________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
अध्ययन ४
તથા તપ બ્રહ્મચર્ય અહીં કષ્ટ વેઠી ક૨વું, તે બધુ નકામું થાય. કારણ કે જીવ નથી તો પરલોક કોણ આજ બાબતને શીખાઉ શિષ્યના અનુગ્રહ માટે વધારે ખુલ્લું કહે છે. | ભા. ૨૮ ॥ पाणिदयातवनियमा, बंभं दिक्खा य इंदियनिरोहो । सव्वं निरत्थयमेयं जइ जीवो न विज्जई ।। २९ ।। भा.
જાય
કરૂણા, ઉપવાસ, હિંસાની વિરતિ વગેરે તથા બ્રહ્મચર્ય દીક્ષા (યોગ લક્ષણવાળી) તથા ઇંદ્રિયોને વશ રાખી ચારિત્રનું કષ્ટ ભોગવવું એ સઘળું નિરર્થક જ થાય. જો તમે જીવને પરલોકમાં જનારો ન માનો તો (આ દશા થાય) કિંચ (વળી) શિષ્યોએ આચરેલો માર્ગ જ ઉત્તમ પુરુષોએ આદરવો. હવે તે માર્ગને બતાવે છે. | ભા-૨૯ ॥
लोइया वेड्या चेव, तहा सामाइया विऊ । निच्चो जीवो पिहो देहा, इइ सव्वे ववत्थिया ।। ३० ।। भा.
લોકમાં થયા અથવા લોકમાં વિદિત તે લૌકિકા તે ઇતિહાસ વિગેરે કરનારાં, તે જ પ્રમાણે વૈદિકો, જૈવિઘ વૃદ્ધો તથા સામાયિક તે ત્રિપિટક, વિગેરે સમય વૃત્તિવાળા, તથા વિદ્વાનો છે તેઓ માને છે કે નિત્ય જીવ છે પણ અનિત્ય નથી. એ પ્રમાણે દેહથી જુદો જીવ છે. એ પ્રમાણે. સર્વ વ્યવસ્થિત (માનનારા) પણ બીજી રીતે માનતા નથી | ગાથાર્થ | એજ કહે છે. || ભા-૩૦ ||
लोगे अच्छेज्जभेज्जो वेए सपुरीसदद्धगसियालो । समएज्जहमासि गओ, तिविहो दिव्बाइसंसारो ।। ३१ ।। भा. લોકમાં અછેદ્ય, અભેદ્ય, આત્મા કહેવાય છે. ગીતામાં કહ્યું છે કે 'अच्छेद्योऽयमभेद्योऽयमविकार्योऽयमुच्यते । नित्यः संततगः स्थाणुरचलोऽयं सनातनः ।। १ ।। इत्यादि
આ અછેદ્ય, અભેદ્ય, અવિકાર્ય, નિત્ય, સંતતગ, (સદા ભમનારો) સ્થાણું, તથા આ અચલ સનાતન આત્મા છે. તથા વેદમાં કહ્યું છે કે, વિષ્ટા સહિત મરેલો નવડાવ્યા વિના બાળે તે શિયાળીઓ થાય. અને વિષ્ટા રહિત બાળે તો તેની પ્રજા ક્ષુધા રહિત ઉત્પન્ન થાય છે. તથા (બૌદ્ધશાસ્ત્રી) સમયમાં “હું હાથી હતો,” એમ કહેવાય છે. તે જ પ્રમાણે બુદ્ધનું વચન છે. કે હે ભિક્ષુઓ ! હું (પૂર્વ ભવમાં) છ દાંતવાળો શંખ જેવો હાથી હતો. અને પોપટ જે પાંજરામાં રહેલો છે, તે શકુંતનો જીવ, જીવક હતો વિગેરે તથા કેટલાક ત્રણ પ્રકારનો દિવ્ય આદિ સંસાર માને છે. દેવ, માનુષ્ય, તિર્યંગ, એવા ત્રણ ભેદો છે. આદિ શબ્દથી ચાર પ્રકારે, કેટલાક નારકી વધારે માને છે. | ગાથાર્થ || ગા. ૩૧ ॥
હવે બીજે પ્રકારે અસ્તિત્વ કહે છે.
अत्थि सरीरविहाया, पनिययागारया भावाओ । कुंभस्स जह कुलालो सो मुत्तो कम्मजोगाओ ।। ३२ ।। भा. ઔદારિકાદિ શરીરનો વિધાતા (કરનારો) કોઈ પણ છે, શા માટે ? કહે છે. પ્રતિનિયત આકા૨પણાદિનો સદ્ભાવ હોવાથી શરૂઆતથી પ્રતિનિયત આકારવાળો હોવાથી, એમ સમજવું કે તેનો કર્તા છે. હવે દૃષ્ટાંત કહે છે. કે જેમ ઘડાનો બનાવનાર કુંભાર છે, તેમ આ શરીરનો પણ કર્તા કોઈ છે. કદાચ કુંભાર માફક એ દૃષ્ટાંતે કુલાલ (કુંભાર) માફક તે શરીરનો કર્તા પણ મૂર્ત થશે, એવી વિરૂદ્ધ પણ શંકા થાય તે દૂર કરવા કહે છે.
તે આત્મા મૂર્ત-કર્મ યોગથી, એટલે મૂર્ત કર્મના સંબંધથી કંઈક અંશે મૂર્ત છે. | ગાથાર્થ ॥ અહીંયાં જ શિષ્યની બુદ્ધિ ખીલવવા બીજી રીતે તેની ગ્રહણ વિધિ બતાવે છે. ॥ ૩૨
[57]