SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ कारणअविभागाओ, कारणअविणासओ य जीवस्स । निच्चत्तं विन्नेयं आगासपडाणुमाणाओ ।। ४५ ।। भा. કારણનો અવિભાગ એટલે જેમ કપડું બનાવવામાં તંતુ (તાંતણા) કારણ છે, તેમ જીવને ઉત્પન્ન કરનારૂં કારણ નથી તથા કારણના અભાવે કારણના અવિનાશથી જીવ. (આત્મા)નું નિત્યત્વ જાણવું; શા માટે ? अध्ययन ४ ઉત્તર-આકાશ પટના અનુમાનથી, અહીં અનુમાન શબ્દ દૃષ્ટાંત વચન છે. અર્થાત્ આકાશ પટના દૃષ્ટાંતથી સમજવું ત્યાં આ પ્રયોગ કરવો. નિત્ય આત્મા. (પ્રતિજ્ઞા) સ્વકારણ વિભાગનો અભાવ હોવાથી (હેતુ) આકાશ માફક (દુષ્ટાંત) તે પ્રમાણે કારણ વિનાશના અભાવથી આકાશ માફક આત્મા નિત્ય છે. એથી ઉલટો દૃષ્ટાંત જે નિત્ય છે, તેના કારણો વિભાગ ભાવ છે અથવા કારણના વિનાશનો ભાવ છે. જેમ કે કપડું-એ આકાશથી ઉલટું છે, એટલે આકાશમાંથી પ્રદેશ છૂટા ન પડે પણ કપડાંમાંથી તાંતણાં જુદા થઈ શકે અને નાશ પણ થઈ શકે, એટલે આ જીવની નિત્યત્વ સિદ્ધિ થઈ, ॥ ગાથાર્થ ॥ ૪૫ | ભાષ્ય ગાથામાં કારણ વિભાગ અભાવથી તથા કારણ વિનાશના અભાવથી, એમ બે દ્વાર વર્ણવીને હવે બંધના પ્રત્યયના અભાવથી, એનું વ્યાખ્યાન કરવા કહે છે. हेउप्पभवो बंधो, “जम्माणंतरहयस्स नो जुत्तो । तज्जोगविरहओ खलु, चोराइघडाणुमाणाओ ।। ४६ ।। भा. હેતુ પ્રભવ એટલે હેતુથી ઉત્પન્ન થનાર બંધ છે. પણ તે બંધ જ્ઞાનના આવરણ વિગેરે પુદ્ગલ યોગ લક્ષણવાળો છે. તે બંધ ઉત્પત્તિ પછી તુર્ત નાશ થાય, તો તેમાં ન ઘટે અને તેના યોગથી વિરહિત, એટલે બંધના હેતુઓ જે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, એ પાંચ છે, તેના વડે જે સંબંધ છે. તેનાથી અભાવ થાય, તો જ તે ન ઘટે, અહીંયાં ખલુ શબ્દ અવધારણ અર્થમાં છે. ચોર ઘટ આદિના અનુમાનથી, અહીં પણ અનુમાન શબ્દ દૃષ્ટાંત અર્થમાં છે એટલે ચોર આદિ ઘટઆદિ દૃષ્ટાંતથી, કારણ કે ઉત્પત્તિના પછી વિનાશ થના૨ જે ચોર ચોરીની ક્રિયાના અભાવથી બંધાતો નથી અને ઘટ છે, તે પાણી વિગેરેથી સંયોજાય છે, તેથી તે નિશ્ચે સ્થાયિ છે. આ પ્રમાણે પ્રયોગ છે. નક્ષણિક આત્મા, (પ્રતિજ્ઞા) બંધની ખાત્રીથી (હેતુ) ચોરનું દૃષ્ટાંત છે. એ જ પ્રમાણે નિત્યત્વ, અમૂર્ત્તત્વ, દેહ અન્યત્વ, યોજના પૂર્વ માફક જાણવી (૪૫મી ગાથામાં આત્માને કોઈ અંશે અનિત્ય બતાવ્યો હતો. અહીંયાં કોઈ અંશે ચોરના દૃષ્ટાંતથી નિત્ય બતાવ્યો કે તે ચોરી કરનારને જ સરકારે પકડ્યો પણ જો ચોરી કરનારો પછી જીવતો ન હોય એવું માનીએ તો પછી તેને પકડાય જ કેમ ? માટે આત્મા નિત્ય થયો.) | ગાથાર્થ || ૪૬ || ભાષ્યની ગાથામાં બંધના પ્રત્યયનો અભાવ છે એવું કહ્યું. હવે વિરૂદ્ધ અર્થના અપ્રગટ તથા અવિનાશથી એની વ્યાખ્યા કરે છે. अविणासी खलु जीवो विगारणुवलंभओ जहागासं । उबलब्धंति विगारा कुंभाइविणासिदव्वाणं ।। ४७ ।। भा. અવિનાશી જીવ નિશ્ચે છે અર્થાત્ નિત્ય છે. શા માટે ? ઉત્તર-વિકારના અનુપલથી ઘટ વિગેરેના વિનાશથી કપાળ વિગેરે માફક વિશેષ ન દેખાવાથી જેમ આકાશ, અર્થાત્ આકાશમાં ભેદ [62]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy