________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४ દેખાતો નથી, તેમ આત્મામાં ભેદ દેખાતો નથી, આજ વધારે સમજાવે છે. જેમ ઘડો ભાંગ્યા પછી તેમાં કપાળ (ઠીબ) વિગેરે દેખાય છે, તેમ આત્મામાં ટુકડા દેખાતા નથી. પણ ઘડા વિગેરે વિનાશ દ્રવ્યમાં દેખાય છે એ અહીં અભિપ્રાય છે. નિયત્વ, અમૂર્તત્વ, દેહ અન્યત્વની યોજના પૂર્વ માફક કરવી. ગાથાનો અર્થ છે ચાલુ સંબંધવાળી જ નિર્યુક્તિની ગાથા કહે છે કે ૪૭ ||
निरामयामयभावा बालकयाणुसरणावत्थाणा । सुत्ताईहिं अगहणा जाईसरणा थणभिलासा ।। २२६ ।।
નિરામય એટલે રોગરહિતને રોગની ઉત્પત્તિમાં આ પ્રમાણે બોલનારા જાણીએ છીએ કે “પહેલાં હું નિરોગી હતો. હમણાં હું રોગી છું.” અથવા પ્રથમ કોઈ રોગી હોય, તે નિરોગી થતાં બોલે “પ્રથમ હું રોગી હતો અને હવે હું નિરોગી છું.” આવાં વાક્ય ક્ષણવિનાશી નિરન્વય લક્ષણવાળા આત્મામાં ઉત્પન્ન ન થાય. જો ક્ષણભંગુર હોય, તો રોગી નિરોગી થાય જ ક્યાંથી ? અને એવું બોલાય જ ક્યાંથી ? આ પ્રયોગ અર્થ છે. પ્રયોગ આ પ્રમાણે, અવસ્થિત (કાયમ) આત્મા છે. (પ્રતિજ્ઞા) અનેક અવસ્થા અનુભવે છે. તેથી (હનુ), બાલકુમારાદિ અવસ્થા અનુભવનાર દેવદત્તની માફક (આ દૃષ્ટાંત છે.) નિત્યત્વ હોવાથી અમૂર્ત છે. અને તેથી દેહથી અન્ય છે. એ પ્રમાણે બધે યોજના કરવી, વળી બાળકે કરેલા અનુસ્મરણથી, અહીંયાં કરેલો શબ્દ અનુભવ વચન છે. તેથી એમ જાણવું કે, બાલકે અનુભવેલું પછવાડે યાદ કર્યું છે. અને તે જ પ્રમાણે બાળપણમાં અનુભવેલું (વૃદ્ધ વૃદ્ધપણામાં યાદ કરતો દેખાય છે. તેથી એમ ન કહેવાય, કે અનુભવે બીજો અને યાદ કરે બીજો. જો એમ ન માનીએ, તો જગત વ્યવહાર ઉલટો થાય. તેમ આ વૃદ્ધ માણસનું યાદ કરવું, તે ખોટું છે. એમ પણ નથી. કારણ કે બાધા અસિદ્ધ છે. તેમ હેતુ ફળના ભાવનિબન્ધનમાં નથી, અન્વયે રહિત ક્ષણવિનાશી પક્ષમાં તેનીજ અસિદ્ધિ છે. કારણ કે ક્ષણવાદીનાં મતમાં હેતની બીજી જ ક્ષણે તેના માનવા પ્રમાણે અભાવની આપત્તિ થશે. અને અસતુના સદ્ભાવના વિરોધથી, પ્રયોગ, અર્થ પ્રયોગ આ પ્રમાણે અવસ્થિત આત્મા (પ્રતિજ્ઞા) પૂર્વે અનુભૂત અર્થના સ્મરણથી, તેનાથી
ના સ્મરણથી, તેનાથી અન્ય એ પ્રકારના માણસની માફક જાણવું. ઉપસ્થાનથી એટલે કર્મફળનું ઉપસ્થાન અહીં લેવું. જેવું જેણે કર્મ મેળવ્યું તેની જ તે પ્રકૃતિ ભોગવે. હવે કરનારો અને ફળ ભોગવનારો તે બન્નેના કાળ જુદા છે, પણ આ બંને કાળ એક અધિકરણવાળા છે. જો તેમ ન માનીએ તો પોતાના કરેલા અનુભવની અસિદ્ધિ થાય. તથા એકનું કરેલું બીજો ભોગવે તે વાત માનવામાં ન આવે, તથા કરેલાનો નાશ, અને ન કરેલાનું સ્વીકારનારનો પ્રસંગ આવે (ચોરી કરનાર ચોર હોય, અને તેને બદલે પકડાય સાહુકાર એવું સિદ્ધ થઈ જાય) સંતાન માનનારા પક્ષમાં પણ કરતા ભોક્તાના સંતાનોની એ બેનું જુદાપણું એક સરખું છે કારણ કે શક્તિનો ભેદ છે તેનું જ તે પ્રમાણે અભાવ સ્વીકારવામાં નિત્યત્વની આપત્તિ થાય છે. આ પ્રમાણે પ્રયોગ કરો. અવસ્થિત આત્મા છે. પોતાના કરેલાકર્મોનું ફળ વેદતો હોવાથી, ખેડુત વિગેરેનાં દૃષ્ટાંત છે. કાન વિગેરેથી ગ્રહણ ન કરાવાથી એટલે કાન વિગેરે કોઈ પણ ઇંદ્રિયથી ન જણાવવાથી અને કાન વિગેરથી ન ગ્રહણ કરાવવાથી તે અસત્ત્વ ન થાય. (પાંચ ઇન્દ્રિઓથી આત્મા ન જણાય તો તે નથી એમ ન મનાય) કારણ કે અવગ્રહ વિગેરે મતિજ્ઞાનના પોતાના સાક્ષાત અનુભવથી આત્મા ઇન્દ્રિયથી ન જણાવા છતાં સિદ્ધ જ છે. વળી ક્ષણવાદી બૌદ્ધ લોકોએ પણ અતિ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વીકાર કરેલો છે, અને જ્ઞાન એ ગુણપણે છે, અને ગુણ, ગુણીના આધારે રહે છે. તેથી પૂર્વના જ્ઞાનનું જ ગુણીપણું થાય. કારણ
[63]