SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ પૂર્વક સર્વથા તે પાપથી દૂર થવું. આ ભગવાને કહ્યું છે. તે ઉ૫૨થી લેવું એથી આ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) છે. તે નિશ્ચય કરીને હું પ્રાણાતિપાતને હે ભદન્ત ! હું પચ્ચક્ખાણ કરું છું, સર્વ એટલે જરા પણ બાકી નહિ. કારણ કે શ્રાવકના પચ્ચક્ખાણમાં કેટલીક છુટ રહે છે. તેવું પરિસ્થર (સ્થૂળ) નહિ. બીજી વાર પણ ‘ભદત્તું' શબ્દ પૂર્વ માફક છે, પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) તેમાં પ્રતિશબ્દ નિષેધ માટે છે. આ પણ મર્યાદા માટે છે અને ખ્યા ધાતુ કહેવા માટે છે. તેનો આખો અર્થ પ્રતીપ અભિમુખ કથન છે. એટલે હું પાપ ન કરવાનું પચ્ચક્ખાણ કરૂં છું. અથવા “પ્રત્યાચક્ષે” એટલે સંવૃત આત્મા, તે આત્માને કબજે રાખીને, હવે હું નવાં પાપોનો ભાવથી ત્યાગ કરું છું એના વડે વ્રતને માટે સમજ વિગેરેની ગુણયુક્ત વડી દીક્ષાને યોગ્ય છું તે કહે છે. કહ્યું છે કે -- पढिए य कहिय अहिगय परिहरउवठावणाई जोगोत्ति । छक्कं तीहिं विसुद्धं परिहर णवएण भेदेण ।। १ ।। पडपासाउरमादी दिट्टंता होंति वयसमारुहणे । जह मलिणाइसु दोसा सुद्धाइसु णेवमिहइंपि ।। २ ।। इथ्याहि. 'ભણ્યા પછી તથા કહ્યા પછી તથા સમજ્યા પછી શિષ્ય પાપ તજે છે અને તે વડી દીક્ષાને યોગ્ય છે. તે છ એ છ જીવ નિકાયને ત્રિવિશુદ્ધિ વડે દુઃખ દેવાનું નવભેદવડે પરિહ૨, એવું ગુરુશિષ્યને કહે છે કે (મન વચન કાયાથી ન કરે, ન કરાવે, કર્તાને ભલો ન જાણે, એ પ્રમાણે પંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ, એ છ વ્રતને ત્રણ ક૨ણ, ત્રણ યોગે, ઉપ૨ કહ્યા મુજબ પાળે અને પાપને ત્યાગે) પટ, પ્રાસાદ, આતુર, વિગેરેના દૃષ્ટાંતો વ્રતના લેવા આગળ કહેવાના છે. જે મલીન વિગેરે દોષો છે. તે અહીંયાં શુદ્ધમાં ન હોય, અર્થાત્ કપડું મેલું હોય ન ગમે, તેમ વ્રતમાં પણ દોષ હોય, તો તે કાઢી નાંખવા જોઈએ. अध्ययन ४ ऐतेसिं लेसुद्देसेण सीसहियट्टयाए अत्थो भण्णइ-पढियाए सत्थपरिण्णाए दसकालिए छज्जीवणिकाए वा कहियाए अत्थओ, अभिगयाए संमं परिक्खिऊण-परिहरड़ छज्जीवणियाए मणवयणकाएहिं कयकारावियाणुमइभेदेण, तओ ठाविज्जइ, ण अन्नहा । इमे य इत्थ पडादी दिट्टंता मइलो पडो ण रंगिज्जइ सोहिओ रंगिज्जइ, असोहिए मूलपाए पासाओ ण किज्जइ सोहिए किज्जइ, वमणाईहिं असोहिए आउरे ओसहं न दिज्जइ सोहिए दिज्जइ, असंठविए रयणे पडिबंधो न किज्जइ संविए किज्जइ, एवं पढियकहियाईहिं असोहिए सीसे ण वयारोवणं किज्जइ सोहिए किज्जइ, असोहिए य करणे गुरुणो दोसा, सोहियापालणे सिस्सस्स दोसोत्ति कंयं पसंगेण । ઉપરની બે ગાથાનો અર્થ શિષ્યના હિતના માટે થોડામાં લખે છે. આચારાંગ સૂત્રમાં પહેલું અધ્યયન શસ્ત્ર પરિક્ષા અથવા દશ વૈકાલિકનું છ જીવણિયા નામનું આજ ચોથું અધ્યયન શીખ્યા પછી ગુરુએ અર્થ બતાવ્યા પછી તે સારી રીતે સમજ્યો છે, તેની પરીક્ષા કરીને શિષ્ય છ જીવનિકાયોને દુઃખદેવાનું પાપ, મન વચન કાયા વડે કરવું, કરાવવું, અનુમોદવું, ત્રણ ભેદે તે પાપને ત્યાગે. ત્યારપછી તેને વડી દીક્ષા આપે. તે સિવાય વડી દીક્ષા ન આપે. અહીંયાં પટ વિગેરેના દૃષ્ટાંતો છે. જેમ મેલું કપડું ન રંગાય, પણ ધોએલું રંગાય; તથા જગ્યા શોધ્યા વિના મહેલનો પાયો ન નાંખે, પણ જમીનની શુદ્ધિ કર્યા પછી પાયો નાંખે, તથા રોગીને રેચ વિગેરે આપ્યા પહેલાં ઔષધ ન આપે, (૧) ભગવતી સૂત્ર - ૧-૮ ૩-૫ સૂ. ૩૨૯ [81]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy