________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
હોય જ શાનો ?) તથા બંધનું, એટલે જ્ઞાનાવરણાદિ પુદ્ગલયોગ લક્ષણના પ્રત્યયનો અભાવ થાય, એ હેતુ નથી. કારણ કે બંધનું હેતુપણું ઉત્પન્ન થતું નથી, બંધાતો વ્યતિરિક્ત, બંધ જણાવવા માટે અસમાસ છે. અને વ્યતિરેકી આ અન્વય, વ્યતિરેક, અર્થસાધક છે. તે દર્શાવવા માટે તથા વિરૂદ્ધ અર્થનો પટાદિનાં નાશમાં ભસ્મ વિગેરે માફક અપ્રાદુર્ભાવમાં, અને અનુત્પત્તિ છતે, અવિનાશના હેતુથી જીવનું નિત્યપણું છે. અને નિત્યપણું સિદ્ધ થવાથી અમૂર્રાપણું છે. અને અમૂર્ત્તપણાથી, દેહથી તે આત્માનું અન્યપણું પ્રતિપત્તિવડે અનુકૂળ ગુણથી વ્યત્યયવડે સાધ્યનો નિર્દેશ છે અને તે નિર્યુક્તિકાર કહેશે. “जीवस्स सिद्धमेवं निच्चत्तममुत्तमन्नत्तं”
अध्ययन ४
આ ગાથાનો સમાસ અર્થ થયો. અને વધારે અર્થ ભાષ્યથી જાણવો. નિર્યુભૂિતદ્વારપરાપેક્ષવા संगृहीतार्थवाचका गाथा निर्युक्तिः तस्याश्च यद्विवरणं तद्भाष्यं कर्त्ता त्वनयोरेक एवोभयोरपीति વિ. F (નીચેના ટીપ્પણમાં લખ્યું છે કે મૂળદ્વારની જ અપેક્ષા વડે નિર્યુક્તિ-સંગૃહીત અર્થ વાચક ગાથા નિર્યુક્તિ છે. તેનું જે વિવરણ, તે ભાષ્ય છે. પણ કર્તા નિર્યુક્તિ, તથા ભાષ્ય, બંનેનો એક જ છે.
વિ. ૫)
આમાં અપઠિત શિષ્યનો સંમોહ દૂર કરવા જેમ ઉપન્યાસ કર્યો છે, તે પ્રમાણે દ્વારો કહીને, પાછળથી નિર્યુક્તિકારના અભિપ્રાય પ્રમાણે મિલાવી લેશે. એટલા માટે કહે છે. ॥ ૨૨૫ ॥ अन्नत्ति दारमहुणा, अन्नो देहा गिहांउ पुरिस्सो व्व । तज्जीवतस्सरीरियमयघायत्थं इमं भणियं ।। ३७ ।। भा.
“દેહથી અન્ય” આ દ્વાર કહે છે. તેમાં એ કહેશે કે દેહથી જીવ જુદો છે.” ગૃહ (ઘર) વિગેરેમાં રહેલા પુરુષની પેઠે આ દૃષ્ટાંત છે. તેના ભાવમાં પણ ત્યાં અનિયમથી “ભાવથી” આ હેતુ વિચારવો અને આ હેતુ અસિદ્ધ નથી. મૃત દેહમાં દેખાતો નથી. તેથી, હવે પ્રયોગનું ફળ કહે છે. તે જીવ તે શરીર આવું માનનારા વાદીનો મત ખંડન કરવા આ પ્રયોગ કહ્યો છે. ॥ ગાથાર્થ || હવે બીજો પ્રયોગ કહે છે. II ૩૭ ||
देहिंदियाइरित्तो, आया खलु तदुवलद्धअत्थाणं । तब्बिगमेऽवि सरणओ, गेहगवक्खेहिं पुरिसो व्व ।। ३८ ।। भा.
ખલુ શબ્દ વિશેષણના અર્થવાળો હોવાથી કોઈ અંશે આત્મા દેહ તથા ઇંદ્રિયોથી જુદો છે. તેનાથી ઉપલબ્ધ અર્થોના સંભવથી પરામર્શપણાથી એટલે ઇંદ્રિયોથી કોઈ પદાર્થ જાણ્યો હોય, તો તેના વિગમ એટલે ઇંદ્રિય નાશ થવાથી પણ સ્મરણ થાય છે. તેથી તે હેતુનો અર્થ છે. અને તે પ્રમાણે આંધળા તથા બહેરા વિગેરે એ પૂર્વે સારી અવસ્થામાં દેખ્યું હોય તો યાદ કરી શકે છે. જેમકે ઘરના ઝરૂખામાં બેઠેલા પુરૂષે દેખ્યું હોય તે ઝરૂખામાં ન બેઠો હોય તો પણ યાદ કરી શકે છે. આ દૃષ્ટાંત છે. પ્રયોગ આ પ્રમાણે - કોઈ અંશે દેહ ઇંદ્રિયથી જુદો આત્મા છે. તઉપલબ્ધ અર્થને યાદ કરનારા દેવદત્તની જેમ. ગાથાર્થ - (ઉપર વિગત સમજાવી છે કે જેમ ઝરૂખામાં બેઠેલો કંઈ જુએ પછી ત્યાંથી ઉઠ્યા પછી પણ યાદ કરી શકે, તેમ ઇંદ્રિયથી કોઈ કંઈ દેખે, સાંભળે, અને પાછળથી કર્મ સંજોગે તે નાશ પણ વસ્તુ યાદ રહે છે. તેથી ઇંદ્રિયથી આત્મા કોઈ અંશે જુદો સિદ્ધ થયો.) ઇંદ્રિયનું ઉપલબ્ધિપણું છે. એવી આ શંકા દૂર કરવા કહે છે. ॥ ૩૮ ॥
થાય,
[59]