________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
કારણ છે. આ બાબતો પણ નિત્યત્વને સાધક છે. આ વિષય નિર્યુક્તિની ગાથામાં ન કહેલ છતાં પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા ભાષ્યકાર મહારાજે કહ્યું છે. ગાથાર્થ | ૪૯ //
હવે નિયુક્તિની ત્રીજી ગાથા કહે છે. सब्वन्नुवदिठ्ठत्ता सकम्मफलभोयणा अमुत्तत्ता । जीवस्स सिद्धमेवं निच्चत्तममुत्तमन्नतं ।। २२७ ॥
સર્વજ્ઞ (તીર્થંકર-કેવલી) ભગવંતે કહેવાથી. જીવ નિત્ય છે. અને સર્વજ્ઞ વચન અવિતથ (સત્ય) છે. કારણ કે તેઓ રાગ દ્વેષથી રહિત છે. તથા જીવ પોતાના કર્મના ફળોને ભોગવે છે, એટલે જેવા કર્મ કર્યા હોય તેવાં ભોગવે છે. ઉપસ્થાનથી એનો ભેદ નથી. એમ જો વાદી કહે તો જૈનાચાર્ય કહે છે કે તેમ નહિ, અમારો અભિપ્રાય તમે જાણ્યો નથી, કારણ કે તેમાં તો જેણે કર્યું તે જ કર્તાને કર્મ આવી મળે છે. તે એક ભવમાં પણ સંભવે છે; અને આ જગ્યાએએ તો ભવાંતર એટલે પૂર્વ કોઈ ભવમાં પણ કર્યું હોય, તો તે આ ભવમાં ભોગવાય; તેની અપેક્ષાએ આ કર્યું છે. એથી દોષ નથી; તથા અમૂર્ણપણું એટલે મૂર્તિ રહિતપણે-આ પણ શ્રોત્ર ઇત્યાદિ ઇંદ્રિયોથી ગ્રહણ ન થાય. એ વાક્ય જોડે મળતું છે. પણ એમ વાદી કહે તો કહેવું કે નહિ “સાંભળો” ત્યાં તો કહ્યું કે શ્રોત વિગેરેથી ગ્રહણ ન કરાય, એમ કહ્યું પણ અહીં તેનું સ્વરૂપ જ બતાવ્યું છે (કે આત્મા અમૂર્ત છે;) કારણ કે જેમ અમૂર્તને ઇંદ્રિયો ગ્રહણ ન કરે, તેમ મૂઅણુને પણ કાન વિગેરે ઇંદ્રિયો ગ્રહણ કરી શકતી નથી; આ ત્રણેઢાર ઉપસંહાર કરતા કહે છે, કે જીવનું નિત્યત્વ, અમૂર્તત્વ, તથા અન્યત્વ એમ ત્રણેદ્વાર સિદ્ધ થયાં; મૂળદ્વારની બે ગાથામાં અન્યત્વ વિગેરે ત્રણદ્વાર કહ્યાં, હવે કર્નાદ્વારનો અવસર છે તે કહે છે. તે ૨૨૭ ||
कत्तत्ति दारमहुणा सकम्मफलभोइणो जओ जीवा । वणियकिसीवला इब कविलमयनिसेहणं एयं ।। ५० ।। भा.
હવે કર્તાદ્વાર છે, તે કહે છે. સ્વકર્મ ફળના ભોગવનારા જીવો છે. તેથી જ તેઓ કરનારા છે. વાણીઆ તથા ખેડુતોની પેઠે જાણવું. કારણ કે વાણીઆ તથા ખેડુતો, વિના મહેનતે કરેલું ભોગવી શકતા નથી. એ પ્રયોગ અર્થ છે. કર્તા આત્મા છે (પ્રતિજ્ઞા) કારણ કે તેના કરેલાં કર્મનાં ફળને તે ભોગવે છે. ખેડુત વિગેરેનું દૃષ્ટાંત છે; આનું તાત્પર્ય કપિલ મત એટલે સાંખ્ય મતનું નિરાકરણ (નિષેધ) કર્યો છે. કારણ કે તેઓ આત્માને અકર્તા માને છે. હવે દેહ વ્યાપીદ્વારનો અવસર હોવાથી ભાષ્યકાર કહે છે. કે ૫૦ ||
वावित्ति दारमहुणा देहवावी मओऽग्गिउण्हं व । जीवो नउ सबगओ देहे लिंगोवलंभाओ ।। ५१ ।। भा.
હવે વ્યાપીદ્વાર છે તે કહે છે, એટલે જીવ છે. તેનો સ્વભાવ શરીર માત્રમાં વ્યાપીને રહેવાનો છે. તેવો મત પ્રવચનને જાણનારાઓનો છે. એથી એમ કહ્યું કે જીવ છે તે અન્ય લોકના માનવા પ્રમાણે, સર્વગ નથી. તું શબ્દ અવધારણ અર્થમાં છે તેથી એમ જાણવું કે અણુ વિગેરે માત્ર પણ નથી. શા માટે ? ઉત્તર દેહ તેનું ચિહ્ન દેખાય છે. એટલે શરીરમાં જ સુખદુઃખ વિગેરેનો અનુભવ જણાય છે. જેમ જ્યાં અગ્નિ, ત્યાં જ ઉષ્ણતા છે. એટલે અગ્નિનું ચિહ્ન ઉષ્ણતા છે. તે અગ્નિને છોડીને બીજે ન હોય. પ્રયોગ અર્થ કર્યો તે આ પ્રમાણે. શરીર જેટલા નિયત ભાગમાં રહેનારો આત્મા છે.
[65]