SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ હવે ત્રસ જીવોના ભેદ કહે છે. જે કીડા એટલે કૃમિઓ આ શબ્દથી તેની જાતિના બધા બેઇન્દ્રિય જીવો લેવા તે શંખ વિગેરે જાણવા તથા પતંગ એટલે શલભ તે ચાર ઇન્દ્રિય છે. તેની જાતિના ભમરા વિગેરે જાણવા તથા જે કુન્શવા (ઝરા) કીડીઓ આનાથી ત્રણ ઇન્દ્રિવાળા જીવો લેવા તેથી એમ જાણવું કે બધા બે ઇન્દ્રિય તે કૃમિ વગેરે તથા સર્વે ત્રણ ઇન્દ્રિય તે કુWવા (ઝરા) વિગેરે અને બધા ચાર ઇન્દ્રિય તે પતંગ વિગેરે જાણવા. પ્રશ્ન-જે કીડા પતંગ વિગેરે પહેલાં કહી ગયા તે શા માટે ? ઉત્તર-સૂત્રની રચના વિચિત્ર હોવાથી એમ સૂચવ્યું, કે તેમાં ક્રમ રહેતો નથી. પણ સૂત્ર વિના ક્રમ રહે છે. હવે પંચેન્દ્રિય સામાન્યથી, તથા વિશેષથી છે. તેમાં બધા તિર્યંચ યોનિ વાળા ગાય વિગેરે છે. બધી નારકીઓ રત્નપ્રભા નારક વિગેરે ભેદોથી જુદા છે. તથા બધા મનુષ્યો, તે કર્મભૂમિ વિગેરેમાં જન્મેલા વિગેરે છે. સર્વે દેવો, તે ભવનવાસી વિગેરે છે અહિં સૂત્રમાં સર્વ શબ્દ બધા ભેદોને ત્રસંપણું બતાવવા માટે છે. એટલે એમ સમજવું કે આજ બધા જીવો ત્રસકાય છે. પણ એકેન્દ્રિયો માફક ત્રસ અને સ્થાવર નથી. કારણ કે અમે કહ્યું છે કે, એકેન્દ્રિમાં પણ પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ સ્થાવર છે. અને અગ્નિ, વાયુ તથા બેઇન્ટિ વિગેરે ત્રસ છે. આ તત્ત્વાર્થના બીજા અધ્યયનમાં સૂત્ર ૧૩મું ૧૪મું છે. તેનો ખુલાસો કર્યો કે, અહિં એકેન્દ્રિય ત્રસ ન લેવા. સર્વે પ્રાણી પરમ ધર્માણ, એટલે બે ઇન્દ્રિય વિગેરે, તથા પૃથ્વી વિગેરે, પરમ તે સુખ, તેને વાંચ્છનારા છે. એટલા માટે દુઃખ ન દેવું. એટલા માટે આ છએ જીવનિકાયનો પોતે દંડ ન કરે, (એવું કાર્ય ન કરે કે જીવો દુઃખ પામે) એમ જાણવું, તે પ્રમાણે બીજા પાસે ન કરાવે, કરતાને ભલો ન જાણે વિગેરે ઉપરથી જાણવું. આ છઠ્ઠો જવનિકાય બતાવીને, પૂર્વે કહેલ કીડા વિગેરે પૃથ્વીકાયથી છઠ્ઠો છે તે ત્રસકાય બધા તીર્થંકર, અને ગણધરોથી પ્રકર્ષથી કહેવાય છે. પ્રયોગ આ પ્રમાણે છે. વિદ્યમાનનું કરેલું આ શરીર છે. કારણ કે ઘડાની માફક શરૂઆતથી પ્રતિનિયત આકારવાળું છે તેથી. પ્રશ્ન-અહીં ત્રસકાયનું નિગમના કહ્યા સિવાય, અસ્થાનમાં બધા જીવો પરમ ધર્માણ એ પછી કહેવાનું સૂત્ર અહિં શા માટે કહ્યું ? ઉત્તર-નિગમનસૂત્રનું વ્યવધાનવાળું બીજા અર્થથી વ્યવધાનનું બતાવવાપણું છે, તેથી કહ્યું. જેમ કે ત્રસકાયનો નિગમન સૂત્ર છેડો, જીવોની ઓળખાણ છે અને તેના અંતરે અજીવોની ઓળખાણનો (૧) ઉત્તરા. ૩૦મું અધ્યયન જોવું (૨) A. સ્થાનાંગ ૩/૩૨૯ B. ૩ ૩૬/૧૦૭ C. ૩ શાંત્યાચાર્ય-પૃ. ૯૯૩ [17]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy