________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४ તે અર્થાવગમથી ઉત્પન્ન થાય તે મતિ જાણવી, “સંભાવણ તથા તક્ક” પ્રાકૃત શૈલીને ફેરવતાં અર્થ સંભાવના શબ્દ થાય છે એટલે આ પ્રમાણે જ આ થાય છે. તે તર્ક, આ પ્રમાણે ધારો કહીને આ બધા ચિત્તાદિગુણો વર્તે છે. તે જીવનામના ગુણીનું પ્રતિપાદક છે. તે પ્રયોગ અર્થ વડે ઉપસંહાર કરતા કહે છે. હેતુના ગુણ પ્રત્યક્ષપણે હોવાથી ઘટની માફક જીવ છે એમ સમજાય છે. આ ગાથાર્થ છે. તે ભા-૨૦ || .
जम्हा चित्ताईया, जीवस्स गुणा हवंति पच्चक्खा । गुणपच्चक्रवत्तणओ, घडुब्ब जीवो अओ अस्थि ।। २१ ।। भा.
જેથી પૂર્વે કહેલા ચિત્ત વગેરે જીવના ગુણો બતાવ્યા તે અજીવના નથી. કારણ કે શરીરાદિના ગુણોથી વિધર્મ પણે હોવાથી-અને એ ગુણો પ્રત્યક્ષ થાય છે. કારણ કે પોતપોતાનો સૌને અનુભવ છે. જેથી આ પ્રમાણે ગુણોના પ્રત્યક્ષપણાથી હેતુથી ઘટ માફક જીવ પણ છે. એથી એ પ્રમાણે પ્રયોગ અર્થ છે. પ્રયોગ આ પ્રમાણે-આત્મા વિદ્યમાન છે. ગુણ પ્રત્યક્ષપણું હોવાથી, તેમાં દૃષ્ટાંત ઘટનું છે. વળી આ ઘટ માફક આત્માને અચેતનપણું આપવા વડે વિરૂદ્ધ પણ નથી. કારણ કે અવિદ્યમાન બાધનમાં વિરૂદ્ધ છે. આ વચન છે. ચૈતન્ય પ્રત્યક્ષ જ બાધન છે. એટલે ઘડામાં અચેતનતા છે, પણ આત્મામાં તો પ્રત્યક્ષ જ તેથી બાધન રૂ૫ ચૈતન્ય વિદ્યમાન છે. આ પ્રમાણે મૂળ દ્વારની ગાથા બેના સંબંધમાં પ્રતિદ્વાર, બે ગાથાથી લક્ષણદ્વાર કહ્યું. હવે અસ્તિત્ત્વ દ્વારનો અવસર છે, તે પ્રમાણે ભાષ્યકાર કહે છે. || ૨૧ ||
अत्थित्ति दारमहुणा, जीवस्सइ अत्थि विज्जए नियमा । लोआययमयघायत्थमुच्चए तत्थिमो हेऊ ।। २२ ।। भा.
હવે અસ્તિત્વ દ્વારનો અવસર આવ્યો છે. ત્યાં આ પ્રમાણે કહેવાય છે. “જીવ વિદ્યમાન હોઈ પૃથિવી આદિ વિકાર દેહ માત્ર રૂપવાળો છે. આ પ્રમાણે સિદ્ધ સાધ્યતા પણ તેથી અન્ય છે. એવી આશંકા થાય તે દૂર કરવા માટે કહે છે. અન્ય ચૈતન્ય રૂપ છે. તે પણ માતાના ચૈતન્યનું ઉપાદાન થશે. પણ પરલોકયાયી (જનાર) નથી, એવો મોહ થાય, તે દૂર કરવા, કહે છે. કે તે નિશ્ચયથી છે જ, તેથી કહે છે કે” લોકાયત મત દૂર કરવા માટે છે, એટલે નાસ્તિક અભિપ્રાયનું નિરાકરણ કરે છે, એથી તે વિશેષણો સફળ છે. તે લોકાયત મતને દૂર કરવામાં આ હવે પછી કહેવાતો હેતુ અન્યથા અનુપપત્તિ રૂ૫ યુક્તિનું માર્ગ છે. || ગાથાર્થ | ૨૨ ||
जो चिंतेड़ सरीरे, नत्थि अहं स एव होइ जीवो त्ति । न हु जीवंमि असंते, संसयउप्पायओ अन्नो ।। २३ ।। भा.
જે કોઈ આ લોકમાં એમ ચિતવે કે, હું શરીરમાં નથી, એમ ચિંતવનારો જ જીવ છે. કેવી રીતે ? તે કહે છે - કે અવિદ્યમાન જીવવાળાં એટલે મરેલાના શરીર વિગેરેમાં સંશય કરનારો અન્ય પ્રાણાદિ નથી, કારણ કે સંશયનું ચૈતન્ય રૂ૫ પણું છે, તેથી; / ગાથાર્થ / એજ હવે બતાવે છે. ૨૩-ભા ||
जीवस्स एस धम्मो, जा ईहा अत्थि नत्थि वा जीवो । खाणुमणुस्साणुगया, जह ईहा देवदत्तस्स ।। २४ ।। भा.
જીવનો આ સ્વભાવ ધર્મ છે. કે જે ઇહા સદ્ અર્થ પર્યાયલોચન રૂપ છે. કેવી ઇહ ? તે કહે છે. કે છે અથવા નથી ? એટલે જીવ છે કે નહિ. તે સંબંધી લોકમાં પ્રસિદ્ધ દૃષ્ટાંત કહે છે. સ્થાણું, મનુષ્ય, અનુગત. એટલે આ (દૂર દેખાય તે) સ્થાણું (ઝાડનું ઠુંઠું) છે કે પુરુષ છે ? આવી
[55]