SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ સેવીને (ગુરુકુલવાસમાં) સદા રહેવું, ભણવું, કારણ કે તેથી જ જ્ઞાનાદિની (ઉત્તમ ગુણોની) વૃદ્ધિ થાય છે. णाणस्स होइ भागी थिरयस्ओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचति ।। १ ।। ગુરુકુલ વાસને જીંદગી સુધી ન મૂકનારો, તે ધન્યવાદને યોગ્ય છે. કારણ કે તે જ્ઞાનનો ભાગી અને દર્શન તથા ચારિત્રમાં વધારે સ્થિર થાય છે. અથવા “આમુસંતેણું” પાઠ લઈએ તો “આમૃશતા” એટલે ભગવાનના ચરણ યુગલને મારા ઉત્તમ અંગ (માથા) વડે ફરશતા મેં સાંભળ્યું, આના વડે વિનય કરવાનું મોટું પદ બતાવ્યું; કારણ કે વિનય મોક્ષનું મૂળ છે. કહ્યું છે કે अध्ययन ४ = “मूलं संसारस्सा होंति कसाया अणतपत्तस्स । विणओ ठाणपत्तो दुक्खविमुक्खस्स मोक्खस्स ।। १ ।।” અનંત પાંદડાં વાળા સંસાર (વૃક્ષ)ના મૂળ કષાયો છે; અને યોગ્ય સ્થાનમાં કરેલો વિનય દુઃખરહિત મોક્ષનું મૂળ છે. (અર્થાત્ વધારે કહેવાથી શું ?) હવે ચાલુ વાત કહીએ છીએ. તેમાં અહીં ખલુ “છ જીવ નિકાયોનું વર્ણનવાળું અધ્યયન છે. એ બતાવ્યું. પણ એ છ જીવનિકાય અધ્યયન કૉણે કહ્યું ? ઉત્તર તે શ્રમણ એટલે મહાતપસ્વી, સમગ્ર ઐશ્વર્યયુક્ત, તથા કષાયાદિ અત્યંતર શત્રુને જીતવાથી મહાવીર થએલા એવા મહાવીરે કહ્યું છે કે -” विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ।। १ ।। મહાન્ વી૨ તે મહાવી. અને તેમનું ગૌત્ર કાશ્યપ, તેમણે કહ્યું, પ્રવેદિત. એટલે કોઈ પાસે તેમણે થોડું ઘણું ક્યાંય સાંભળીને કહ્યું, તેમ નહીં, પણ સ્વયં પોતે કેવલજ્ઞાને પ્રકર્ષથી જોયું. (જાણ્યું) તથા સુ, આખ્યાત. એટલે સુર. અસુર મનુષ્યની પર્ષદામાં સારી રીતે વર્ણન કર્યું. અને જેમ કહ્યું, તેમ જ સા૨ી ૨ીતે સૂક્ષ્મ પરિહારના આસેવનવડે પ્રકર્ષથી સેવ્યું. અહીં ધાતુના અનેક અર્થ હોવાથી “જ્ઞપ્ ધાતુનો અર્થ આસેવના કર્યો, હવે આ છ જીવ નિકાય રક્ષારૂપ અધ્યયન ને ભણતાં મારૂં કલ્યાણ છે. એમાં મમ શબ્દ આત્માનો નિર્દેશ છે અથવા બીજા આચાર્યો કહે છે કે “અથવા શાસ્ત્ર છંદની રીત હોવાથી સામાન્યમાં, મમ શબ્દ આત્માનો નિર્દેશ છે. તેથી તે જાણતાં આત્માનું કલ્યાણ છે. જાણવું, સાંભળવું, અને ભાવવું એ એક જ અર્થમાં છે, શા માટે ? ઉત્તર, અધ્યયન” ધર્મ પ્રજ્ઞપ્તિ નિમિત્ત કારણ હેતુઓમાં સર્વે વિભક્તિઓનુ પ્રાયે દર્શન છે, એ વચન છે તેથી, હેતુમાં પ્રથમા વિભક્તિ છે. અધ્યયનપણાથી એટલે આત્માને અંદર લાવવો તે ચિત્તની વિશુદ્ધિ મેળવવાથી થાય છે. એ જ કેવી રીતે થાય ? તે કહે છે. ધર્મપ્રજ્ઞપ્તિ એટલે ધર્મનું જણાવવું તે ધર્મને જણાવાના કારણથી ચિત્તની વિશુદ્ધિ થાય છે અને વિશુદ્ધિ થવાથી ભણવું, તે આત્માને શ્રેય છે. બીજા આચાર્ય કહે છે કે, અધ્યયન ધર્મ પ્રજ્ઞપ્તિ, એટલે પૂર્વે બતાવેલું - અધ્યયન તેને ઉપાદેયપણું બતાવવા આ અનુવાદ માત્ર છે. શિષ્ય પૂછે છે. કયું ?” [71] ઉત્તર સૂત્રમાં બતાવેલ છે તે, એના વડે આ બતાવે છે કે અભિમાન છોડીને સંસારથી ખેદ પામેલા શિષ્યે બધા કાર્યોમાં-ગુરુને પૂછવું; “ઇમાખલુ” શબ્દ વડે આચાર્ય કહે છે. તે સૂત્રમાં બતાવ્યું છે. એનાથી આ બતાવ્યું કે, ગુણવાનુ શિષ્યને ગુરુએ પણ ઉપદેશ આપવો. તે આ પ્રમાણે પૃથ્વી વિગેરે ઉદાહરણ બતાવવા માટે છે.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy