________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
કે તે પણ ગુણ જ છે. તેનો પ્રયોગ આ પ્રમાણે -
નિત્ય આત્મા ગુણીપણે વિદ્યમાન અને અતીન્દ્રિયપણે હોવાથી આકાશ માફક છે. બીજો પ્રયોગ આત્મા નિત્ય છે. જાતિસ્મરણ જ્ઞાનનો અનુભવ થાય છે. તેથી જ, એટલે એક ભવથી બીજા ભવમાં ગયા પછી પૂર્વભવની વાત યાદ આવે છે. હવે જેણે પૂર્વે અનુભવ્યું નથી. તેને તે બીજા ભવમાં ક્યાંથી યાદ આવે ? અને જો આવે, તો અતિ પ્રસંગનો દોષ આવે. આ કોઈ જગ્યાએ જાતિસ્મરણ દેખાય છે, તેમ આ ઠગનારો પણ નથી. કારણ કે તે બોલે તે સિદ્ધ પણ કરી આપે છે. પ્રશ્ન અનુભવ બધાનો એક સરખો છતાં શા માટે બધાને જાતિસ્મરણ થતું નથી ? ઉત્તર-કર્મના પ્રતિબંધથી અને દઢ અનુભવનો અભાવ હોવાથી જેમ અહીંયાં પણ બધા લોકોને આજ ભવમાં અનુભવેલી બધી વાત યાદ રહેતી નથી. અર્થાત્ જેમ અહીં કોઈકને યાદ રહે તેમ પરભવની વાત પણ કોઈકને જ યાદ આવે. કોઈકને જાતિસ્મરણ જ્ઞાન થયું તે બધાને હોય એવું નથી. કારણ કે જેમનું ચેતન નષ્ટ થયું હોય તેમને બધે યાદગિરિના શૂન્યપણાથી વ્યભિચાર આવે છે. આ પ્રમાણે પ્રયોગ કરવો. બાળકે કરેલું પૂર્વે માતાનું સ્તનપાન તે બીજા ભવમાં યાદ આવે છે. જેમ કે એક દિવસનું જન્મેલું બાળક પણ માતાના સ્તનનું દૂધ પીવા ઇચ્છા રાખે છે. અને જો પૂર્વે ન ભોગવ્યું હોય તો તે યાદ આવતું નથી. પ્રયોગ આ પ્રમાણે, એક દિવસના જન્મેલા બાળકને પણ પહેલે વખતે જે સ્તનપાનનો અભિલાષ થાય છે, તે પ્રથમના અભિલાષ પૂર્વક છે. કારણ કે અભિલાષપણું છે, તેથી અન્યસ્તન અભિલાષ માફક, કોઈ કહેશે, તેની માફક અપ્રથમપણું-સાધવાથી હેતુ વિરૂદ્ધ થઈ જશે. આચાર્યનો ઉત્તર; તેવું નથી. કારણ કે પ્રથમ અનુભવ બાધન (નડવુ) છે, અને બાધન ન હોય, ત્યારે વિરૂદ્ધ હેતુ થાય. જો આમ ન માનીએ, તો હેતુના ઉચ્છેદનો પ્રસંગ આવે, અહીં ઘણું કહેવાનું છે, પણ વિસ્તાર ભયથી કહેતા નથી. અક્ષરનો અર્થ માત્ર છે. નિત્યાદિ ક્રિયાની યોજના પૂર્વ માફક જાણવી. નિયુક્તિ. // ગાથાર્થ તે આજ ગાથાને ભાષ્યકાર થોડામાં કહે છે. ૨૨૦ || . • રાસાયસન્ના વાતવયં ગં ગુવાડકુસંપર નં વમમ મને તરસેવન્નત્યુવત્યા || ૮ || મા.
રોગની “આમ” સંજ્ઞા છે. તથા જેવી રીતે બાળકપણામાં કંઈ પણ કર્યું, તે જુવાનીમાં સાંભરે છે. તેવી રીતે પૂર્વ ભવે કર્યું, તે જ કર્મની બીજા ભવમાં ઉપસ્થાન (આવવું) થાય છે. આ બધાની વિસ્તારથી પૂર્વે વ્યાખ્યા કહી ગયા છીએ. || ગાથાર્થ | ૪૮ ||
णिच्चो अणिंदियत्ता खणिओ नवि होइ जाइसंभरणा ।थणअभिलासा य तहा अमओ नउ मिम्मउब्ब घडो ।। ४९ ।।
-
મા..
નિત્ય આત્મા છે. એ ક્રિયા સર્વત્ર જોડવી; કારણ કે તે અતિ પ્રિય છે. અને કાન વિગેરેથી ગ્રહણ કરાતો (સમજાતો) નથી; એમ જાણવું. તથા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ જન્મમાં પણ હતો; અથવા પાઠાંતરમાં જાતિસ્મરણ જ્ઞાનથી ક્ષણિક નથી; એ પણ અદુષ્ટ છે. કારણ કે વિધિ તથા નિષેધથી સાધ્ય અર્થનું અભિધાન છે. અને સ્તન અભિલાષથી પણ સિદ્ધ છે. તથા અમય આ આત્મા છે. (અમય એટલે બીજી કોઈ વસ્તુનો બનેલો નથી, પણ માટીનો ઘડો જેમ બનેલો છે. તેમ નથી. તેથી જ આ
[64]