SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ - પૃથ્વી, કાઠિણ્ય વિગેરે લક્ષણવાળી લોકમાં જાણીતી છે. તે જ કાયને ધારણ કરનારા તે પૃથ્વી કાયિક જીવ છે. આપે તે પ્રવાહી રૂપે-પાણીના જીવો તે કાયને ધારણ કરવાથી અપ્રકાયિક છે. તેજ | લક્ષણવાળું શરીર ધારણ કરવાથી તે તેજસ કાયિક જાણવા. વાયુ તે ચાલવાના ધર્મવાળો જાણીતો છે. તે શરીરને ધારણ કરનાર વાયુ કાય છે અને વનસ્પતિ લતાદિરૂપે જાણીતો છે. તે શરીરને ધારણ કરનાર વનસ્પતિ કાયિક જાણવા. એ પ્રમાણે ત્રાસ પામવાના સ્વભાવવાળા જાણીતા છે. તેઓ તે શરીરને ધારણ કરવાથી ત્રસ કાયિક જાણવા. (દરેકમાં સ્વાર્થેક પ્રત્યય લગાડ્યો છે એટલે પૃથ્વીકાય અથવા પૃથ્વી કાયિક એ બંને એક જ અર્થમાં છે.) આ છએ કાયોનો આધાર પૃથ્વીકાય છે. માટે પૃથ્વીકાય પહેલો કહ્યો અને પૃથ્વી ઉપર પાણી રહે છે. માટે બીજો તેને કહ્યો અને પાણીનો પ્રતિપક્ષ અગ્નિ છે તે ત્રીજો કહ્યો અને ત્યારપછી અગ્નિનો મદદગાર વાયુ છે. તેથી તે ચોથો કહ્યો અને વાયુ ઝાડોની શાખા હાલવા ચાલવાથી જણાય છે. માટે વનસ્પતિકાય પાંચમો કહ્યો અને પછી વનસ્પતિને ત્રસ જીવોનું ઉપગ્રાહકપણું છે. તેથી ત્રસકાય કહ્યો. હવે વિપ્રતિપત્તિ દુર કરવા કહે છે. પૃથ્વી હવે જે લક્ષણ બતાવશે, તે લક્ષણવાળી સજીવ જાણવી. અથવા પાઠાંતરમાં ચિત્તમત્ત શબ્દ છે. તેથી અર્થ અહીંયાં સ્તોકવાચી છે જેમ કે સરસવનો ત્રીજો ભાગ માત્ર છે. એટલે થોડું જ્ઞાન તેને છે. કારણ કે તેને પ્રબળ મોહના, ઉદયથી બધાથી થોડું ચૈતન્ય એકેન્દ્રિય જીવોને છે. તેથી કંઈક વધારે બે ઇન્દ્રિય વિગેરેને છે, આ સર્વશે કહેલ છે કે, તેમાં અનેક જીવ છે. પણ એક જીવવાળી પૃથ્વી નથી, વૈદિક મતવાળા એવું માને છે કે, પૃથ્વી દેવતા તેમના વચન પ્રમાણે એક જીવ છે. પણ જૈનો પૃથ્વીમાં અનેક જીવો માને છે. વળી અનેક જીવ હોય પણ તે કેટલાક મતવાળા એક જીવની અપેક્ષાએ રહેલા માને છે. તેઓ કહે છે કે - ' - પથ પર દિ મૂતાત્મા, મૂતે મૂતે વ્યવસ્થિત: ઘા પડ્ડપા શૈવ, તે, ગત વત્ ? | એક જ ભૂતાત્મા, તે જુદા જુદા ભૂતમાં વસેલો છે. તે એકલો છતાં જેમ પાણીમાં ચન્દ્રમા જુદો જુદો દેખાય છે, તેમ તે આત્મા જુદો જુદો દેખાય છે. તેથી કહે છે કે, દરેક જીવ જુદા જુદા છે. એટલે પૃથ્વીકાયમાં પોતાનું એક એક શરીર ધારણ કરીને તે જીવો રહેલા છે, એમ સમજવું અને અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલી તેની અવગાહના છે. અહીં વાદી પુછે છે કે જો પૃથ્વી પોતે અનેક જીવોના પિંડ રૂપે છે. તો તેના ઉપર ઝાડો પેશાબ વિગેરે કરવાથી, તે જીવોનો ઘાત થવાથી, અહિંસારૂપ સાધુ ધર્મની ઉત્પત્તિનો સંભવ નહીં થાય. આચાર્ય કહે છે. બીજા શસ્ત્રવડે પરિણત થએલી પૃથ્વી છોડીને અન્ય પૃથ્વી સચિત્ત (જીવવાળી) જાણવી. હવે પૃથ્વીનું શસ્ત્ર શું ? તે બતાવે છે. તે દ્રિવ્ય અને ભાવ એમ બે ભેદ કહે છે. दव्वं सत्थग्गिविसनेहंबिलखारलोणमाईयं । भावो उ दुप्पउत्तो वाया काओ अविरई अ ।। २३० ।। દ્રવ્ય એ દ્વારનો વિચાર છે. તેમાં દ્રવ્ય શસ્ત્ર તે ખગ વિગેરે છે અને અગ્નિ, વિષ, સ્નેહ અને ખટાશ એ પ્રસિદ્ધ છે. અહીં ખાર (ક્ષાર) કરીર (બકરીની લીંડી) વિગેરેથી થાય છે અને લવણ તે જાણીતું છે. આદિ શબ્દથી કરીષ વિગેરે જેવાં આ દ્રવ્ય શસ્ત્ર બતાવ્યાં. હવે ભાવશસ્ત્ર કહે છે તે ખરાબ મન વચન અને કાયાનો ઉપયોગ તથા અવિરતિ છે. અહીંયાં દુષ્યયુક્ત શબ્દ છે, તેથી [12]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy