________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
(જોરથી દમચાલતા) પુરુષની માફક એટલે આ પ્રમાણે પ્રયોગ કરવો.
પણ આ પ્રયોગ વ્યતિરે કવાળો (ઉલટ) જાણવો. આત્માથી યુક્ત જીવતું શરીર છે. શ્વાસોશ્વાસ લેતું હોવાથી, અને જે આત્માવાળું નથી હોતું. તે શ્વાસોશ્વાસ લેવાવાળું પણ નથી હોતું. જેમ કે આકાશ, હવે ઇંદ્રિયદ્વાર છે. // ૧૭ . अक्खाणेयाणि परत्थगाणि वासाइवेह करणत्ता । गइवेयगनिज्जरओ, कमस्सऽन्नो जहाहारो ।। १८ ।। भा.
અક્ષ, એટલે ઇંદ્રિયો આ લોકમાં પ્રસિદ્ધ છે. તે દેહને આશ્રિત છે. પરાર્થ. તે આત્માના પ્રયોજનવાળી છે. વાસી (વાંસલો) વિગેરેની માફક, અહીં કરણપણે હોવાથી આ લોકમાં વાસી વિગેરે માફક. આ પ્રયોગ અર્થ છે.
વાદીની શંકા, આદાનજ, ઇંદ્રિયો છે. તે શા માટે ભેદનો ઉપવાસ કરવો ? ઉત્તર નિવૃત્તિ તથા ઉપકરણના દ્વાર વડે બેપણું બતાવવા માટે, તેથી, તેમાં તો ઉપકરણનું ગ્રહણ કરવું, પણ અહીં તો નિવૃત્તિ લેવી.
આ પ્રયોગ કરવો. પરાર્થવાળા (આત્મપ્રયોજનવાળા) ચક્ષુ વિગેરે ઇંદ્રિયો છે. સંઘાતપણું હોવાથી, શયન, આસન વિગેરે માફક, અને આ કાંઈ વિશેષ વિરૂદ્ધ નથી. કર્મ સંબંધવાળા આત્માને સંઘાત રૂપપણું સ્વીકારેલું હોવાથી, ઇંદ્રિય દ્વાર કહ્યું. હવે બંધાદિ ધારો કહે છે. ગ્રહણ, વેદક, નિર્જરક તે કર્મથી અન્ય છે. જેમ કે આહીર તેમાં ગ્રહણ તે કર્મનો બંધ છે, વેદવુ તે ઉદય, નિર્જરા તે ક્ષય; હવે આહારમાં જે દૃષ્ટાંત હતું, તે આ પ્રમાણે સમજવું કે “આહાર સંબંધી ગ્રહણ તે કર્તા વિગેરે સિવાય થાય નહીં તે પ્રમાણે કર્મનું પણ કર્યા વિના ન થાય - પ્રયોગ વિદ્યમાન ભોક્તાવાળું આ કર્મ છે. ગ્રહણ, વેદન નિર્જરાના સદ્ભાવથી, આહારની માફક તેથી આત્મા સિદ્ધ થયો // ગાથાર્થ - || હવે બીજી ગાથાને આશ્રયીને ચિત્તાદિકનું સ્વરૂપ બતાવવા કહે છે. / ૧૮ |
चित्तं तिकालविसयं, चेयण पच्चक्ख सन्नमणुसरणं । विण्णाणणेगभेयं; कालमसंनेयरं धरणा ।। १९ ।। भा.
ચિત્ત ત્રિકાલ વિષય છે. એટલે ઓઘથી અતીત, અનાગત, વર્તમાનગ્રાહી છે. ચેતન તે ચેતના, તે પ્રત્યક્ષ વર્તમાન અર્થ ગ્રહણ કરનારી છે. સંજ્ઞાન તે સંજ્ઞા એટલે પછવાડે જે સ્મરણ થાય, તે જ્ઞાન, અને વિજ્ઞાન છે. તે અનેક પ્રકારનું છે. અનેક ધર્મવાળી વસ્તુમાં તેવો તેવો અધ્યવસાય (વિચાર) થાય છે. કાલ અસંખ્યયેતર છે. એટલે અસંખ્યય તથા સંખે છે, શું ? ધારણા તે નાશ ન થાય. તેવી સ્મૃતિ વાસના છે. તે અસંખ્યય વર્ષ આયુવાળાને અસંખ્યય કાળ, તથા સંખ્યય વર્ષાયુવાળાને સંખ્યય કાળ સુધી ધારણા રહે છે. || ગાથાર્થ | ભા. / ૧૯ | -
अत्थस्स ऊह बुद्धि, ईहा चेट्टत्थअवगमो उ मई । संभावणत्थतक्का गुणपच्चक्खा घडोब्बऽत्थि ।। २० ।। भा.
અર્થનો ઉહ તે બુદ્ધિ એટલે સંક્ષિ પ્રાણીને પરથી નિરપેક્ષ અર્થનું જાણવું તે, ઇહા તે ચેષ્ટા જેમ કે આ સ્થાણું છે કે પુરુષ છે. તે સદ્ (વિદ્યમાન) પદાર્થને વિચારવારૂપે છે. અર્થાવગમ તે અર્થનો પરિચ્છેદ, તે માથાને ખણવા વિગેરેના ધર્મથી ઉપપત્તિથી આ પુરુષ જ છે. એવી નિશ્ચય મતિ થાય
[54]