મદઘણુ સદામિ સવ્વારો પફવાયા વેરમi || 9 || (સૂત્ર રૂ) આ આત્માના સ્વીકારને યોગ્ય દંડનો નિક્ષેપ છે. તે સામાન્ય અને વિશેષ રૂપ છે. સામાન્ય રીતે પૂર્વે કહેલા લક્ષણવાળો જ છે. પણ તે વિશેષ રૂપે પંચમહાવ્રત પણે અંગીકાર કરવો જોઈએ. તે મહાવ્રતોને બતાવે છે. “તમે મંતે” ઇત્યાદિ, સૂત્રના ક્રમના પ્રમાણથી પ્રાણાતિપાત (જીવ નાશથી) વિરમણ (પાછા હઠવું) તેમાં પહેલું છે. ભદન્ત (ભયઅન્ત) ગુરુનું આમંત્રણ છે. મહાવ્રત એટલે મોટું વ્રત છે. આનું મહત્ત્વ શ્રાવકના સંબંધી અણુવ્રતની અપેક્ષાએ છે, આ વ્રતમાં ૧૪૭ ભાંગા છે તેની આ ગાથા છે. 'सीयालं भंगसयं पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो पच्चखाणकुसलो सेसा सब्बे अकुसला उ ।। १ ।। એમના અસંમોહના અર્થે (સમજવા માટે) આગળ અમે ખુલાસો કરશે. તે મહાવ્રતમાં પ્રાણાતિપાત વિરમણ છે. તેમાં પ્રાણ એટલે ઇન્દ્રિયો વિગેરે છે. તેનો અતિપાત દુઃખ દેવુ તે પ્રાણાતિપાત વિરમણ છે પણ જીવનો અતિપાત તેમ નહિ, તે પ્રાણાતિપાતથી વિરમણ એટલે સમ્યગુજ્ઞાનથી શ્રદ્ધા (૧) કોટીલી અર્થશાસ્ત્ર ૨/૧૦/૨૮માં દંડના ત્રણ પ્રકાર કહ્યા છે “વધ: પરિક્તશોડર્થહરણ દડ' [80]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy