SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ સજીવ અગ્નિ છે તેની આહારવડે બાળકની માફક વૃદ્ધિ દેખાય છે. સજીવ પવન છે. બીજાનો પ્રેરેલો તિર્યર્નિંગ (હ્ર) નિયમિત દિશામાં ગાયની માફક તેનું ગમન થાય છે. (બીજાનો નહિ પ્રેરાયેલો તિરછી દિશામાં નિયમિત ગમન કરનાર વાયુકાય સજીવ છે.) જીવવાળાં વૃક્ષો છે. સર્વ છાલ ઉતારી લેવાથી ગધેડા માફક મરણ પામે છે. હવે વનસ્પતિ જીવોના વિશેષ ભાગ બતાવવા કહે છે. તં નહાં એટલે, તે આ પ્રમાણે. અગ્રબીજવાળા વિગેરે આ ઉપન્યાસ અર્થ છે. અગ્ર (મોખરે) બીજ જેમાં છે, તેવાં કોરંટ વિગેરે જાણવાં, તથા મૂલ તે જ બીજ જેમાં છે તેવાં ઉત્પલ (કમળ)નાં કંદ વિગેરે છે. પર્વ તે જ બીજ જેમાં છે તે પર્વ બીજવાળા શેરડી વિગેરે છે. તથા સ્કંધ પોતે બીજ જેમાં છે તે સ્કંધ બીજવાળા, શલ્લકી વિગેરે છે. તથા બીજ વાવવાથી ઊગે તે બીજ રૂહા, તેમાં ભાત વિગેરે છે. સંમૂર્ચ્છનથી ઉત્પન્ન થાય, તે સંમૂર્છિમ જાણવા. તેમાં પ્રસિદ્ધ બીજ નથી. પણ પૃથ્વી (જમીન) ઉપર વરસાદ વિગેરેથી તેવી તેવી જાતિમાં ઘાસ વિગેરે થાય છે. અને આ ન સંભવે તેવું પણ નથી. કારણ કે તેઓ બાળેલી જમીન ઉપર પણ ઊગે છે. તે પ્રમાણે મૂળ સૂત્રમાં તૃણ લતા વનસ્પતિકાયિક શબ્દ છે. અહીં “તૃણ લતાનું” ગ્રહણ એટલા માટે છે કે તેમાં પોતાની જાતિના અનેક ભેદ છે. તે બતાવે છે. अध्ययन ४ વનસ્પતિ કાયિક ગ્રહણ કરવાનું કારણ સૂક્ષ્મબાદર વિગેરે તમામ વનસ્પતિના ભેદના સંગ્રહ માટે છે. આ વાક્યવડે પૃથ્વી વિગેરેના પણ પોતાની જાતિના પોતામાં રહેલા અનેક ભેદો જેવા કે પૃથ્વી શર્કરા વિગેરે છે તથા પાણીમાં ઓસ, મિહિકા, (ફરફર) વિગેરે છે. તથા અંગારા, જ્વાળા વિગેરે અગ્નિના ભેદો છે, તથા ઝંઝા મંડલિક વિગેરે વાયુના ભેદો છે. આ પ્રમાણે સમજવું. તથા વનસ્પતિ સૂત્રમાં “સબીજા ચિત્તવંત” છે. આ પૂર્વે બતાવેલા વનસ્પતિ વિશેષ છે તે પોતપોતાના નિબંધનમાં આત્મવંત (સજીવ) છે. અને અનેક જીવો વિગેરેનું વર્ણન જે. ધ્રુવગંડિકા છે, તે પૂર્વ માફક જાણવું (અર્થાત્ જેમ પૃથ્વીના એક અંગુલના અસંખ્યાતમા ભાગે જેમ પૃથ્વીકાયના જીવની અવગાહના છે, તે પ્રમાણે પાણી, અગ્નિ, વાયુમાં જાણવું. વનસ્પતિમાં પણ કેટલેક અંશે તેમ જ છે, આચારાંગનું ૧લું અધ્યયન જુઓ( બીજવાળા ચિત્ત કહ્યા, અહીં બીજ જીવ. તેજ મૂળ વિગેરે જીવ છે કે અન્ય તેમાં આવીને ઉત્પન્ન થાય છે ? || ૨૩૧ ॥ આનુ સમાધાન કરવા કહે છે. बीए जोणिभू जीवो वुक्कमइ सोय अन्नो वा । जोऽवियमूले जीवो सोऽवि य पत्ते पढमयाए ।। २३२ ।। બીજ તે યોનિ થએલ છે. હવે તે બીજ બે પ્રકારનું છે. એક યોનિવાળું અને બીજું યોનિ વિનાનું છે તેમાં પ્રથમનું છે તે યોનિ કાયમ હોવાથી ઊગી શકે છે અને બીજું યોનિ નષ્ટ થવાથી ઊગી શકતું નથી. તે યોનિવાળું સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારનું છે. અને યોનિ વિનાનું તે નિશ્ચે અચેતન છે. હવે બીજયોનિવાળું છે તેનું અયોનિવાળા સાથે ભેદ બતાવે છે કે તેની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તેમાં બીજપણું રહ્યું નથી અને યોનિવાળામાં જે બીજપણું છે તે યોનિના પરિણામને તજ્યું નથી. [74]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy