SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ કાયમાં છે. એના વડે પાંચ સંખ્યાનું ગ્રહણ કર્યું, નહિ તો બીજી રીતે અહીંયાં છ અધિકાર છે જેમાં અર્થોને કરાય તે પ્રકરણમ્ અનેક અર્થના અધિકારવાળું કાય પ્રક૨ણ વિગેરે છે. વિભક્તિ લાગી હોય તે પદ. કહેવાય અનેક વિગેરે વ્યંજન કહેવાય એ વ્યંજનવડે વિશુદ્ધ બોલે || ગાથાર્થ ॥ ૬૦ || अध्ययन ४ હવે ત્રસનો અધિકાર કહે છે. ગાથામાં તે શબ્દ અથ શબ્દના અર્થમાં છે અને તે પણ ઉપન્યાસ ના વાસ્તે છે. અથશબ્દ પ્રક્રિયા, પ્રશ્ન, અનંતર, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચનના સમુચ્ચયોમાં વપરાય છે હવે જે બાળકો વિગેરેને પણ પ્રસિદ્ધ છે એવા અનેક બે ઇન્દ્રિય વિગેરે ભેદ વડે એકએક જાતિમાં ઘણા ત્રસજીવો છે. ત્રસ એટલે ત્રાસ પામે તે, અને પ્રાણ એટલે ઉચ્છવાસ વિગેરે છે. એ જેમને હોય તે પ્રાણી કહેવાય તે આ પ્રમાણે અંડજા વિગેરે આ નિશ્ચયે છઠ્ઠો જીવનિકાય છે તે ત્રસકાય છે. આ યોગ છે જે ઇંડું તેનાથી ઉત્પન્ન થાય તે અંડજ કહેવાય છે તે પક્ષી ઘીલોડી વિગેરે છે અને પોતે પોતાથી ઉત્પન્ન થાય તે પોતજ કહેવાય (પા. ૩-૨-૧૦૧) સૂત્ર પ્રમાણે ‘જ' પ્રત્યય જન્મ આપવાના અર્થમાં છે. તે હાથી, વલ્ગુલી ચર્મ જલૌકા વિગેરે છે. જરાયુના વિંટાયેલા જે જન્મે છે તે જરાયુજ જાણવા, તે ગાય, ભેંસ, બકરો, ઘેટો, માણસ વિગેરે છે. અહિં પૂર્વ માફક તે પ્રત્યય છે. રસથી જન્મે તે રસજ કહેવાય તેમાં છાસ, આરનાલ, (ઓસામણ) દહીં, તીમન, વિગેરેમાં પાયુક્મીના આકારવાળા બહુ ઝીણા જીવો થાય છે તે છે, પરસેવાથી થાય તે સંસ્વેદજ કહેવાય તેમાં માકડ, જુ, શતપદિકા, વિગેરે છે તથા સંમૂર્ચ્છનથી જન્મેલા તે સંમૂર્ચ્છનજ કહેવાય તે શલભ, કીડીઓ, માખી, શાલૂક વિગેરે છે તથા ઉભેદથી જન્મે તે ઉભેદ કહેવાય અથવા ઉભેદન થઈને જન્મે તે ઉદ્ભિજ કહેવાય તે પતંગ, ખંજરીટ, પરિપ્લવ વિગેરે છે. ઉપપાતથી જન્મે તે ઉપપાતજ કહેવાય અથવા ઉપપાતમાં થાય તે ઔપપાતિક કહેવાય તે દેવ અને નારકીના જીવો કહેવાય તેમનું જ લક્ષણ કહે છે, જે કોઈને સામાન્યથી જ જીવોનું અભિક્રાન્ત થાય છે એટલે બોલનારની સામે આવવું તે છે અને ભાવમાં નિષ્ઠા પ્રત્યય છે એટલે ક્રમ ધાતુનું ક્રાન્ત થયું. એટલે તે જીવો સામે આવે છે. તથા તે જીવોનું પ્રતિક્રાન્ત થાય એટલે તે જીવોનું પાછું ફરવું થાય અને સંકુચન એટલે શરીરના ભાગોને સંકોચવા તે પ્રમાણે પ્રસારણ એટલે શરીરના ભાગોને પોહળા કરવા રવણમ્ એટલે શબ્દ ક૨વો ભ્રમણ એટલે આમ તેમ ફરવું, ત્રાસ પામવું, તથા દોડી જવું તથા ક્યાંયથી કોઈ વખતે એટલે ગતિથી આવવું છે આ બધાને જાણનારા છે, પ્રશ્ન અભિક્રાન્ત પ્રતિક્રાન્ત એ બંન્નેનો આગતિ તથા ગતિથી ભેદ નથી છતાં શામાટે જુદા ફરીથી કહ્યાં ? ઉત્તર વિજ્ઞાન વિશેષ બતાવવા માટે, જેમ કે આમ કહેલું છે. જેઓ જાણે છે કે અમે જેમ આવીએ છીએ પાછા જઈએ છીએ તે જ ત્રસ જીવ છે. પણ જે એવું નથી જાણતા જેમ કે વૃત્તિ (વાડ) ને વીંટાઈને વેલ વિગેરે ચઢે છે તે ગોળાકાર ફરવા છતાં તે ત્રસ જીવો ગણાતા નથી. પ્રશ્ન. આ પ્રમાણે બે ઇન્દ્રિઓનું પણ અત્રસપણું સિદ્ધ થશે. કારણ કે તેઓને અભિક્રમણ તથા પ્રતિક્રમણ હોવા છતાં એવું જ્ઞાન નથી. આચાર્યનો ઉત્તર - એમ નથી, તેમને હેતુ સંજ્ઞાથી સમજણ છે તેઓનું બુદ્ધિપૂર્વક જેવું છાયાથી તડકામાં અને તડકાથી છાયામાં જવું આવવું થાય છે, પણ વેલડીઓને તેવું ગમન આગમન સમજપૂર્વક નથી (કે હું ગરમી લેવા તડકામાં જાઉં અને છાયો લેવા છાયામાં જાઉં) વેલડીનું જવું આવવું ફક્ત ઓઘસંજ્ઞા વડે છે જ, આમ થોડામાં બસ છે. [76]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy