________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
फरिसेण जहा वाऊ, गिज्झई कायसंसिओ । नाणाईहिं तहा जीवो, गिज्झई कायसंसिओ ।। ३३ ।। भा.
જેમ શીત વિગેરે સ્પર્શથી જેમ વાયુ માનીએ છીએ, એટલે તે દેખાતો નથી, છતાં પણ શરીર સ્પર્શ કરતો માનીએ, તેમ જ્ઞાનાદિ, એટલે જ્ઞાન દર્શનની ઇચ્છા વિગેરેથી જીવને કાયામાં રહેલો માનવો જોઈએ. ॥ ગાથાર્થ || ૩૩ ||
अध्ययन ४
ઘણાં અનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. પણ અનુમાન તો પ્રત્યક્ષપૂર્વક હોય છે. પણ આત્માને કેટલાક દેખતા નથી, તેથી જીવ માનવો, અશોભનિક છે. એવી કોઈની શંકા થાય તે કહે છે.
अणिदियगुणं जीवं, दुन्नेयं मंसचक्खुणा । सिद्धा पासंति सब्बन्नू, नाणसिद्धा य साहुणो ।। ३४ ।। भा.
ઇંદ્રિયથી રહિત ગુણવાળો, અવિદ્યમાન રૂપાદિ ઇંદ્રિયગ્રાહ્ય ગુણવાળો જીવ, અમૂર્તત્વ આદિ ધર્મવાળો છદ્મસ્થને દુર્લક્ષ્ય છે. સિદ્ધ (જે કેવલજ્ઞાન પામેલા) જે સર્વજ્ઞ છે. તે જ જીવને પ્રત્યક્ષ જુએ છે. અહીં સર્વજ્ઞ વિશેષણ એટલા માટે લીધું કે, અંજનસિદ્ધ વિગેરે પણ સિદ્ધ ગણાય, તે ન જુએ. ફક્ત જે મોક્ષમાં ગયા, તે ઋષભદેવ વિગેરે જુએ છે. તથા જ્ઞાનસિદ્ધ તે સાધુઓ. એટલે મોક્ષમાં ન ગયેલા, એવા ભવસ્થ. કેવળી પણ જુએ છે. ॥ ગાથાર્થ ॥ ૩૪ ॥
હવે આગમથી જીવનું અસ્તિત્ત્વ સિદ્ધ કરે છે.
अत्तवयणं तु सत्थं, दिट्ठा य तओ अइंदियाणंपि । सिद्धी गहणाईणं तहेव जीवरस विन्नेया ।। ३५ ।। भा.
આપ્ત વચન તે શાસ્ત્ર છે, આપ્ત પુરુષ તે રાગાદિથી રહિત છે. તુ શબ્દ અવધારણ અર્થમાં છે; તેથી આપ્ત વચન જ શાસ્ત્ર છે. આ વચનથી અપૌરૂષયનો વ્યવચ્છેદ કર્યો, કારણ કે તેનું અસંભવપણું છે. તે આપ્તવચનના શાસ્ત્રથી જાણ્યું કે, જે ઇંદ્રિયોથી અતિક્રાંત, અને જે અતીંદ્રિયથી જ્ઞાનીઓ જાણે, તેથી તેમના વચનથી આપણે પણ જાણીએ. જેમ આ લોકમાં જ્યોતિષીઓની ગણતરીથી ચંદ્રગ્રહણ વિગેરે આપણે માનીએ છીએ, તેમ જ જીવની સિદ્ધિ પણ માનવી, મૂલદ્વારની ગાથામાં અસ્તિત્વદ્વાર કહ્યું. હવે અન્યત્વ આદિ ત્રણ દ્વાર કહે છે. II ૩૫ ||
अण्णत्तममुत्तत्तं, निच्चत्तं चैव भण्णए समयं । कारणअविभागाईहेऊहिं इमाहिं गाहाहिं ।। ३६ ।। भा.
(૧) અન્યપણું, તે દેહથી આત્માનું જુદાપણું છે; તથા (૨) અમૂર્ત્તત્વ, તે સ્વરૂપવડે (ઇંદ્રિયોથી) આત્મા ન દેખાય તેવો છે. (૩) નિત્યત્વ તે જ પરિણામવાળો, તે નિત્યપણાવાળો કહેવાય છે. આ ત્રણે ગુણો એક એક હેતુ વડે એક કાલે યુગપદ્ (સાથે) ૨હે છેઃ કારણ અવિભાગ વિગેરે, હવે પછીની કહેવાતી નિર્યુક્તિની ત્રણ ગાથાઓના લક્ષણો વડે (કહેવાશે) ॥ ગાથાર્થ ॥ ૩૬ |
कारणविभागकारणविणासबंधस्स पच्चयाभावा । विरुद्धस्स य अत्थस्सापाउब्भावाविणासा य ।। २२५ ।।
કારણ વિભાગ, કારણ વિનાશ, અને બંધના પ્રત્યયના અભાવથી, આ અભાવ અહીં ત્રણેને લાગુ પડે છે. એટલે કારણ વિભાગના અભાવથી જીવને પટાદિની માફક, તંતુ વિગેરે કારણ વિભાગ નથી. જીવ તાંતણાથી બન્યો છે એમ સમજવું નહીં કારણ કે તેમાં કારણનો જ અભાવ છે. એ પ્રમાણે કારણ વિનાશના અભાવમાં પણ જોડવું (કારણ વિનાશનો અભાવ નથી. જ્યાં કારણ નથી, ત્યાં અભાવ ૧. તુલના ભગવત્ ગીતા - 37-2 sell. 28
[58]