SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ (પ્રતિજ્ઞા) કારણ કે તેટલી પરિમિત જગ્યામાં તેના ચિહ્ન દેખાય છે (હેતુ) અગ્નિની ઉષ્ણતાના ગુણ માફક છે. (દૃષ્ટાંત) | ગાથાર્થ || મૂળદ્વારની પ્રથમ ગાથા કહી, હવે બીજી ગાથા કહે છે. તેમાં ગુણી પહેલું દ્વાર છે. તેને ભાષ્યકાર કહે છે. ॥ ૫૧ ॥ अध्ययन ४ अहुणा गुणित्ति दारं गुणेहिं गुणित्ति विन्नेओ । ते भोगजोगउवओगमाइ रुवाइ व घडस्स ।। ५२ ।। भा. હવે ગુણીદ્વાર કહે છે. ગુણોવડે ગુણી છે. તેના વિના એટલે ગુણ વિના ગુણી ન કહેવાય. આ વચન વડે ગુણ ગુણીનો ભેદ, અને અભેદ કહ્યો. તે ભોગ, યોગ, ઉપયોગ, વિગેરે ગુણો છે. આદિ શબ્દથી અમૂર્ત્તત્વ વિગેરે લેવા તેનું દૃષ્ટાંત કહે છે. જેમ ઘટના ગુણો રૂપ વિગેરે છે, તેમ આત્માના ગુણો ભોગ યોગ ઉપયોગ વિગેરે છે. ॥ ગાથાર્થ | ગુણીદ્વારની ગાથામાં કહ્યું. હવે ઉર્ધ્વદ્વારનો અવસર છે. ભાષ્યકાર કહે છે. || ૧૨ || उडुंगइत्ति अहुणा अगुरुलहुत्ता सभावउड्डगई । दिवंतलाउएणं एरंडफलाइएहिं च ।। ५३ ।। भा. હવે ઉર્ધ્વ ગતિ દ્વાર કહે છે. અગુરૂ લઘુપણાના કારણથી અને સ્વભાવથી કર્મથી સર્વથા મૂકાએલો ઉંચે જવાની ગતિવાળો જીવ છે એમ જાણવું. પ્રશ્ન ત્યારે નીચે કેમ જાય છે ? ઉત્તર-જેમ તુંબડું છે, તેનો સ્વભાવ પાણી ઉપર તરવાનો છે. છતાં તેના ઉપર માટીનો ઘણો જાડો લેપ કરીએ તો તે નીચે જાય છે. અને તે લેપ ઓછો થતાં ઉપર આવે છે. તે જ પ્રમાણે આત્મા પણ કર્મલેપથી નીચે જાય છે અને કર્મલેપ ઓછો થતાં તે ઊંચો જાય છે અને સર્વથા કર્મ નષ્ટ થતાં-લોકાંતમાં (સિદ્ધિસ્થાનમાં) જાય છે. આ તુંબડા સાથે માટીનું દૃષ્ટાંત કહ્યું. હવે એરંડાના ફળનું દૃષ્ટાંત કહે છે. આ દૃષ્ટાંતનું બાહુલ્યપણું છે તે બતાવે છે. જેમ એરંડાનું ફળબંધન છુટતાં એટલે એરંડાની મંજરી ફાટતાં ફળ ઊંચે ઉડે છે, તેમ જીવ પણ કર્મબંધન છુટતાં ઉંચે જાય છે. અહીં આદિ શબ્દથી અગ્નિ વિગેરે પણ લેવા એટલે જેમ અગ્નિજ્વાળા ઉંચે જાય છે, તેમ જાણવું. ॥ ગાથાર્થ ॥ મૂળદ્વારની બીજી ગાથામાં ઉર્ધ્વ ગતિદ્વાર કહ્યું. હવે નિર્મયદ્વાર કહે છે. ॥ ૫૩ ॥ अमओ य होइ जीवो कारणविरहा जहेव आगासं । समयं च होअनिच्चं मिम्मयघडतंतुमाईयं ।। ५४ ।। भा. જીવ છે તે અમય છે. એટલે બીજી વસ્તુનો બનેલો નથી. શા માટે ? ઉત્તર-તેનું કોઈ કારણ નથી. જેમ આકાશનું કારણ નથી. તે પ્રમાણે જીવ છે. અને સમય વસ્તુ અનિત્ય થાય છે. તે બતાવે છે. જેમ કે માટીનો બનેલો ઘડો તથા તંતુનો બનાવેલો પટ (વસ્ત્ર) વિગેરે છે, પણ આત્મા ઘટપટ જેવો નથી તેથી તે અનિત્ય નથી એમ બતાવ્યું. પ્રશ્ન-આ દ્વારમાં અમય જીવ છે પણ માટીના બનાવેલા ઘટ માફક નહિ. એવું પૂર્વે કહેલું છતાં અહીં ફરી શા માટે કહ્યું ? ઉત્તર-દ્વારના અનુગ્રહ માટે કહ્યું. કારણ કે ઘણીવાર સાંભળવાથી શિષ્ય વિના દુ:ખે સમજે છે, તે શિષ્ય ઉપર અનુગ્રહ થયો અથવા ભાષ્યકારનો અભિપ્રાય અતી ગંભીર હોવાથી આ સિવાય (૧) વિ. ભાષ્ય (તુલના કરો) ગા. ૩૧૪૧ [66]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy