SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अध्ययन ४ બીજું અમે સમજ્યા નથી. બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે કે, આ ગાથા બીજાની જ કહેલી છે. || ગાથાર્થ | ૫૪ || નિર્મયદ્વાર કહ્યું. હવે સાફલ્યદ્વારનો અવસર છે, તે ભાષ્યકાર કહે છે. साफल्लदारमहुणा निच्चानिच्चपरिणामिजीवम्मि । होइ तयं कम्माणं इहरेगसभावओऽजुत्तं ।। ५५ ।। भा० ।। હવે સાફલ્યદ્વાર કહે છે. નિત્ય અનિત્યજ પરિણામમાં જીવ છે એમ જાણવું, તે બીજા કાળમાં ફળ આપનારૂં લક્ષણ તે સાફલ્ય છે, કોને ? ઉત્તર-કુશળ અને અકુશળ કર્મોનું. કાળ ભેદવડે કર્તા અને ભોક્તાના પરિણામ ભેદ છતાં આત્માને તે બંનેની ઉત્પત્તિ થાય છે, એટલે કર્મોનું ફળ કાળાંતરે જીવને મળે છે, બીજી રીતે માનીએ અને તેમ ન માનીએ તો આત્માનો એક સ્વભાવ થાય. તેના કારણથી કર્મોનું ફળ ભોગવવું તે અયુક્ત થાય એનો સાર આ છે. જો નિત્ય આત્મા હોય અને તેનો સ્વભાવ કર્તાનો જ હોય, તો એને ફળનો ભોગ ક્યાંથી હોય ? અને ભોગવવાના સ્વભાવમાં અકર્તાપણું છે. જે ક્ષણિકવાદી છે તેને કાળદ્વય એટલે પહેલાં અને પછી કાળ એ બેના અભાવથી ક૨વાપણું અને ભોગવવાપણું જીવને ન ઘટે. પણ જૈન મત પ્રમાણે બંને માનતાં પ્રથમ કર્તા અને પછી ભોક્તા, તો કર્મનું સાફલ્ય થાય છે. ॥ ગાથાર્થ ॥ ૫૫ || બીજા મૂળ દ્વારની ગાથામાં સાફલ્યદ્વાર કહ્યું. હવે પરિમાણદ્વાર કહે છે. जीवस्स उ परिमाणं वित्थरओ जाव लोगमेत्तं तु । ओगाहणा य सुहुमा तस्स पएसा असंखेज्जा ।। ५६ ।। भा० ।। જીવનું પરિમાણ વિસ્તારથી લઈએ, તો લોક પ્રમાણ છે. અને તે જ્યારે કેવલી ભગવાન કેવલી સમુદ્દાત કરે છે, ત્યારે ચોથા સમયમાં હોય છે. તે વખતે અવગાહના બારીક બની આકાશના એક એક પ્રદેશે આત્મપ્રદેશ ફેલાય છે. તેથી જીવના પ્રદેશ અસંખ્યાત છે. તે લોક આકાશના પ્રદેશ બરાબર એક જીવના પ્રદેશ છે. || ગાથાર્થ | ૫૬ || અનેક જીવોની ગણનાના પરિમાણને કહે છે. पण व कुलएण व जह कोइ मिणेज्ज सव्वधन्नाई । एवं मविज्जमाणा हवंति लोगा अणंता उ ।। ५७ ।। भा० ।। પ્રસ્થ (એક જાતનું માપ) વડે અથવા ચાર કુડ અથવા કુડ એટલે ચાર સેતિકાના માપાવડે કોઈ માપનારો વ્રીહિ વગેરે અનાજ માપે એ પ્રમાણે માપતાં અસત્ ભાવ સ્થાપના વડે, અનંતાલોક થાય, તે પ્રમાણે એક એક જીવને જુદો મુકીએ, તો અનંતાલોક થાય. પ્રશ્ન-ત્યારે એક લોકમાં એટલા બધા જીવ કેમ સમાયા ? ઉત્તર-સૂક્ષ્મ અવગાહના વડે, જેથી એક ત્યાં અનંતા જીવો રહ્યા છે, પણ આ ગાથામાં તો એક એક જીવની જુદી જુદી અવગાહના વડે ચિંતવન કર્યું તેથી દોષ નથી, આપણે દેખીએ છીએ કે બાદર દ્રવ્યમાં પણ દીવાની પ્રભાના પરમાણું વિગેરે તેવા પરિણામને પામી ઘણાઓનું એકત્ર રહેવું થાય છે. | ગાથાર્થ || ૫૩ || પરિમાણદ્વાર કહ્યું અને તેના કહેવાથી મૂળ દ્વારની બીજી ગાથા તથા જીવપદ કહ્યું. હવે નિકાયપદ કહે છે. [67]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy