SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ જે ઇહા દેવદત્તને થાય છે, જીવનો ધર્મ છે. |ગાથાર્થ || ભા-૨૪ ॥ હવે બીજી રીતે એજ કહે છે. अध्ययन ४ सिद्धं जीवरस अत्थित्तं सद्दादेवाणुमीयए । नासओ भुवि भावस्स, सद्दो हवइ केवलो ।। २५ ।। भा. જીવનું જે ઉપયોગ લક્ષણનું અસ્તિત્વ છે. તે સિદ્ધ છે. શા માટે ? તે કહે છે. “શબ્દથી જ એટલે જીવ, એમ બોલવાથી અનુમાન કરાય છે. કેવી રીતે ? તે કહે છે. ન અસત્ પદાર્થનું પૃથ્વી ઉપર શબ્દવાચક હોય “ખરવિષાણ” (ગધેડાનું શિંગડું) શબ્દોથી વ્યભિચારની શંકા થાય, તેથી કહે છે કે, કેવળ શુદ્ધ, અન્ય પદથી ન જોડાયેલ, જીવ શબ્દ છે. ખરાદિપદ સંસૃષ્ટ વિષાણાદિ શબ્દ છે. | ગાથાર્થ ॥ ૨૫ ભા. (બે પદવાળાં અવિદ્યમાન વસ્તુને પણ કહે. પણ એક પદ હોય તે સત્ય પદાર્થનો જ વાચક હોય છે.) આનું જ વિવરણ કરવા ભાષ્યકાર કહે છે. ॥ ભા-૨૫ ॥ अत्थित्ति निब्बिगप्पो, जीवो नियमाउ सद्दओ सिद्धि । कम्हा ? सुद्धपयत्ता, घडखरसिंगाणुमाणाओ ।। २६ ।। भा० નિર્વિકલ્પ (સંદેહ રહિત) જીવ, નિયમથી શબ્દથી સિદ્ધ છે. એટલે વાચક શબ્દ જીવ, તેનાથી વાચ્ય પદાર્થ જીવની સિદ્ધિ છે. કેવી રીતે ? તે કહે છે. શુદ્ધ પદપણું જીવનું હોવાથી ઘટખરશૃંગના અનુમાનથી. અનુમાન શબ્દ અહીં દૃષ્ટાંત વચન છે. ઘટ, ખર, શૃંગ દૃષ્ટાંતથી એમ પ્રયોગાર્થ છે. તે પ્રયોગ આ પ્રમાણે કરવો. મુખ્ય અર્થ વડે, અર્થવાળો જીવ શબ્દ છે. શુદ્ધ પદપણે હોવાથી ઘટ શબ્દની માફક, અને જે મુખ્ય અર્થ વડે અર્થવાળો ન થાય, તે શુદ્ધ પદ પણ ન થાય; યથા ખર શૃંગ શબ્દ આ ગાથાર્થ છે II હવે પરના અભિપ્રાયની આ શંકા કરીને તેને દૂર ક૨વા કહે છે. | ભા.-૨૩ ॥ चोयग - सुद्धपयत्ता, सिद्धी जड़ एवं सुण्णसिद्धि अम्हं पि । तं न भवइ संतेणं, जं सुन्नं सुन्नगेहं व ।। २७ भा० ।। તમારા કહેવા પ્રમાણે શુદ્ધ પદ પણાથી જો જીવની સિદ્ધિ થાય, તો શૂન્ય સિદ્ધિ અમારી પણ થાય. એટલે વાદી કહે છે કે, શૂન્ય નષ્ટ શબ્દના શુદ્ધ પદપણાથી અમારી સિદ્ધિ થાય. (અર્થાત્ જેમ શૂન્ય એ નકામું છે, તેમ જીવ પણ નકામું પદ છે.) આચાર્ય ઉત્તર આપે જે પારકાએ (તમે) કહેલું તે સિદ્ધ થતું નથી શા માટે ? ઉત્તર-વિદ્યમાન પદાર્થ વડે જેથી શૂન્ય કહેવાય છે તે શૂન્ય પદાર્થ છે. જેમ કે શૂન્ય ગૃહ તે જ કહે છે કે દેવદત્ત રહિત આ શૂન્ય ગૃહ છે. નિવૃત્ત ઘટ નષ્ટ (નાશ પામ્યો) પણ આ બંનેનું જીવ શબ્દનું જીવવાળું અવશિષ્ટ (અધુરું) વાચ્ય નથી (ટીકા સંશોધકે અવશિષ્ટ ને બદલે અવિશિષ્ટ પદ મૂક્યું છે, તેનો અર્થ સામાન્ય થાય છે. અર્થાત્, જીવ જેમ સામાન્ય વાચ્ય છે, તેમ તે બેનું સામાન્યપણું નથી) ગાથાર્થ ॥ ભા. ૨૭ ॥ બીજે પ્રકારે અસ્તિત્વ પક્ષને સમર્થન કરતા કહે છે. મિચ્છા મવે સવ્રત્યા, ને રૂં પારનોવા। વત્તા ચેવોવમોત્તા ય, નફ નીવો ન વિધ્નદ્ ।। ૨૮।। મા. મિથ્યા થાય, કયા ? બધા પરલોક સંબંધી દાનાદિ કેવી રીતે ? ઉત્તર કર્મનો કર્તા અને ફળનો ઉપભોક્તા જ પરલોક (જનારો) જીવ જો ન હોય, તો. ગાથાર્થ. (અર્થાત્ જીવ ન હોય તો દાન દેવું ન [56]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy