SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अध्ययन ४ એમ જાણવું કે દ્રોહ અભિમાન ઇર્ષ્યા વિગેરે મનનો દુષ્પ્રયોગ છે તે લેવો, વચનનો દુષ્પ્રયોગ તે હિંસાત્મક વચન તથા કઠોર વિગેરે વચન બોલવાં અને કાય દુષ્પ્રયોગ તે દોડવું કુદવું વિગેરે છે અને અવિરતિ તે સામાન્ય રીતે જીવહિંસા વિગેરે પાપસ્થાનમાં પ્રવૃત્તિ કરવી તે બધાં સ્વ અને ૫૨ને મા૨ના૨ હોવાથી કર્મબંધનિમિત્તપણે હોવાથી ભાવશસ્ત્ર છે || ગાથાર્થ | ૨૩૦ || અહીં ભાવશસ્ત્રનો અધિકાર નથી. પણ દ્રવ્ય શસ્ત્રનો છે તે ત્રણ પ્રકારે છે તે બતાવે છે. किंचि सकायसत्थं किंचि परकाय तदुभयं किंचि । एयं तु दव्वसत्थं भावे अस्संजमो सत्थं ।। २३१ ।। કાંઈક સ્વકાય શસ્ત્ર છે. જેમ કે કાળી માટીને લીલી માટીનું શસ્ત્ર છે એ પ્રમાણે ગંધ ૨સ સ્પર્શના ભેદમાં પણ શસ્ત્ર યોજના કરવી (સ્પર્શ જુદા જુદા હોય તો એક બીજાને હણે વિગેરે) તથા કંઈક પરકાય શસ્ત્ર છે. જેમ કે પૃથ્વી છે તે પાણી અગ્નિ વિગેરેનું શસ્ત્ર છે અથવા પાણી અગ્નિ વિગેરે પૃથ્વીનાં શસ્ત્ર છે અને કંઈક બંને મળીને શસ્ત્ર થાય છે. જેમ કે કાળી માટી પાણીના સ્પર્શ ૨સ ગંધ વિગેરેથી ધોલી માટીનું શસ્ત્ર છે. જેમ કાળી માટીથી મેલું પાણી થાય છે તે વખતે આ કાળી માટી પાણી તથા ધોળી માટીનું શસ્ત્ર થાય છે તે દ્રવ્ય શસ્ત્ર જાણવું ગાથામાં તું શબ્દ છે તે અનેક પ્રકારના વિશેષ અર્થ બતાવે છે. એટલે અનેક પ્રકારનાં શસ્ત્ર જાણવાં અને ભાવદ્વારમાં અસંયમ તે ચરણનું શસ્ત્ર છે || ગાથાર્થ | એ પ્રમાણે પરિણત પૃથ્વીમાં ઉચ્ચારાદિ કરવાથી જીવની હિંસા નથી. તેથી અહિંસાપણાનો સાધુધર્મનો સંભવ થાય છે આ પ્રમાણે આગમનું તે પ્રમાણ છે અને અહીં અનુમાન પણ છે. જેમ કે જીવ સહિત ૫૨વાળાં લવણ પત્થર વિગેરે પૃથ્વીથી બનેલા છે. (પ્રતિજ્ઞા સમાન જાતિવાળા અંકુરાની ઉત્પત્તિના જોવાથી (હેતુ)) તથા તેમાં દેવદત્તના માંસના અંકુરાનું દૃષ્ટાંત છે. એ પ્રમાણે આગમ અને ઉપપત્તિવડે પૃથ્વી કાયિકનું જીવત્વ સિદ્ધ થયું કહ્યું છે કે - “આગમશ્યોપત્તિશ્વ, સંપૂર્ણ સૃષ્ટિતળમ્ । ગતીન્દ્રિયાળામ/નાં, સમાવપ્રતિપત્તયે ।।? ” આગમ અને ઉપપત્તિ એ અતિઇન્દ્રિય પદાર્થના સદ્ભાવના સ્વીકાર માટે દૃષ્ટિનું સંપૂર્ણ લક્ષણ છે. “આગમો હ્યાપ્તવચનમાપ્ત રોષ યદ્વિવું: વીતરાગોડમૃતં વાવયં, ન ધ્રૂયાન્દ્રેત્વસંમવાત્ ।। ૨ ।।” આગમ છે તે આપ્તનું વચન છે અને તે દોષના ક્ષયથી તેને આપ્ત કહે છે. કારણ કે હેતુના અસંભવથી વીતરાગ અસત્ય વચન ન બોલે આટલું ટુંકામાં બસ છે. પૃથ્વીની માફક અપુકાય પણ સચિત્ત જાણવા અગ્નિ પણ સચિત્ત તથા વાયુ અને વનસ્પતિ પણ સચિત્ત કહ્યા વિગેરે જાણવું. હવે જલનું વિશેષ કહે છે. સજીવ છે. જમીનમાં ખોદવાના સ્વભાવથી દેડકાં માફક કુદીને ઉંચે આવે છે તે પ્રમાણે અગ્નિનું છે. (૧) તુલના કરો. ‘પ્રમેયકમલ માર્તન્ડ' ‘નને નન્તુ ચત્તે નન્તુ' [73]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy